________________
320
| પ્રતિમાશતક કાવ્ય-૨૪] आलोचयेत् । प्रायश्चित्तदानविधिविद्वानालोच्य च स्वयमेव प्रतिपद्यते प्रायश्चित्तं, स च तथा प्रतिपद्यमानः शुद्ध एव सूत्रोक्तविधिना प्रवृत्तेः । यदपि च विराधितं तत्रापि शुद्धः प्रायश्चित्तप्रतिपत्तेरिति॥
अत्र सम्मं भाविआईत्ति विशेषणेनैव देवतानां, चैत्यानां च 'अहं च भोगरायस्स[दशवै० २/८ पा. १] इत्यत्र पुत्र्या इवाक्षेपात् विशेष्यद्वयानुरोधेनावृत्तिं कृत्वा व्याख्येयम् । सम्यग्भावितप्रतिमापुरस्कारश्च मन:शुद्धेर्विशेषायैव दिग्द्वयपरिग्रह इवेति न्यायोपेतमेव। यत्तूच्यते कुमतिना सम्यग्भावितपदेनाविरतसम्यग्दृष्टेरेव ગામવગેરેની બહાર પૂર્વવગેરે દિશાની સન્મુખ ઊભા રહી બે હાથ જોડી, શિરસાવર્ત અંજલિ કરી આ પ્રમાણે કહેવું - આટઆટલા મારા અપરાધો છે – હું આટલીવાર અપરાધી છું. આ પ્રમાણે અરિહંત-સિદ્ધોની આગળ આલોચના કરી પ્રાયશ્ચિત્તદાનની વિધિમાં વિદ્વાન સાધુએ સ્વયં પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી લેવું. આ પ્રમાણે આલોચના કરનારો સાધુ સૂત્રમાં કહેલી વિધિને અનુસર્યો હોવાથી શુદ્ધ જ છે. પ્રાયશ્ચિત્ત લેવાથી જે પણ વિરોધિત થયેલું તેમાં પણ શુદ્ધ છે. (શિરસાવર્ત શબ્દમાં અલુકુ સમાસ છે.)
‘પદંર મોમાય' હું ભોગરાજની છું' (દશવૈકાલિકની આ ગાથારાજિમતી રથનેમિને કહે છે.) આ વાક્યમાં સંબંધની આકાંક્ષા ઊભી રહે છે. ત્યારે વક્તાના તાત્પર્યનો પ્રકરણાદિથી બોધ કરી સંબંધ અધ્યાહારથી ઉપસ્થિત થાય છે કે “પુત્રી છું.” એમ પ્રસ્તુતમાં આલોચનાની ક્રમશઃ વાત ચાલે છે, તેમાં છેવટે સમું ભાવિમાડું “સમ્યમ્ભાવિત’ પદ આવ્યું. પણ આ તો વિશેષણ છે. અહીં વિશેષ્યપદની આકાંક્ષા ઊભી રહે છે કે સમ્યમ્ભાવિત શું? તે વખતે પ્રસ્તુત પ્રકરણાદિદ્વારા દેવતા” અને “ચત્ય ઉપસ્થિત થાય છે. અર્થાત્ આ બન્ને પદો સમ્યગ્લાવિત પદના વિશેષ્યો છે. તેથી સખ્યભાવિતપદનો દેવતા” પદ સાથે સંબંધ જોડ્યા બાદ, ચૈત્યપદ સાથે સંબંધ જોડવા ફરીથી એ પદને ગ્રહણ કરવું. તેથી “સમ્યગ્લાવિત જિનપ્રતિમા આગળ આલોચના કરવી” એવો તાત્પર્યાર્થ છે. અહીં આલોચનાકરણ વખતે મનઃશુદ્ધિમાં વિશેષતા લાવવા જ બે દિશાના ઉપાદાનની જેમ સખ્યભાવિત જિનપ્રતિમાનો પુરસ્કાર કર્યો છે. તેથી આ પુરસ્કાર ન્યાયસંપન્ન જ છે. (સ્વાભાવિક છે કે શ્રદ્ધાસંપન્ન નયજ્ઞ ગીતાર્થ સાધુને પ્રતિમામાં પરમાત્માનો વાસ દેખાય, પ્રતિમામાં પરમાત્માની જ કલ્પના કરે અને પોતાને પરમાત્મા સમક્ષ ઉપસ્થિત થયેલો સમજી વિશેષસંવેગથી અને માયાશલ્યથી રહિત થઇ આલોચના કરે આ યોગ્ય જ છે.)
- ક્રમ પ્રાણપ્રતિમાસમક્ષ આલોચનાદાનની શાસ્ત્રાર્થતા પ્રતિમાલોપક-અહીં આલોચનાઈતરીકે આચાર્યનાક્રમથી છેવટે પશ્ચાદ્ભૂત સુધીનામોલ્લેખપૂર્વક બતાવ્યા. આ ક્રમમાં સમ્યક્તના સાધર્મ્સથી અથવા શાસનના સાધચ્ચેથી છેલ્લે અવિરતસમ્યત્વી આવે છે. તેથી પારિશેષ્યન્યાયથી “સખ્યભાવિત’પદથી અવિરતસમ્યગ્દષ્ટિ મનુષ્ય જ આલોચનાઈતરીકે સૂચિત થાય છે. વળી સખ્યભાવિત દેવતાઓને પણ આલોચનાઈતરીકે દર્શાવ્યા છે. તેથી સમ્યગ્લાવિત પદથી અવિરતસમ્યક્તીનું જ સૂચન થાય છે. આમ પ્રતિમાનો તો આલોચનાઈ તરીકે સ્પર્શ કર્યો જ નથી.
ઉત્તરપક્ષ - અસ્પૃશ્ય વ્યક્તિ પ્રતિમાનો સ્પર્શ ન કરે, તે પ્રતિમામાટે દૂષણરૂપ નથી, પણ ભૂષણરૂપ જ છે. બાકી શાસ્ત્રાર્થ તો એવો જ છે કે, આલોચનાદાનયોગ્ય ગીતાર્થ પ્રાપ્ત ન થાય, તો પ્રતિમાનો જ આશરો લેવો.
(પણ અગીતાર્થની સમક્ષ આલોચનાનકરવી. વળી અવિરતસમ્યવી જ જો સમ્યાવિત પદથી ઇષ્ટ હોત, તો અવશ્ય પશ્ચાદ્ભૂતાદિની જેમ તેને અંગે પણ બહુશ્રુતાદિ વિશેષણો વાપર્યા હોત. દેવતા પણ પૂર્વદષ્ટ-શ્રુત કારણે અથવા સાક્ષાત્ તીર્થંકરપાસેથી જાણી લઇ યોગ્ય પ્રાયશ્ચિત્ત દેવામાં સમર્થ હોવાથી જ આલોચના તરીકે સૂચવ્યા છે - તે ટીકાથી સ્પષ્ટ સમજી શકાય છે. જો અગીતાર્થપાસે પણ આલોચના કરી શકાતી હોત, તો અગીતાર્થ સંયતને પણ આલોચના તરીકે બતાવ્યા હોત અને અવિરતના અબ્યુત્થાનાદિ વિનય કરવા કરતાં અગીતાર્થ સંયતના અબ્યુત્થાનાદિ જ વધુ યોગ્ય ઠરત. વળી પશ્ચાત્કૃતનો નિર્દેશ છે, પણ જેણે