________________
શ્રાવકને કાઉસ્સગ્નપર્યત ચૈત્યવંદન કરણીય
325
यच्च- 'जिणपडिमाणं अच्चणं करेइ'त्ति एकस्यां वाचनायामेतावदेव दृश्यत इति वृत्तावेव प्रागुक्तं, तत्रापि वृद्धाशयात्सम्पूर्णो विधिरिष्यत एव। जिनप्रतिमार्चनस्य प्रणिधानान्तभावस्तवेनैव विरतिमतां निर्वाहात्। यदपि जाव संपत्ताणं त्ति सम्मुग्धदण्डकदर्शनादनाश्वास(दर्शनाश्वास इति प्रतान्तरे) इति प्रतिमारिणोच्यते, तदपि स्तम्भनतीर्थचिरकालीनताडपत्रीयपुस्तके सम्पूर्णदण्डकपाठप्रदर्शनेन बहुशो निराकृतमस्माभिः। सम्पूर्णचैत्यवन्दनविधौ वाऽपुनर्बन्धकादयोऽधिकारिणः स्थानोर्णालम्बनतदन्ययोगपरा इति सिद्धमेव योगग्रन्थे। श्राविका तु द्रौपदी आनन्दादिवत् प्रत्याख्यातान्यतीर्थिकादिवन्दनादिरूपत्वादेव सिद्धा। तथा हि →
___तए णं ते पंच पंडवा दोवइए देवीए सद्धिं कल्लाकल्लिं वारंवारेण उरालाइ भोगभोगाइं जाव विहरति । तते णं से पंडुराया अण्णया कयाई पंचहिं पंडवेहिं कोंतीए देवीए दोवतीए देवीए य सद्धिं अंतो अंतेउरपरियालसद्धिं
અધિકારી તરીકે સૂચવે છે. તથા “શ્રાવક (૧) સમ્યગ્દર્શનસંપન્ન, (૨) પ્રવચનપર ભક્તિવાળો, (૩) છ પ્રકારના આવશ્યકના આચરણમાં નિરત તથા (૪) છ સ્થાનથી યુક્ત હોય છે.” એમ ઉમાસ્વાતિજીનું વચન છે. આ બધા વચનો શ્રાવકને છ આવશ્યકના અધિકારી સિદ્ધ કરે છે. આ સિદ્ધિથી “શ્રાવક કાઉસ્સગ્ન કરવા સમર્થ છે” એ વાતનું સમર્થન થાય છે. સાથે સાથે આવશ્યકાદિ અંતર્ગત પ્રસિદ્ધ ચૈત્યવંદનના અધિકારી તરીકે પણ સમર્થન થાય છે.
તથા, “એક વાચનામાં ‘જિનપ્રતિમાનું અર્ચન કરે છે એટલો જ પાઠ દેખાય છે' એમ વૃત્તિકારે પૂર્વે જે કહ્યું છે, ત્યાં પણ જ્ઞાનવૃદ્ધોના આશયથી તો સંપૂર્ણવિધિ જ ઇષ્ટ છે, કારણ કે વિરતિધરોને તો પ્રતિમાઅર્ચનનું કાર્ય પ્રણિધાનસુધીનાભાવસ્તવથીજ સંપાદિત થાય છે. (સાધુઓની જિનપૂજાભાવસ્તવથી નિર્વાહ પામે છે, દ્રવ્યસ્તવથી આરંભાતી શ્રાવકોની જિનપૂજા પણ ભાવસ્તવથી જ પૂર્ણ થાય તે યોગ્ય છે. કારણ કે તેઓ પણ કથંચિ વિરતિધર છે.)
પ્રતિમાલપક - અમને તો “જાવ સંપત્તાણ” ત્યાંસુધીનો જ દંડકપાઠ ઉપલબ્ધ થાય છે. તેથી તેનાપર જ આશ્વાસ-વિશ્વાસ છે. અથવા જિનપ્રતિમાનું અર્ચન કરે છે એ પાઠ બરાબર છે. “જાવ સંપત્તાણ' નો પાઠ સંમૂઢ લાગે છે. તેથી વિશ્વાસપાત્ર નથી. (આ દ્વારા તેઓ કાઉસ્સગ્નપર્યત કે પ્રણિધાનપર્વતની પ્રસિદ્ધ ચૈત્યવંદનવિધિનો છેદ ઉડાડવા અને તે દ્વારા કાઉસ્સગ્ગાદિના અભાવથી દ્રૌપદી શ્રાવિકા નથી તેમ સિદ્ધ કરવા માંગતા હોય તેમ લાગે છે)
ઉત્તરપલ - સ્તંભનતીર્થ(aખંભાત)માં રહેલી અતિ પ્રાચીન તાડપત્રી પુસ્તકમાં રહેલો સંપૂર્ણ દંડકપાઠ દર્શાવવા દ્વારા અમે તમારા આ વિશ્વાસને ઘણીવાર દૂર કર્યો જ છે. અથવા તો, અપુનબંધકવગેરે-અપુનબંધકથી આરંભીને અવિરતસમ્યક્રવી વગેરે બધા સંપૂર્ણ ચૈત્યવંદનવિધિના અધિકારી છે. હા! તેઓ સ્થાન, ઉર્ણ, અર્થ, આલંબન અને નિરાલંબન-આ પાંચ યોગમાં તત્પર હોવા જોઇએ. આ વાત યોગગ્રંથોમાં સુપ્રસિદ્ધ જ છે. (સ્થાન
કાઉસ્સગ્ગવગેરેના વિહિતઆસનવિશેષ. (૨) ઉર્ણ સૂત્રના પદો (૩) અર્થ-એ પદોથી અભિધેય પદાર્થપર ઉપયોગ. (૪) આલંબન – સામે રહેલી જિનપ્રતિભાવગેરેવિષયક ધ્યાન અને (૫) તદન્ય-નિરાલંબન – પ્રતિભાવગેરે બાહ્ય રૂપી દ્રવ્યના આલંબન વિનાચિન્માત્રસમાધિરૂપ ધ્યાન- આ અંગે યોગવિંશિકાઆદિગ્રંથો દર્શનીય છે. અથવા યોગગ્રંથોમાં અપુનબંધકાદિને પણ સ્થાનાદિ યોગમાં તત્પરતરીકે સિદ્ધ કર્યા છે. તેથી તેઓ પણ સંપૂર્ણ ચૈત્યવંદનવિધિના અધિકારી સિદ્ધ થાય છે.)
શંકા - તો તો દ્રોપદીએ પ્રસિદ્ધ ચૈત્યવંદનવિધિ આદરી હોય, તો પણ શ્રાવિકા તરીકે સિદ્ધ થતી નથી, કારણ કે અપુનબંધકાદિને પણ ચૈત્યવંદન સંભવે છે.
સમાધાન - દ્રોપદી શ્રાવિકા હતી.” એ વાત તો દ્રૌપદીએ આનંદઆદિ શ્રાવકોની જેમ અન્યતીર્થિકવગેરેને વંદનઆદિ કરવાઅંગે પચ્ચખાણ કર્યા હતા(=ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી)” તેનાથી જ સિદ્ધ થાય છે. જુઓ દ્રૌપદીએ નારદને અસંયત સમજી અભ્યત્થાનઆદિ ન કર્યાનો આગમપાઠ આ રહ્યો –