________________
શિાશ્વતજિનચૈત્યવંદના
337
नेतरा मिथ्यादृष्टिपरिगृहीताः। आह-सम्यग्भाविता अपि प्रतिमास्तावज्ज्ञानादिभावशून्याः, ततो यदि दर्शनज्ञानादिरूपो भावः, स तत्र नास्तीति कथं ता भावग्रामो भवितुमर्हन्ति ? उच्यते-ता अपि दृष्ट्वा भव्यजीवस्यार्द्रकुमारादेरिव सम्यग्दर्शनाधुदीयमानमुपलभ्यते, ततो ननु कारणे कार्योपचार इतिकृत्वा ता अपि भावग्रामो भण्यन्त इति ॥ तथा षडावश्यकान्तर्गतश्रावकप्रतिक्रमणसूत्रे साक्षादेव चैत्याराधनमुक्तम् →
__ 'जावंति चेइयाई उड्डे अ अहे अतिरिअलोए अ। सव्वाइं ताइं वंदे इह संतो तत्थ संताई'। त्ति चतुश्चत्वारिंशत्तमगाथायाम्। एतच्चूर्णिर्यथा → एवं च उवासाए जिणाणं वंदणं काउं संपइ सम्मत्तविसुद्धिणिमित्तं तिलोअगयाणंसासयाऽसासयाणं (चेइयाणं) वंदणं भणइ जावंति०'। इत्थ लोओतिविहो उड्डलोओ, अहोलोओ, तिरियलोओ अ, तत्थ उड्डलोगो सोहम्मीसाणाइआ दुवालसदेवलोगा, हिट्ठिमाइया नवगविज्जा, विजयाईणि पंचाणुत्तरमाईणि, एएसु विमाणाणि पत्तेयं बत्तीसट्ठावीसाबारसअट्ठचउरो सयसहस्सा। आरेणं बंभलोआ विमाणसंखा भवे एसा'॥१॥ पंचासचत्तछच्चे व सहस्सा लंतसुक्कसहस्सारे । सयचउरो आणयपाणएसु तिनेवारणच्चुए' ॥२॥ 'इक्कारसुत्तरं हिडिमेसु सत्तुत्तरंच मज्झिमए। सयमिगं उवरिमए पंचेव य अणुत्तरविमाणा'॥३॥ सव्वग्ग०
કે ત્યાં(=પ્રતિમામાં) ભાવ નથી. છતાં પણ કારણમાં કાર્યનો ઉપચાર છે.' સમ્યભાવિત=સમ્યગ્દષ્ટિપાસે રહેલી. આવી પ્રતિમા ભાવગ્રામ છે. ઇતર=મિથ્યાત્વીપાસે રહેલી પ્રતિમા ભાવગ્રામ નથી.
શંકાઃ- સમ્યભાવિત પ્રતિમા પણ છે તો જ્ઞાનાદિભાવથી શુન્ય જ. તેથી જો પ્રસ્તુતમાં દર્શનજ્ઞાનઆદિ ભાવ ઇષ્ટ હોય, તો તેના અભાવવાળી પ્રતિમા ભાવગ્રામ શી રીતે બની શકે?
સમાધાનઃ- અલબત્ત સખ્યભાવિતપ્રતિમા પણ જ્ઞાનાદિભાવથી શૂન્ય છે, છતાં પણ તેના દર્શનથી આદ્ધમાર વગેરેની જેમ સમ્યગ્દર્શનાદિનો ઉદય થતો દેખાય છે, તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરી પ્રતિમાને ભાવગ્રામ ગણી શકાય.
શાશ્વતજિનચૈત્યવંદના વળી આવશ્યકઅંતર્ગત શ્રાવકતિક્રમણ(=વંદિત્તા સૂત્ર)માં ચેત્યઆરાધના સાક્ષાત્ દર્શાવી છે. તે આ પ્રમાણે –
ઊર્ધ્વલોક, અધોલોક અને વિષ્ણુલોકમાં જેટલા પણ ચૈત્યો છે, ત્યાં રહેલા તે ચૈત્યોને અહીં રહેલો હું વંદુ છું[ગા. ૪૪] આ ગાથાની ચૂર્ણિઆ પ્રમાણે છે – “આ પ્રમાણે શ્રાવકે જિનોને વંદન કર્યા બાદ (પૂર્વની ગાથામાં વંદામિ જિને ચકવીસ'=ચોવીસે જિનોને વંદુ છું એવો પાઠ છે.) હવે સમ્યત્વની વિશુદ્ધિ માટે ત્રણે લોકમાં રહેલા શાશ્વત-અશાશ્વત જિનચૈત્યોના વંદન બતાવે છે- “જાતિ.' ઇત્યાદિ, અહીં ત્રિવિધ લોક છે. (૧) ઊર્ધ્વલોક (૨) અધોલોક અને (૩) તિચ્છલોકઊર્ધ્વલોકમાં, સૌધર્મ-ઈશાનવગેરે બાર દેવલોક, ‘હિઠિમ વગેરે નવ રૈવેયક અને “વિજય” વગેરે પાંચ અનુત્તર વિમાની રહ્યા છે. આ દરેકમાં રહેલા વિમાનો અનુક્રમે આ પ્રમાણે છે. ૧લા દેવલોકમાં બત્રીસ લાખ, બીજા દેવલોકમાં અઠ્ઠાવીશ લાખ, ત્રીજા દેવલોકમાં બાર લાખ, ચોથા દેવલોકમાં આઠ લાખ, પાંચમાં દેવલોકમાં ચાર લાખ, છઠા દેવલોકમાં પચાસ હજાર, સાતમા દેવલોકમાં ચાલીસ હજાર, આઠમાં દેવલોકમાં છ હજાર, નવમા-દસમા (ભેગા) દેવલોકમાં ચારસો, અગ્યારમાં-બારમા (ભેગા) ત્રણસો ચાર, નીચલા ત્રણ રૈવેયકમાં (ભેગા) એકસો અગ્યાર, મધ્યમ ત્રણ રૈવેયકમાં (ભેગા) એકસો સાત, તથા ઉપલા ત્રણ ગ્રેવેયકમાં (ભેગા) એકસો અને પાંચ અનુત્તરના પાંચ. કુલ વિમાનસંખ્યા ચોર્યાસી લાખ, સત્તાણું હજાર અને ત્રેવીશ.