________________
336
પ્રતિમાશતક કાવ્ય-૬૭,
केषाञ्चित्सम्यक्त्वलाभदर्शनाद् व्यभिचार इति शङ्कनीयं, चित्रभव्यत्वपरिपाकयोग्यतया प्रतिभव्यं सम्यक्त्वहेतूनां वैचित्र्यात्, तथात्वे च कस्यचित् तीर्थकृत्, कस्यचित् गणधरः, कस्यचित् साधुः, कस्यचिजिनप्रतिमादिकमित्येवं नैयत्यात् स्वजन्यभव्यत्वपरिपाकद्वारेण व्यभिचाराभावात्, अन्यथा तीर्थकृतोऽपि सम्यक्त्वहेतवोन भवेयुस्तीर्थकरमन्तरेणापि गौतमादिबोधितानां बहूनां सम्यक्त्वलाभप्रतीतेरन्वयव्यतिरेकसिद्धश्चायमर्थोऽत एव सम्यग्दृष्टिपरिगृहीतानां तासां कार्ये कारणोपचारेण (कारणे कार्योपचारेण इति सम्यग्भाति) भावग्रामत्वमिष्यते। तदुक्तं तत्रैव → जा सम्मभावियाओ, पडिमा इयरा न भावगामो उ। भावो जइ णत्थि तहिं, नणु कारणे कजउवयारो'। [बृहत्कल्पभा० १/१११६] व्याख्या → याः सम्यग्भाविता: सम्यग्दृष्टिपरिगृहीतप्रतिमास्ता भावग्राम उच्यते, અસ્ત્રમૂંડિતમસ્તકવાળો, ભિક્ષાજીવી, ત્યક્તચારિત્રી), વ્રત(=વ્રતધારી શ્રાવક), દર્શન(=અવિરતસમ્યક્ત્વી) તથા પ્રતિમા(=જિનબિંબ) આ ભાવગ્રામ(=જ્ઞાનાદિ ત્રણના કારણો) બને.”
પૂર્વપક્ષ :- કેટલાક જીવો જિનપ્રતિમાના દર્શનાદિ વિના પણ સભ્યત્વ પ્રાપ્ત કરતા દેખાય છે. તેથી જિનપ્રતિમા “ભાવગ્રામ' તરીકે અનેકાંતિક છે.
ઉત્તરપઃ - દરેક ભવ્ય જીવનું તથાભવ્યત્વ અલગ અલગ પ્રકારનું હોય છે, આ ભવ્યત્વના પરિપાકની યોગ્યતા પણ અલગ અલગ હોય છે. તેથી ભવ્ય જીવોના સમ્યત્વની પ્રાપ્તિના હેતુઓ પણ અલગ અલગ હોય છે. જે ભવ્ય જીવનાં ભવ્યત્વનો પરિપાક જે હેતુથી થાય, તે હેતુ તેના સમ્યત્વના લાભમાં કારણ બને. તેથી જ કેટલાકના સમ્યકત્વમાં તીર્થકર, બીજા કેટલાકના સમ્યત્વમાંગણધરો, કોઇકનાસભ્યત્વમાં સાધુ, તો કેટલાકના સમ્યકત્વમાં જિનપ્રતિભાવગેરે કારણ બને છે. આ પ્રમાણે નિયતભાવ હોવાથી પ્રતિમા કેટલાકના સમ્યત્વમાં કારણ ન બને તેટલામાત્રથી અનેકાંતિક ન ગણાય, કારણ કે આ દરેક કારણ સ્વજન્યભવ્યત્વપરિપાક દ્વારા સ્વજન્યસમ્યકત્વમાં કારણ બને જ છે. સ્વ=તે-તે કારણવિશેષ. સમ્યકત્વની પ્રાપ્તિમાં ભવ્યત્વનો પરિપાક દ્વાર(=વ્યાપાર) છે. તે-તે ભાવગ્રામની હાજરીથી તેના-તેનાથી પરિપાક પામવાની યોગ્યતાવાળું ભવ્યત્વ પરિપાક પામે છે. અને ભવ્યત્વનો પરિપાક થવાથી સમ્યત્વ પ્રાપ્ત થાય છે.
(જ્યાં એક કાર્યપ્રત્યે અનેક સ્વતંત્ર કારણો ઉપલબ્ધ થતા હોય, ત્યાં તે કાર્યકારણભાવ સામાન્ય મળી શકે નહિ. તેથી ત્યાં તૂણારણિમણિન્યાયથીતે-તે કારણોને અપેક્ષીને કાર્યકારણભાવવિશેષની કલ્પના કરાય છે. જેમકે પ્રસ્તુતમાં જ, તીર્થંકરના ઉપદેશથી પ્રગટતું સમ્યકત્વ અલગ કાર્ય ગણાય, અને પ્રતિમાદર્શનથી પ્રગટતું સમ્યત્વ અલગકાર્ય ગણાય (સમ્યકત્વરૂપે કાર્ય સમાન હોવા છતાં). પ્રથમસ્થળ તીર્થકરોપદેશ અને તજન્ય સમ્યકત્વ વચ્ચે કાર્યકારણભાવ છે. દ્વિતીયસ્થળે પ્રતિમાદર્શન અને તન્ય સભ્યત્વ વચ્ચે કાર્યકારણભાવ છે. તેથી જ જૈનશાસનના પ્રત્યેક યોગ કેવળજ્ઞાનમાં કારણ છે અને પ્રત્યેક યોગમાં વર્તતા અનંતાજીવો કેવળજ્ઞાન પામ્યા વગેરે વાતો યુક્તિસંગત બની શકે છે.)
જો આમ ન માનો, તો તીર્થકરોને પણ સમ્યત્ત્વના હેતુતરીકે સ્વીકારી શકો નહિકારણ કે એવા કેટલાય જીવો છે, કે જેઓ તીર્થકર વિના પણ ગૌતમઆદિગણધરોથી બોધ પામીને સમ્યક્ત પામ્યા છે. આ કાર્યકારણભાવરૂપ અર્થ અન્વય-વ્યતિરેકથી સિદ્ધ છે. (જે હેતુથી સમ્યકત્વ પ્રાપ્ત થવાનું હોય, સખ્યત્વની પ્રાપ્તિકાળે તે હેતુ હાજર હોય જ અને તે હેતુના અભાવમાં બીજા હેતુઓની હાજરીમાં પણ સમ્યકત્વપ્રગટેનહિ. પ્રથમ સ્થળે પ્રતિમાદર્શનથી આર્તકુમારને પ્રાપ્ત થયેલું સખ્યત્વ અને દ્વિતીય સ્થળે ભગવાન સાક્ષાત્ હાજર હોવા છતાં ખેડૂતને ગૌતમસ્વામીના ઉપદેશથી પ્રાપ્ત થયેલું સમ્યત્વ દૃષ્ટાંતભૂત છે.) તેથી સમ્યગ્દષ્ટિના પરિગ્રહ(=અધિકાર)માં રહેલી જિનપ્રતિમાઓ કારણમાં કાર્યનો ઉપચાર કરીને ભાવગ્રામતરીકે માન્ય બને છે. બૃહ કલ્પભાષ્યમાં તે જ સ્થાને કહ્યું છે – “સખ્યભાવિત પ્રતિમા જ ભાવગ્રામ છે. બીજી નહિ. જો
तजन्यत्वे सति तजन्यजनकत्वं द्वारत्वं ( व्यापारत्वम्)
-
-
-
-
-
-