________________
પ્રણિધાનયુક્ત પૂજા જ મહાપૂજા
33. असणपाणखातिमसातिमं उवक्खडावेति २ ता, सुबहु पुप्फगंधवत्थमल्लालंकारं गेण्हति २ सयाओ गिहाओ निग्गच्छति २ रायगिह नगरं मझमझेणं निग्गच्छति २ ता जेणेव पुक्खरिणी तेणेव उवागच्छति २ पुक्खरिणीए तीरे सुबहु पुप्फ जाव मल्लालंकारं ठवेइ २ पुक्खरिणीं ओगाहइ २ जलमज्जणं करेति २ ण्हाया कयबलिकम्मा उल्लपडसाडिगा जाइंतत्थ उप्पलाई जाव सहस्सपत्ताइंताइंगिण्हइ २ पुक्खरिणीओ पच्चोरुहइ २ तंसुबहुंपुप्फगंधमलं गेण्हति २ जेणामेव णागघरए य जाव वेसमणघरए य तेणेव उवागच्छति २ तत्थ णं नागपडिमाण य जाव वेसमणपडिमाण य आलोए पणामं करेइ। ईसिं पच्चुन्नमइ २ लोमहत्थगंपरामुसइ २ नागपडिमाओय जाव वेसमणपडिमाओ य लोमहत्थेणं पमज्जति २ उदगधाराए अब्भुक्खेत्ति २ पम्हलसुकुमालाए गंधकासाईए गायाइं लूहेइ २ महरिहं वत्थारुहणं च मल्लरुहणं च गंधारुहणं च चुन्नारुहणं च वन्नारुहणं च करेइ २ जाव धूवं डहति २ जानुपायपडिया पंजलिउडा एवं वदासी- जइ णं अहं दारगंवा दारिगं वा पयायामि तो णं अहं जायं च जाव अणुवढेमिति कट्ट उवातियं करेति २ जेणेव पोक्खरिणी तेणेव उवागच्छति २ विपुलं असणं ४ आसाएमाणी जाव विहरति॥ ખાદિમ-સ્વાદિમ સામગ્રીઓ બનાવડાવી. આહારઆદિ સામગ્રી અને ઘણા પુષ્પ-વસ્ત્ર-ગંધચૂર્ણ-પુષ્પમાળા તથા અલંકારો ગ્રહણ કરી ઘરેથી નીકળી રાજગૃહી નગરીના મધ્યભાગમાંથી નીકળી વાવડી પાસે આવી. વાવડીના કિનારે પુષ્પવગેરે સામગ્રી મૂકી તે ભદ્રાએ વાવડીમાં ઉતરી સ્નાન કર્યું જલક્રીડા અને સ્નાન પતાવી બલિકર્મવગેરે કરી વસ્ત્રવગેરે ધારણ કરી તે વાવડીમાં ઉગેલા ઉત્પલ, શતપત્ર, સહસ્ત્રપત્ર વગેરે કમળો ગ્રહણ કર્યા. પછી વાવડીમાંથી બહાર નીકળી તે ભદ્રા સાર્થવાહીત્યાં રાખેલા પુષ્પવગેરે ગ્રહણ કરી ત્યાં રહેલા નાગગૃહ યાવત્ વૈશ્રમણગૃહમાં ગઇ. ત્યાં જઇ નાગની પ્રતિમા યાવતુ વૈશ્રમણની પ્રતિભાવગેરે પ્રતિમાના દર્શનમાત્રથી પ્રણામ કર્યા. થોડી નમી નમસ્કાર કર્યા. પછી ઊભા થઇ મોરપીંછ લઇ નાગવગેરેની પ્રતિમાઓનું પ્રમાર્જન કર્યું. પછી એ પ્રતિમાઓને પાણીથી સ્નાન કરાવ્યું. ત્યારબાદ રૂંવાટાવાળા કોમળ સુગંધી વસ્ત્રથી પ્રતિમાના અંગો લૂછી નાખ્યા. પછી તે ભદ્રાએ પ્રતિમાપર મહામૂલ્યવાળા વસ્ત્ર, માળા, ગંધચૂર્ણ, પંચવર્ણના પુષ્પવગેરે ચડાવી ધૂપ કર્યો. પછી ઘૂંટણિયે પડી હાથ જોડી પ્રાર્થના કરી “જો મને પુત્ર કે પુત્રી થાય, તો યાગ=પૂજા વગેરે સ્થાવત્ દેવકુલનો ઉદ્ધાર કરીશ.” આ પ્રમાણે ઉપયાચના=પ્રાર્થના કરી વાવડી પાસે આવી - વિપુલઆહારવગેરેનું ભોજન કર્યું.
પ્રણિધાનયુક્ત પૂજ જ મહાપૂજા દ્રોપદીને પણ જો આવી કો’ક શ્રેષ્ઠ વર પ્રાખ્યાદિરૂપ આલૌકિક ઇચ્છા હોત, તો તે પણ લોકને અનુસાર કામદેવવગેરેની પૂજા કરત. અથવા જિનપ્રતિમાપર શ્રદ્ધા બળવત્તર હોઇ, પ્રતિમાપૂજા કર્યા પછી આવી કો'ક શ્રેષ્ઠવઅદાનની પ્રાર્થના કરી હોત. પણ દ્રોપદીએ મિથ્યાત્વી દેવને તો પૂજ્યા જ નથી. પણ જિનપ્રતિમાઓની પૂજા કર્યા પછી પણ આવી કોઇ યાચના કરી હોય, એવી વાત સંભળાતી નથી. બલ્ક ભગવાનની ભક્તિ કર્યા પછી (શક્રસ્તવગત) “જિણાાં જાવયાણં' વગેરે પદોથી હકીકતમાં તો ભગવાનના અલોકિક ગુણોના પ્રણિધાનપુષ્પોથી હૃદયસિંહાસનને સુરમ્ય બનાવ્યું છે અને જેના હૃદયમાં ભગવાનના સંસારતારક ગુણોનું પ્રણિધાન હોય, તે સંસારમાં ડુબવાના પ્રથમ પગથિયારૂપ ભોગસુખના સાધનની માંગણી ન કરે. આ બધી બાબતોથી ભદ્રાવગેરેએ આલોકના હેતુથી મિથ્યાત્વી દેવોની કરેલી પૂજાથી દ્રોપદીએ સુપ્રણિધાનથી નિરાશસભાવે વીતરાગદેવની કરેલી પૂજામાં ઘણો ભેદ છે. ઘણી વિશિષ્ટતા છે.” એ વાત કયા સુજ્ઞના લક્ષમાં ન આવે? પરમાર્થથી તોદ્રૌપદીની પૂજા માત્ર પૂજા નહતી પણ મહાપૂજા હતી. કારણ કે ભગવદ્ગુણોના પ્રણિધાનથી સભર હતી. શાસ્ત્રરૂપ દહિંના મંથનથી પ્રાપ્ત થયેલું નવનીત