________________
333
શ્રી સિદ્ધાર્થ રાજાત જિનાર્ચા सिद्धार्थराज आदिमाङ्गविदित:-आचाराङ्गप्रसिद्धः श्राद्धः-श्रीपार्थापत्यीयः श्रमणोपासको जिनार्चा विनाऽन्यं लोकप्रसिद्धं यागं न कुर्यात्, यतः व्रतभृतां कुशास्त्रस्थितिस्त्याज्याऽन्यश्च याग: कुशास्त्रीय इति॥
कल्पसूत्रपाठो यथा → 'तए णं सिद्धत्थे राया दसाहिआए ठिइवडियाए वट्टमाणीए सइए अ साहस्सिए अ, सयसाहस्सिए अ जाए अ दाए अ भाए अ दलमाणे य दवावेमाणे अ सइए साहस्सिए अ लंभेमाणे अ पडिच्छमाणे अपडिच्छावेमाणे य एवं च णं विहरइ। [सू. १०३] व्याख्या → दशाहिकायां दशदिवसमानायां स्थितौ कुलमर्यादायां पतितायां गतायां पुत्रजन्मोत्सवप्रक्रियायां तस्यां वर्तमानायां शतिकान्-शतपरिमाणान्, साहस्रिकान्सहस्रपरिमाणान्, शतसाहस्रिकान्-लक्षप्रमाणान् यागान् देवपूजाः, दायान् पर्वदिवसादौ दानादीन्, लब्धद्रविणभागान् ददत् दापयन्, लाभान् प्रतीच्छन्-गृह्णन्, प्रतिग्राहयन् विहरन्नास्ते। एवं श्रीसिद्धार्थनृपेण परमश्राद्धेन देवपूजा कृता चेदन्येषां कथं न कर्त्तव्या ? तस्य श्रमणोपासकत्वे आचारालापकश्चायं → समणस्स णं भगवओ महावीरस्स अम्मापिउरो पासावचिज्जा समणोवासगा आवि होत्था। तेणंबहुइं वासाइंसमणोवासगपरियागं पालयित्ता छण्णं जीवनिकायाणं सारक्खणनिमित्तं आलोइत्ता, णिदित्ता, गरिहित्ता, पडिक्कमित्ता, अहारिहं उत्तरगुणं पायच्छित्तं पडिवजित्ता कुससंथारं दुरूहित्ता भत्तं पच्चक्खायंति, २ अपच्छिमाए मारणंतियाए હતા. દ્રોપદીના ચરિત્રથી જિનપ્રતિમાપૂજાને સમર્થન મળતું હોવાથી આ યાગો પણ જિનપ્રતિમાપૂજારૂપ સમજવાનો જ અવકાશ છે.
પ્રતિમાલોપકઃ- “શું' ધાતુપરથી ભાગ’ શબ્દ બન્યો છે. આ ય” ધાતુ પૂજા' અર્થની જેમ યજ્ઞના અર્થમાં પણ વપરાય છે. તેથી શું એમ ન બની શકે કે સિદ્ધાર્થ રાજાએ કરેલા આ યાગો કાં તો બ્રાહ્મણોને માન્ય થશરૂપ હોય, કાં તો કુલના આચારને અનુરૂપ ગોત્રદેવતાની પૂજારૂપ હોય?
ઉત્તર૫ક્ષ - આવી વિપરીત કલ્પના કરવાનો ત્યારે તો કોઇ અવકાશ જ નથી-જ્યારે આચારાંગ સૂત્રમાં શ્રી સિદ્ધાર્થ રાજાનો શ્રાવકતરીકે ઉલ્લેખ મળતો હોય. આચારાંગ સૂત્રમાં શ્રી સિદ્ધાર્થ રાજાનો પાર્શ્વનાથ ભગવાનની શાસનપરંપરાના શ્રાવકતરીકે નિર્દેશ છે. આવો વ્રતધર શ્રાવક લોકમાન્ય ગોત્રદેવતાની પૂજારૂપ યાગ કે બ્રાહ્મણોના કુશાસ્ત્રના આચારરૂપ યશ યાગ કરે નહિ. તથા શ્રાવકઅવસ્થામાં જિનપ્રતિમાપૂજારૂપ યાગ કરણીય તરીકે દ્રૌપદીના દૃષ્ટાંતથી સુપ્રસિદ્ધ છે. આમ દ્રૌપદીના દૃષ્ટાંતથી અને પારિશેષન્યાયથી સિદ્ધ થાય છે કે સિદ્ધાર્થ રાજાએ કરેલા યાગો જિનપ્રતિમાપૂજારૂપ જ હતા. આ બાબતમાં કલ્પસૂત્રનો પાઠ આ પ્રમાણે છે –
‘ત્યારે દશ દિવસના પ્રમાણવાળી (પુત્રજન્મ મહોત્સવ સંબંધી) થઇ રહેલી કુલમર્યાદાના કાળે તે સિદ્ધાર્થ ચા સેકડો, હજારો અને લાખોના પ્રમાણમાં યાગા=જિનપ્રતિમાની પૂજા) કરાવી રહ્યા હતા. તથા (પર્વદિવસવગેરે વખતે) યાચકોને દાન તથા મળેલા દ્રવ્યના ભાગ પોતે આપતા હતા અને બીજાઓ પાસે અપાવતા હતા. તથા (ભેટણાંવગેરેરૂપ) મળતા લાભો ગ્રહણ કરતા હતાં અને બીજા પાસે ગ્રહણ કરાવતા હતા.” આમ જો પરમ શ્રાવક શ્રી સિદ્ધાર્થ રાજાએ જિનપ્રતિમાપૂજન કર્યું હોય તો બીજાઓએ શા માટે જિનપૂજા કરવી ન જોઇએ? શ્રી સિદ્ધાર્થ રાજ શ્રાવક હતા તે દર્શાવતો આચારાંગનો આલાપક આ પ્રમાણે છે –
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના માતાપિતા શ્રી પાર્શ્વનાથ ભગવાનના સંતાનીય શ્રાવકો હતા. તે બન્નેએ ઘણા વર્ષો સુધી શ્રાવકપર્યાયનું પાલન કરી છજીવનિકાયના સંરક્ષણનિમિત્તક પાપની આલોચના, નિંદા, ગઈ, પ્રતિક્રમણ કરી તથા યથાયોગ્ય ઉત્તરગુણપ્રાયશ્ચિત્ત સ્વીકારી ઘાસના સંથારાપર બેસી “ભણત્યાખ્યાન”