________________
32)
દ્વિીપદીક્તપૂજા નિરાશસભાવની पाठा.)र्यकरण इव दोषाभावात्। 'पूजाद्यनन्तरमेव तया सम्यक्त्वं लब्धमि'त्यपि सूत्राक्षरदर्शनं विना ध्यान्ध्यकरणमात्रम्। न च निदानफलभोगान्तरमेव तस्या देशविरतिसम्भव इत्यपि सुवचनं, तत्प्रतिबन्धकत्वे तस्य पार्यन्तिकफलं विना कृष्णादेरिव तज्जन्मन्येव विरतिलाभासम्भवादिति यत्किञ्चिदेतत् ॥६५॥ प्रतिबन्धा ऐहिकार्थत्वं द्रौपदीकृतपूजाया निरस्यति
तत्पाणिग्रहणोत्सवे कृतमिति प्रौढ्या प्रमाणं न चेत्,
स्वःसन्निर्मितवन्दनादिकमपि स्थित्युत्सवे किं तथा। क्लिष्टेच्छाविरहो द्वयोरपि समस्तुल्यश्च भक्तेर्गुणो,
नागादिप्रतिमार्चनादिह खलु व्यक्ता विशेषप्रथा ॥६६॥ (दंडान्वयः→ तत् पाणिग्रहणोत्सवे प्रौढ्या कृतमिति चेत् न प्रमाणम्, (तदा) स्थित्युत्सवे स्व:सनिर्मितं वन्दनादिकमपि किं तथा। द्वयोरपि क्लिष्टेच्छाविरहः समः भक्तेर्गुणश्च तुल्यः (यतः) नागादिप्रतिमार्चनादिह खलु વિશેષuથા વ્યl II) પૂજાદિત્યો દોષરૂપ બનતા નથી.
પ્રતિમાલપક - શું એમ બન્યું ન હોય, કે દ્રૌપદીને પૂજાઆદિ કર્યા બાદ સમ્યત્વ પ્રાપ્ત થયું હોય?
ઉત્તરપરા - સૂત્રના સાક્ષાત્ અક્ષર વિના કરેલી આવી યથેચ્છ કલ્પનાઓથી માત્ર બુદ્ધિ બહેર મારી જાય. એ સિવાય અન્ય કંઇ ન થાય.
પ્રતિમાલોપક:- દ્રૌપદીએ પૂર્વભવમાં પાંચ પતિ મળે એવા અર્થવાળું નિદાન કર્યું હતું. જ્યાં સુધી આ નિદાનનું ફળ મળે, ત્યાં સુધી તે દેશવિરતિ પ્રાપ્ત કરી શકે નહિ, કારણ કે ગુણપ્રાપ્તિમાં નિદાન પ્રતિબંધક છે. તેથી
સ્વયંવરમાં પાંચ પાંડવો પતિતરીકે પ્રાપ્ત કર્યા પછી જ દ્રૌપદીને દેશવિરતિની પ્રાપ્તિ થઇ હોવી જોઇએ, કારણ કે તે પહેલા નિદાનનું ફળ મળ્યું નથી. તેથી દ્રૌપદીએ વિવાહની પૂર્વે કરેલી પૂજા શ્રાવિકાઅવસ્થાની પૂજારૂપ નથી.
ઉત્તર૫ણ - જો નિદાન વિશિષ્ટ ગુણની પ્રાપ્તિમાં પ્રતિબંધક હોત, તો જ્યાં સુધી એ નિદાનનું છેવટનું ફળ ન મળે, ત્યાં સુધી દ્રૌપદી વિરતિની પ્રાપ્તિ કરી શક્યું નહિ. કૃષ્ણ મહારાજાએ નિદાન કર્યું હતું અને એ નિદાન પ્રતિબંધક હતું. તો વાસુદેવપણાના પ્રથમ ફળ પછી પણ તેભવમાં તેમને વિરતિની પ્રાપ્તિના થઇ. પરંતુએનિદાનના નારકઆદિ છેવટના ફળ ભોગવ્યા પછી જ વિરતિવગેરેને પ્રાપ્ત કરી શકશે. જ્યારે દ્રૌપદીને તો નિદાનના નારકાદિ પાર્વતિક ફળ ભોગવ્યા વિના જ તે જ ભવમાં સર્વવિરતિ ચારિત્રધર્મની પણ પ્રાપ્તિ થઇ ગઇ. આમ નક્કી થાય છે કે દ્રૌપદીને વિરતિધર્મની પ્રાપ્તિમાં નિદાન પ્રતિબંધક ન હતું. તેથી વિવાહની પૂર્વઅવસ્થામાં પણ નિદાન બાધક ન હોવાથી તેને શ્રાવિકાતરીકે સ્વીકારવામાં કોઇ દોષ નથી. આમ દ્રિૌપદીએ શ્રાવિકાઅવસ્થામાં જિનપ્રતિમા-પૂજા કરેલી તેમ સિદ્ધ થાય છે. | ૬પો.
દ્રોપદીએ કરેલી પૂજા આલોકના હેતુથી હતી એવી પૂર્વપક્ષની આશંકાને પ્રતિબંદી તર્ક દ્વારા નિર્મૂળ કરે
દ્રોપદીકૃતપૂજા નિરાશંસભાવની કાવ્યા - દ્રોપદીએ જિનપ્રતિમાની પૂજા પાણિગ્રહણના ઉત્સવમાં ઉત્સુકતાથી કરી હતી, તેથી જો એ પ્રમાણ નથી; તો કલ્પ-ઉત્સવવગેરે વખતે સૂર્યાભવગેરે દેવોએ કરેલા વંદનવગેરે પણ અપ્રમાણભૂત કેમ નહિ?