________________
પ્રતિમાશતક કાવ્ય ૬૫
324
वन्दते चैत्यवन्दनविधिना प्रसिद्धेन, नमस्यति पश्चात् प्रणिधानयोगेनेति वृद्धाः ।
न च द्रौपद्याः प्रणिपातदण्डकमात्रं चैत्यवन्दनमभिहितं सूत्रे इति सूत्रप्रामाण्यादन्यस्यापि श्रावकादेस्तावदेव तदिति मन्तव्यं चरितानुवादत्वादस्य । न च चरितानुवादवचनानि विधिनिषेधसाधकानि भवन्ति, अन्यथा सूर्याभादिदेववक्तव्यतायां बहूनां शस्त्रादिवस्तूनामर्चनं श्रूयत इति तदपि विधेयं स्यात् । किञ्चाविरतानां प्रणिपातदण्डकमात्रमपि चैत्यवन्दनं सम्भाव्यते, यतो वन्दते नमस्यतीति पदद्वयस्य वृद्धान्तरव्याख्यानमेवमुपदर्शितं जीवाभिगमवृत्तिकृता विरतिमतामेव प्रसिद्धचैत्यवन्दनविधिर्भवति, अन्येषां तथाभ्युपगमपुरस्सरं कायोत्सर्गासिद्धेः; ततो वन्दते सामान्येन, नमस्करोति आशयवृद्धेः प्रीत्युत्थानरूपनमस्कारेणेति । किञ्च समणेण य सावयेण य अवस्सं कायव्वं हवइ जम्हा। अंतो अहोणिसिस्स य तम्हा आवस्सयं णाम' ॥ [ अनु० सू० २९, गा० ३] तथा → 'जंणं समणो वा समणी वा सावयो वा साविया वा तच्चित्ते, तम्मणे, तल्लेस्से उभओ कालं आवस्सये चिट्ठति तत्तं लोउत्तरियं भावावस्सयं [सू० २८] इत्यादेरनुयोगद्वारवचनात् । तथा 'सम्यग्दर्शनसम्पन्नः प्रवचनभक्तिमान् षड्विधावश्यकनिरतः षट्स्थानकयुक्तश्च श्रावको भवति' इत्युमास्वातिवाचकवचनाच्च श्रावकस्य षड्विधावश्यकस्य सिद्धावावश्यकान्तर्गतं प्रसिद्धं चैत्यवन्दनं सिद्धमेव भवतीति वृत्तौ ।
શ્રાવકને કાઉસ્સગ્ગપર્યંત ચૈત્યવંદન કરણીય
શંકા ઃ- અહીં સૂત્રમાં દ્રૌપદીના ચૈત્યવંદનને પ્રણિપાતદંડક સુધી જ બતાવ્યું છે. તેથી આ સૂત્રના પ્રમાણથી સિદ્ધ થાય છે કે, શ્રાવકોની ચૈત્યવંદનવિધિ આટલી જ છે.
સમાધાન :- આ ચૈત્યવંદનવિધિસૂચક સૂત્રરૂપ નથી. પરંતુ દ્રૌપદીચરિત્રનું અનુવાદસૂત્ર છે.
શંકા – ભલેને આ સૂત્ર ચરિત્રાનુવાદપરક હોય, તો પણ તેમાં કરેલા વિધાનથી વિધિ કે નિષેધનું સૂચન તો થઇ શકે છે.
:
સમાધાન – ચરિત્રાનુવાદપરક સૂત્રો વિધિનિષેધની દિશા દેખાડવા સમર્થ નથી. જો ચરિત્રાનુવાદસૂત્રોના આધારે વિધિ-નિષેધ નક્કી કરવા જશો, તો સૂર્યાભદેવવગેરેના ચરિત્રાનુવાદોમાં તો સૂર્યાભવગેરેએ શસ્ત્રવગેરે ઘણી વસ્તુઓની પૂજા કરેલી સંભળાય છે– આ બધી પૂજાઓ પણ વિધિરૂપ સમજી લેવાની આપત્તિ આવશે. વળી, અવિરત જીવોમાટેની ચૈત્યવંદનવિધિ પ્રણિપાતદંડક સુધી જ હોય, તેમ સંભવી શકે છે. કારણ કે જીવાભિગમ સૂત્રના ટીકાકારે ‘વંદન અને નમસ્કાર' પદનો વૃદ્ધોએ કરેલો પૂર્વોક્ત અર્થ બતાવ્યા પછી અન્યવૃદ્ધકૃત વ્યાખ્યાન આ પ્રમાણે દર્શાવ્યું છે → માત્ર વિરતિધરને જ પ્રસિદ્ધ ચૈત્યવંદનવિધિ હોય છે. બીજાઓને(=અવિરતિધરોને) તેવા પ્રકારની સ્વીકૃતિપૂર્વક(=પ્રતિજ્ઞાપૂર્વક) કાઉસ્સગ્ગ સંભવે નહિ. તેથી તેઓને ત્યાં સુધીનું પ્રસિદ્ધ ચૈત્યવંદન સંભવે નહિ. તેથી પ્રસ્તુતમાં ‘વંદન’ પદનો અર્થ ‘સામાન્યનમસ્કાર’ કરવો અને તે નમસ્કારથી શુભભાવની વૃદ્ધિ થવાથી જે પ્રીતિ ઉત્થાન થાય છે, તે ‘નમસ્કાર’ પદના અર્થરૂપ છે. આમ અવિરતને માત્ર પ્રણિપાતદંડક સુધી જ ચૈત્યવંદન હોય, તેમ સંભવી શકે; પણ શ્રાવક દેશવિરત હોવાથી પ્રતિજ્ઞાપૂર્વક કાઉસ્સગ્ગ કરવા સમર્થ છે.
વળી, ‘સાધુ અને શ્રાવકે અહોરાત્રમાં (અર્થાત્ દરરોજ) અવશ્ય કરણીય હોવાથી તેનું ‘આવશ્યક’ નામ છે.’ આમ સાધુના ભેગા શ્રાવકને પણ છ આવશ્યક અવશ્ય કરણીય બતાવ્યા. તથા ‘સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, તે-તે આવશ્યકમાં જ ચિત્ત પરોવી, મનને સ્થાપી, લેશ્યા રાખી, ઉભયકાળ(સવાર-સાંજ) જે આવશ્યકમાં રહ્યા હોય, તે આવશ્યક લોકોત્તર ભાવ આવશ્યક છે.’ ઇત્યાદિ અનુયોગદ્વારના વચનો પણ શ્રાવકને ષડાવશ્યકના