________________
આલોચનાઅઈનો ક્રમ
3])
क्रियमाणत्वात्, एवमालोचनार्हस्यापि निमित्तं प्रतिसेवमान आसेवनशिक्षायास्तत्समीपे क्रियमाणत्वात्। एतदेव स्पष्टतरं भावयन्नाह-'दुविहासतीए तेसिं, आहारादि करेइ सव्वेसिं। पणहाणीए जयंतो, अत्तट्ठाए वि एमेव'। [व्यव० सू. उ. १, गा. ९६१] 'दुविहासइ त्ति'। तेषां पार्श्वस्थादीनां कार्याकरणतः स्वरूपतश्च द्विविधे परिवाराभावे सति, से'-तस्यालोचनार्हस्याहारादिकं सर्वं कल्पिकमकल्पिकं वा यतनया करोति-उत्पादयति पञ्चकहान्या उपलक्षणाद्दशादिहान्यापि यतमानो न केवलमालोचनार्थिं, कारणे समुत्पन्ने आत्मार्थमप्येवमेव यतमान: शुद्धः । अथाग्रे तस्याप्यभावे यत्रैव सम्यग्भावितानि जिनवचनवासितान्त:करणानि दैवतानि पश्यति, तत्र गत्वा तेषामन्तिके आलोचयेत् । दैवतानि हि भृगुकच्छगुणशिलादौ भगवत्समवसरणेऽनेकशी विधीयमानानि शोधिकारणानि दृष्ट्वा विशोधिदानसमर्थानि भवन्ति, महाविदेहेषु गत्वा तीर्थकरानापृच्छ्य वाऽष्टमेनाकम्प्य तत्पुरत आलोचयेत्। तासामपि देवतानामभावेऽहत्प्रतिमानां पुरतः स्वप्रायश्चित्तदानकुशल आलोचयति, ततः स्वयमेव प्रतिपद्यते प्रायश्चित्तम् । तासामप्यभावे ग्रामादेर्बहिः प्राचीनादिदिगभिमुख: करतलाभ्यां प्रगृहीतस्तं तथा, शिरसावर्तो यस्य तमलुक्समासः। अञ्जलिं कृत्वैवं वदेत्-‘एतावन्तो मेऽपराधा एतावत्कृत्वोऽहमपराद्धः' एवमर्हतां सिद्धानामन्तिके પોતાનામાટે પણ સમજવું.” (ગા. ૯૬૧] “વિકાસ” તે પાર્થસ્થવગેરેના પરિવારનો બે પ્રકારે અભાવ હોય. (૧) પરિવાર હોવા છતાં વૈયાવચ્ચ વગેરે ન કરવાથી કાર્યઅકરણરૂપે અભાવ અને (૨) સ્વરૂપથી જ પરિવારનો અભાવ હોય. તો સાધુ પોતે પાર્શ્વસ્થવગેરેના કલ્પિક કે અકલ્પિક આહારઆદિ પંચક હાનિથી (ઉપલક્ષણથી દશક હાનિવગેરે. આ પ્રાયશ્ચિત્તના ગૂઢ સંક્તિ છે.) જયણાપૂર્વકલાવે. માત્ર પાર્થસ્થવગેરેના આહાર નહિ, પણ કારણવિશેષ ઉત્પન્ન થાય તો પોતાના માટે પણ ઉપરોક્ત જયણાથી અશુદ્ધ આહાર લાવે તો સાધુને દોષ લાગતો નથી. (પંચકહાનિ - ઓછા- ઓછા દોષવાળા આહારઆદિમેળવવા પ્રયત્ન કરવો. પહેલા જઘન્યદોષવાળા આહારમાટે ઉદ્યમ કરવો. તેના મળે તો તેના કરતાં કંઇક વધુ અશુદ્ધ દોષવાળા આહારઅંગે પ્રયત્ન કરવો ઇત્યાદિ તાત્પર્યર્થ છે.) આ પ્રમાણે પાર્શ્વસ્થવગેરેપાસે આલોચના કરવાની હોય તો તે કરવાની વિધિ બતાવી. હવે જો બહુશ્રુત પાર્શ્વસ્થવગેરેનો પણ અભાવ હોય, તો જ્યાંસમ્યભાવિતજિનવચનથી પરિણતચિત્તવાળા દેવતા હોય, ત્યાં જઇ તેમની પાસે આલોચના કરવી.
શંકા - સમ્યભાવિત હોવા છતાં દેવતાને પ્રાયશ્ચિત્ત સંબંધીના છેદસૂત્રોનું જ્ઞાન ક્યાંથી હોય કે જેથી તેમની આગળ આલોચના કરી શકાય? જો પ્રાયશ્ચિત્ત સંબંધી જ્ઞાન વિનાના પાસે છેવટે આલોચના કરી શકાતી હોય, તો પછી દેવતાને બદલે અગીતાર્થસંયતપાસે આલોચના કરવી વધુ સારી છે, કારણ કે દેવતારૂપ અસંયતનું અદ્ભુત્થાન કરવા કરતાં સંયતનું અદ્ભુત્થાન કરવું વધુ સારું છે.
સમાધાન - છેદગ્રંથો નહિ ભણેલા અગીતાર્થપાસે આલોચના કરવાનો સ્પષ્ટ નિષેધ છે, કારણ કે તેમાં બન્ને પક્ષે ઘણા દોષો રહેલા છે. તેથી એ હેતુથી જ છેવટે આત્મસાક્ષિક આલોચના કરવાનું કહ્યું છે, પણ અગીતાર્થપાસે આલોચના કરવાનું કહ્યું નથી. (દેવતાપાસે શા માટે આલોચના કરવાની છે? તેનો હેતુ ટીકામાં બતાવે છે) ભરૂચ, ગુણશિલચૈત્યવગેરે સ્થળે રહેલા દેવોની હાજરીમાં ત્યાં સમવસરેલા ભગવાન પાસે અનેકવાર ઘણા સાધુભગવંતોવડે કરાતી આલોચના અને ભગવાન વડે બતાવાયેલા તે-તે અતિચારની શુદ્ધિ કરનારા પ્રાયશ્ચિત્તોને જોઇ તેનાથી ભાવિત થયેલા દેવો અતિચારની વિશુદ્ધિ કરી શકતા પ્રાયશ્ચિત્ત દેવામાં સમર્થ બને છે. અથવા તો દેવ મહાવિદેહમાં જઇ વિચરતા તીર્થકરોને પૂછી પ્રાયશ્ચિત્ત આપી શકે. તેથી અઠમતપ કરી દેવને પ્રત્યક્ષ કરી તેની આગળ આલોચના કરવી. આવા દેવોના અભાવમાં સ્વયં પ્રાયશ્ચિત્ત દેવાની વિધિના જ્ઞાનમાં કુશળ સાધુએ જિનપ્રતિમા આગળ આલોચના કરવી. પછી માયા વિનાના ભાવથી પોતાની મેળે જ પ્રાયશ્ચિત્ત લઇ લેવું. જિનપ્રતિમાના પણ અભાવમાં