________________
ક્રમપ્રાણપ્રતિમાસમક્ષ આલોચનાદાનની શાસ્ત્રાર્થતા
321 पारिशेष्येण ग्रहान्न प्रतिमास्पृश इति तदस्पृश्यास्पर्शस्य भूषणत्वान्न दूषणमालोचनादानार्हस्य गीतार्थस्यासम्भवेऽध्यात्मशुद्धये प्रतिमाश्रयणस्यैव शास्त्रार्थत्वाद्। अर्हत्सिद्धपुरस्कारस्य कथमिदमुत्सर्गतामवलम्बतामिति चेत् ? पश्चात्कृताद्याश्रयणमपि कथमिति स्वयमेव विभावय । वक्तृविशेषत्वादिति चेत् ? सद्भावासद्भावाभ्याએકવાર પણ સંયમ ગ્રહણ નથી કર્યું - તેવા શ્રાવકનો નિર્દેશ નથી. આ જ સૂચવે છે કે ગૃહસ્થને આગમો અને એમાં પણ છેદસૂત્ર ભણવાનો અધિકાર નથી - તેથી પ્રાયશ્ચિત્તઆદિના જ્ઞાન વિના પ્રાયશ્ચિત્ત આપવાનો અધિકાર પણ નથી. પશ્ચાત્કૃતવગેરે પણ પૂર્વે ચારિત્ર અવસ્થામાં આ ગ્રંથોના અભ્યાસઆદિથી પ્રાયશ્ચિત્તઆદિમાં કુશળ હોવાથી જ છેવટના અધિકારી તરીકે નિર્દિષ્ટ છે. ઇત્યાદિ અનેકદૃષ્ટિથી વિચારતા દીવા જેવી સ્પષ્ટ વાત ઉપલબ્ધ થાય છે કે (૧) ગૃહસ્થને છેદસૂત્રો ભણવાનો અધિકાર નથી. (૨) પશ્ચાક્તાદિને છોડી ગૃહસ્થ પાસે આલોચના કરી શકાય નહિ, અને તેઓ પ્રાયશ્ચિત્ત આપી શકે નહિ(૩) અગીતાર્થ સાધુ પાસે પણ આલોચના કરવી નહિ. કારણકે આ ત્રણે સ્થળે લાભને બદલે નુકસાન છે. તેથી જ ગીતાર્થના અભાવમાં આલોચનાઈતરીકે પ્રતિમા હજી માન્ય છે, પણ અગીતાર્થ તો નહિ જ... આ શાસ્ત્રાર્થ છે.).
પ્રતિમાલપક - જો અરિહંત-સિદ્ધની માનસિક કલ્પના કરી તેઓ આગળ આલોચના કરી શકાતી હોય, તો પ્રતિમાનો આશ્રય કરવામાં આ ઉત્સર્ગ - શાસ્ત્રાર્થ શી રીતે યોગ્ય ઠરશે? કારણ કે પ્રતિમાના આશ્રયથી પણ અંતે તો અરિહંતની જ કલ્પના કરવાની છે ને!
ઉત્તર૫ક્ષ - એમ, તો પશ્ચાત્કૃતવગેરે પાસે પણ આલોચના કરવી યોગ્ય નહિ કરે. કેમકે તે બધા અવિરતો આગળ આલોચના કરવા કરતા અરિહંત આગળ આલોચના કરવામાં જ વધુ ડહાપણ છે.
પ્રતિમાલપક - બાળક જેવા જીદ્દી તમે ખોટી દલીલ કરો છો. અરિહંતની તો માત્ર કલ્પના છે. ત્યાં પ્રાયશ્ચિત્ત દેનાર કોઇ વક્તા નથી. સ્વયં પ્રાયશ્ચિત્ત લેવાનું છે. જ્યારે પશ્ચાત્કૃતવગેરેમાં તો સામે પ્રાયશ્ચિત્ત દેનાર વક્તા હાજર છે. તેથી શુદ્ધિનો વધુ સંભવ છે. માટે જ તેઓ આશ્રયણીય છે.
ઉત્તરપક્ષ - સત્યાર્થગવેષક અમે જીદ નથી કરતા, પણ તમને અજ્ઞાનઅંધકારમાં અથડાવાથી બચાવવા માંગીએ છીએ. જુઓ, જેમ વક્તાવિશેષની હાજરી શુદ્ધિવિશેષમાં કારણ હોવાથી આશ્રયણીય બને છે, તેમ સદ્ધાવસ્થાપના પણ શુદ્ધિવિશેષમાં કારણ હોવાથી જ આશ્રયણીય છે. પ્રતિમા પરમાત્માની સદ્ધાવસ્થાપનારૂપ છે. તેના અભાવમાં પરમાત્માને માત્ર મનથી ધારી લેવામાં પરમાત્માની અસદ્ધાવસ્થાપના છે. અને એ સહજ છે કે સદ્ધાવસ્થાપનાના દર્શનથી સ્મૃતિ જેટલી જોરદાર બને, અને ભાવમાં જેટલી તરતમતા આવે, તેટલી જોરદાર સ્મૃતિ કે ભાવમાં તેટલી તરતમતા અસદ્ધાવસ્થાપનાથી ન આવે.
તાત્પર્ય - પ્રતિમાના આલંબનથી પરમાત્માની સ્મૃતિ થવી કે તે સ્મૃતિ દ્વારા ભાવમાં વૃદ્ધિ થવી જેટલી સહજ છે, તેટલી સ્મૃતિ કે ભાવવૃદ્ધિની સહજતા આલંબનના અભાવમાં નથી. તેથી જ પશ્ચાદ્ભૂતઆદિની જેમ પ્રતિમા પણ શરણીય છે.
પ્રતિમાલપક - આમ પ્રતિમાને આલોચના સિદ્ધ કરવાના ઉત્સાહમાં તમે વિવેકભ્રષ્ટ થયા છો, કારણ કે આમ કરીને તમે જ પશ્ચાદ્ભૂતાદિની પછી પ્રતિમાનો નંબર ગોઠવી તેનું અવમૂલ્યાંકન કર્યું છે. આલોચનામાટે પશ્ચાદ્ભૂતાદિની પણ પછી પ્રતિમાને આશ્રયણીય બતાવી તમે તેની પશ્ચાદ્ભૂતાદિ કરતા પણ જઘન્યતા સિદ્ધ કરી દેખાડી!
ઉત્તરપલ - બોલના તોલને સમજેલાઓ આમ વિચાર વિનાનું બોલે નહિ. જો આલોચના તરીકે પશ્ચાદ્ભૂતઆદિની પછી પ્રતિમાનો નંબર હોવામાત્રથી પ્રતિમા જઘન્ય બની જતી હોય, તો સૌથી છેલ્લો નંબર અરિહંત -સિદ્ધોનો છે. તેથી તમે તેમને કેવા ગણશો એની તો કલ્પના પણ કંપાવનારી છે. વાસ્તવમાં તો આલોચના