________________
31oT
પ્રતિમાશતક કાવ્ય-૬૪
स्यान्तिके, तस्याप्यभावे सारूपिकस्य बहुश्रुतस्यान्तिके। तस्याप्यभावे पश्चात्कृतस्य गीतार्थस्य। अत्रायं विधि:'संविग्गे गीयत्थे, सरूविपच्छाकडे य गीयत्थे। पडिक्ते अब्भुट्टिय, असती अन्नत्थ तत्थेव'॥[व्यव० सू. उ. १, गा. ९५६] संविग्नेऽन्यसाम्भोगिकलक्षणेऽसति अविद्यमाने पार्श्वस्थस्य गीतार्थस्य समीपे आलोचयितव्यं, तस्मिन्नपि गीतार्थे पार्थस्थेऽसति सारूपिकस्य वक्ष्यमाणस्वरूपस्य गीतार्थस्य समीपे, तस्मिन्नपि सारूपिकेऽसति पश्चात्कृतस्य गीतार्थस्य समीपे आलोचयितव्यमेतेषां च मध्ये यस्य पुरत आलोचनादातुमिष्यते तमभ्युत्थाप्य तदनन्तरं तस्य पुरत आलोचयितव्यम्। अभ्युत्थापनं नाम वन्दनकप्रतीच्छन्नादिकं प्रत्यभ्युपगमकारापणा, तदाहअभ्युत्थिते वन्दनकप्रतीच्छनादिकंप्रति कृताभ्युपगमे प्रतिक्रान्तो भूयात् । असति-अविद्यमानेऽभ्युत्थाने पार्श्वस्थादीनां निषद्यामारचय्य प्रणाममात्रं कृत्वाऽऽलोचनीय, पश्चात्कृतस्येत्वरसामायिकारोपणं लिङ्गप्रदानं च कृत्वा यथाविधि तदन्तिके आलोचनीयम्। 'अन्नत्थ तत्थेव'त्ति। यदि पार्श्वस्थादिरभ्युत्तिष्ठति तदा प्रवचनलाघवभिया तेनाऽन्यत्र गत्वाऽऽपन्नप्रायश्चित्तं शुद्धतपो वा वहनीय, मासादिकमुत्कर्षतः षण्मासान्तं यदि वा परिहारतपः। अथ स नाभ्युत्तिष्ठति शुद्धं च तपस्तेन प्रायश्चित्तं दत्तम्, ततश्च तत्रैव तपो वहति । एतदेव व्याचष्टे- ‘असतीए लिंगकरणं,
અહીં પણ “ભાવ” પદથી પ્રતિક્રમણવગેરે પદસમુદાય સમજી લેવા. ઉપરોક્ત લક્ષણવાળા સાંભોગિક સાધર્મિક હોવા છતાં પણ બીજાની પાસે આલોચના કરવામાં “ચતુર્લઘુ” પ્રાયશ્ચિત્ત આવે. સાંભોગિક સાધર્મિકના અભાવમાં બહુશ્રુત અન્યસાંભોગિક સંવિગ્ન સાધર્મિક પાસે આલોચના કરવી. તેના પણ અભાવમાં બહુશ્રુત સારૂપિકની પાસે આલોચના કરવી. તેના પણ અભાવમાં ગીતાર્થ પશ્ચાત પાસે આલોચના કરવી. આ બાબતમાં આ પ્રકારની વિધિ
“સંવિગ્ન, ગીતાર્થ, સારૂપિક અને પશ્ચાત્કૃત, ગીતાર્થ પાસે અનુક્રમે પૂર્વ-પૂર્વના અભાવમાં અભ્યત્થાન કરી ત્યાં જ કે અન્યત્ર પ્રતિક્રમણ કરે” ગા. ૯૫૬] અન્ય-સાંભોગિક સંવિગ્નના અભાવમાં ગીતાર્થ પાર્શ્વસ્થ પાસે આલોચના કરવી, તેના પણ અભાવમાં સારૂપિક(આગળ ઉપર આનું સ્વરૂપ બતાવાશે) પાસે આલોચના કરવી, તેના પણ અભાવમાં ગીતાર્થ પાશ્ચાત્કૃત્ પાસે આલોચના કરવી. આ બધામાંથી જેની પાસે આલોચના કરવાની હોય, તેનું અભ્યત્થાન કરવું. અભ્યત્થાન એટલે વંદન, પ્રતીચ્છનવગેરેનો સ્વીકાર કરાવવો. કહ્યું જ છે કે અભ્યસ્થિત કર્યા બાદ અર્થાત્ વંદનuતીચ્છનાદિ પ્રત્યે અભ્યાગમ કરાવ્યા બાદ(=અન્ય સાંભોગિકવગેરે વંદન સ્વીકારે તે પછી). આલોચના પ્રતિક્રમણ કરવું. જો પાર્થસ્થાવગેરે પોતાની હનગુણતાને કારણે વંદનવગેરેરૂપ અભ્યત્થાન સ્વીકારે નહિ અને તેથી અભ્યત્થાનનો અભાવ હોય, તો તે પાર્થસ્થાવગેરેનું આસન સ્થાપી અને માત્ર પ્રણામ કરી આલોચના કરવી.
પશ્ચાદ્ભૂત(દીક્ષાને છોડી ગૃહસ્થ બનેલા) પાસે આલોચના લેવાની હોય, તો તે પશ્ચાત્કૃતને અલ્પકાલીન સામાયિકમાં રાખી અને અલ્પકાલીન લિંગ આપી તેની પાસે વિધિસર આલોચના કરવી. “અન્નત્થ તત્થવ વા” જો પાર્થસ્થવગેરે અભ્યત્થાન કરતા હોય, તો શાસનહીલનાના ભયથી તે સાધુએ બીજે જઇ મળેલા પ્રાયશ્ચિત્તને કે મહિનાથી માંડી છ મહિના સુધીના શુદ્ધ તપને અથવા પરિહાર તપને વહન કરવો જોઇએ. જો એ પાર્થસ્થવગેરે અભ્યત્થાન કરતા ન હોય, અને તે પાર્શ્વસ્થવગેરેએ શુદ્ધ તપ આપ્યો હોય, તો ત્યાં જ તે તપને વહન કરે. આ જ વાત બતાવે છે. “અભાવમાં=પશ્ચાત્કૃતના અભ્યત્થાનનો અભાવ હોય તો(=પશ્ચાત્કૃત અભ્યત્થાન કરતો ન હોય તો) ગૃહસ્થ હોવાથી તે પશ્ચાત્કૃતને અલ્પકાળમાટે લિંગ આપવું. તથા તેનામાં અલ્પકાળનું સામાયિક આરોપવું. પછી તેનું