________________
આલોચનાઅઈનો ક્રમ
313 |
इमे। आयरियउवज्झाए, पवत्ति थेरे य गीयत्थे। सुत्तत्थतदुभएहिं, उवउत्ता नाणदसणचरिते। गणतत्तिविप्पमुक्का, एरिसया हुंति आयरिया'। व्यव. सू. उ. १, गा. ९१२-९४३-९४४] गणस्य तप्तिः चिन्ता तया विप्रमुक्ताः गणावच्छेदिप्रभृतीनां तत्तप्तेः समर्पितत्वात् । उपलक्षणमेतत्, शुभलक्षणोपेताश्च ये एतादृशास्ते भवन्त्याचार्याः । ते चार्थमेव भाषन्ते न सूत्रं, तत्र कारणानि- 'एगग्गया य झाणे वुड्डी तित्थयर अणुगिई गुरुआ। आणायेज्जमिति गुरू कयरिणमुक्खो ण वाएइ'। व्यव. सू. उ. १, गा. ९४५] एकाग्रता ध्यानेऽर्थचिन्तनात्मके, सूत्रस्यापि वाचने बहुव्ययत्वात् सा न स्यात् । एकाग्रतायां को गुणोऽत आह-वृद्धिः सूक्ष्मार्थोन्मीलनादर्थस्य स्यात्, तथा तीर्थकृतामनुकृति:- ते हि केवलमर्थं भाषन्ते, गणतप्तिं च न कुर्वन्ति, एवमाचार्या अपि तथावर्तमानास्तीर्थकरानुकारिणो भवन्ति। अधस्तनपदवर्तिभिरप्यधिकृतायाः सूत्रवाचनाया दाने तु लाघवं स्याद् । एवं च तेषां तथावर्तमानानां लोके राज्ञ इव महती गुरुता स्यात्, तथा च प्रवचनप्रभावना, तथाज्ञायां स्थैर्यं कृतं भवति, इयं हि तीर्थकृतामाज्ञा 'यथोक्तप्रकारेण ममानुकारिणाचार्येण भवितव्यमिति। तत एतस्माद्धेतुकलापात्कृतऋणमोक्ष इति च सूत्रं न वाचयत्याचार्यः। सामान्यावस्थायामनेके साधवः सूत्रमध्यापिता इति ऋणमोक्षः कृतः। 'सुत्तत्थतदुभयविउ,
અન્યથા “અમન-ચમન કરો અને ધ્યાન ધરો ના જેવી હાલત થઇ જશે. કહ્યું જ છે કે – (શંકા-) આમ તો
આલોચનાના પરિણામવાળો શુદ્ધ છે એની સાથે વિરોધ આવશે. (સમાધાનઃ-) અમે પરિણામને પણ એકાંતે પ્રમાણ તરીકે સ્વીકારતા નથી ! [ગા ૯૧૨] તથા-આચાર્યઉપાધ્યાય પ્રવૃત્તિ (પ્રવર્તક) સ્થવિર અને ગીતાર્થગુણની ખાણ સમાન આ પાંચ જ્યાં નથી, એવા સ્થાનમાં (ગચ્છમાં) રહેવું કલ્પતું નથી. ગા. ૯૪૩].
સૂત્ર-અર્થઅને તદુભયથી જ્ઞાન-દર્શન-ચારિત્રમાં પરોવાયેલા હોય અને ગણતમિથી વિમુક્ત હોય-આચાર્ય આવા હોય છે. [ગા ૯૪૪] તમિ=ચિંતા, ગણની ચિંતા ગણાવચ્છેદકવગેરેને સોંપી હોવાથી આચાર્ય પોતે એ ચિંતાથી મુક્ત હોય છે. આના ઉપલક્ષણથી શુભલક્ષણોવાળા સમજવાના. જેઓ આવા પ્રકારના હોય છે, તેઓ આચાર્યપદને શોભાવે છે. આ આચાર્યો આગમના અર્થનું જ વિવેચન કરતાં હોય છે પણ સૂત્રની વાચના આપતા નથી. (૧) ધ્યાનમાં એકાગ્રતા (૨) વૃદ્ધિ (૩) તીર્થકરનું અનુકરણ (૪) ગૌરવ (૫) આજ્ઞામાં સ્થિરતા અને (૬) કૃતઋણમોક્ષ - આ છે કારણથી આચાર્ય સૂત્રવાચના આપતા નથી.” [ગા ૯૪૫] આચાર્ય જો સૂત્રની પણ વાચના આપવા બેસે, તો વારંવાર ખલેલ પહોંચવાથી અર્થના ચિંતનરૂપ ધ્યાનમાં એકાગ્રતા બરાબર આવી શકે નહિ. એકાગ્રતા આવે તો સૂક્ષ્મ અર્થોની સ્કૂરણા થવાથી અર્થની વૃદ્ધિ થાય. તીર્થકરો માત્ર અર્થની જ દેશના આપે છે અને ગણની ચિંતા કરતાં નથી. આચાર્યું પણ તે પ્રમાણે જ વર્તવું જોઇએ, કારણ કે તીર્થકર સમો સૂરિ.” આચાર્ય તીર્થકરોનું અનુકરણ કરનારા હોય છે, વળી આચાર્ય કરતા નીચા સ્થાને રહેલા ઉપાધ્યાયવગેરે પણ સૂત્રની વાચના દેવાના અધિકારી છે – અને તેઓ સૂત્રની વાચનાદે છે. તેથી આચાર્ય પણ જો તેમના સમાન પાટલે બેસી સૂત્રની વાચનાદેવા બેસે, તો તે આચાર્યની લઘુતા થાય. પણ જો આચાર્ય પોતાનો મોભો જાળવી માત્ર અર્થની વાચના આપે, તો લોકોમાં પણ તેમનું મોટા રાજાની જેમ ગૌરવ થાય અને આચાર્યના ગૌરવમાં શાસનનું ગૌરવ છે. આચાર્યની શોભામાં શાસનની શોભા છે. તેથી શાસનની પણ પ્રભાવના થાય. વળી માત્ર અર્થની જ વાચના દેવાથી આજ્ઞામાં સ્થિરતા આવે છે. ભગવાનની એવી આજ્ઞા છે કે “આચાર્યોએ ઉપરોક્ત પ્રકારે મારું અનુકરણ કરનારા થવું.” વળી આચાર્યએ સાધુવગેરે સામાન્ય અવસ્થામાં અનેક સાધુઓને સૂત્રની વાચના આપી હોવાથી પોતે સૂત્ર સંબંધી ઋણમાંથી મુક્ત થયા હોય છે. અન્ય પાસેથી સૂત્રકે અર્થનું ગ્રહણ કરવાથી સૂત્રકે અર્થ સંબંધી (શાસનનું) ઋણ ઊભુ થાય છે. બીજા સાધુઓને સૂત્ર