________________
304
પ્રતિમાશતક કાવ્ય-૨૩) तीर्थिकपरामर्शस्यैव युक्तत्वाच्च । वस्तुतोऽव्यवहितपूर्वोक्तत्वं मौनिश्लोकानुरोधेनाव्यवहितप्राक्कालीनशाब्दबोधानुकूलव्यापारविषयत्वंवाच्यम्। तथा च पूर्वमनालप्तेनेत्यत्रान्यतीर्थिकैरित्यस्याध्याहारस्यावश्यकत्वात्तेषामिति तत्पदेनाव्यवहितपूर्वोक्तान्यतीर्थिकपरामर्शो युक्त इति मदुत्प्रेक्षां प्रमाणयन्तु प्रामाणिकाः। औपपातिकालापको યથા -
अंबडस्स णं णो कप्पइ अण्णउत्थिए वा अण्णउत्थियदेवयाणि वा अण्णउत्थियपरिग्गहिआणि वा अरिहंतचेइयाणि वंदित्तए वा, णमंसित्तए वा, जाव पज्जुवासित्तए वा, णण्णत्थ अरहते वा अरहंतचेइयाणि वत्ति सू. ४०] एतद्वृत्तिर्यथा→ अण्णउत्थिए वाति अन्ययूथिका:-अर्हत्सङ्घापेक्षयाऽन्ये शाक्यादय: चेइयाई' इति, अर्हच्चैत्यानि-जिनप्रतिमा इत्यर्थः । नण्णत्थ अरिहंतेवति। न कल्पते इह योऽयं नेति प्रतिषेधः, सोऽन्यत्राहद्भ्यःअर्हतो वर्जयित्वेत्यर्थः । स हि किल परिव्राजकवेषधारकोऽतोऽन्ययूथिकदेवतावन्दनादिनिषेधेऽर्हतामपि वन्दनादि निषेधो मा भूदिति कृत्वा नन्नत्थ' इत्याद्यधीतमिति॥
તમે જે “અરિહંતચેત્યાદિને અશનાદિ આપવાનો પ્રશ્ન જ નથી' ઇત્યાદિ કહ્યું. તે અંગે પણ કહેવાનું છે કે એવો ન્યાય છે કે “જેટલા પદોનો નિર્દેશ કર્યો તે બધા પદમાં સામાન્યરૂપે સૂચવાયેલાં વિધિ-નિષેધોમાંથી અમુક વિધિ કે નિષેધ અમુકમાં સંભવતા ન હોય, તો તેમાંથી સંભવતા પદમાં જ વિધિ કે નિષેધના તાત્પર્યનો પરામર્શ કરવો દાનનાં વિધિ અને નિષેધ અન્યતીર્થિક દેવતા વગેરેમાં સંભવતા નથી. તેથી તે અંગેનો નિષેધ માત્ર અન્યતીર્થિક તાપસાદિઅંગે જ સમજવો, પણ તેટલા માત્રથી ત્રણે પદોને એકાWક માનવા યોગ્ય નથી.
વળી વસ્તુતઃ વિચારીએ, તો વાસ્તવિક પૂર્વોક્તત્વતો, તરત પૂર્વમાં શાબ્દબોધ થવા માટેની પ્રવૃત્તિનો વિષય જે પદાર્થ બને, તેમાં જ ઘટે છે. આમ પદમાં અવ્યવહિત પૂર્વોક્તત્વનો પરામર્શ યોગ્ય નથી, પણ અવ્યવહિત પૂર્વમાં ઉપસ્થિત થતો પદાર્થ જ અવ્યવહિત પૂર્વોક્ત ગણાય છે. પ્રસ્તુતમાં પણ તેસિં અસણં' ઇત્યાદિ પદોના શ્રવણથી મોનિશ્લોકના અનુરોધથી (=ભગવાનના સુવચનના તાત્પર્યથી) અવ્યવહિત પૂર્વમાં શાબ્દબોધજનક પ્રવૃત્તિ અન્યતીર્થિક પદાર્થમાં જ થાય છે. આમ “પુäિ અનાલતેણ” ઇત્યાદિ વચનોની તરત પૂર્વમાં અન્યતીર્થિકોનો જ પરામર્શ=શાબ્દબોધ થાય છે. તેથી એ પદોની પૂર્વે સાક્ષાત શબ્દથી ‘અન્યતીર્થિક' પદનો ઉલ્લેખ ન હોવા છતાં તેનો અધ્યાહાર કરવો આવશ્યક છે. પછી તેસિં'પદની પણ નજીકતમ પૂર્વમાં આ પદ હોવાથી, ‘તેસિં' પદથી પણ અન્યતીર્થિકોનો જ પરામર્શથઇ શકાશે. આમ ત્રણેય પદોને એકર્થિક માનવાની આપત્તિ પણ રહેતી નથી અને ઉચિત શાબ્દબોધ થવાદ્વારા નિષેધાર્થનો નિર્ણય પણ થાય છે. ઉપાધ્યાયજી મહારાજ “પોતે કરેલી આ ઉ—ક્ષાને પ્રમાણિકપુરુષો પ્રમાણ તરીકે ઠેરવે એવી અપીલ કરે છે. પપાતિક સૂત્રનો આલાપક આ પ્રમાણે છે –
પપાતિક ઉપાંગનો સાક્ષીપાઠ હવે, અંબાપરિવ્રાજકસંબંધી ઔપપાતિક સૂત્રનો આલાપક અને તેની ટીકા સાક્ષી તરીકે દર્શાવે છે – અબડને અરિહંત અને અરિહંતચૈત્ય છોડી અન્યતીર્થિકો અને તેમના દેવતાઓને અથવા તેઓએ કબજે રાખેલા અરિહંતચેત્યોને વંદન કરવા કલ્પતા નથી.” આ સૂત્રની ટીકા – અન્યતીર્થિક=જૈનસંઘથી ભિન્ન બૌદ્ધવગેરે અન્યયુથિકો. ચૈત્ય=જિનપ્રતિમા. “નક્ષત્થ અરિહંતે વા’ સૂત્રમાં જે નિષેધ છે, તે અરિહંત અને અરિહંતચૈત્યને છોડી અન્ય સંબંધી છે. અબડશ્રાવક પરિવ્રાજકનોવેશ પહેરતો હતો, તેથી “અન્યતીર્થિક દેવતાઓના વંદનાદિના નિષેધમાં જિનઆદિ સંબંધી પણ વંદનાદિનો નિષેધ ન થાય એ હેતુથી “નન્નત્થ' ઇત્યાદિ પદોનો પાઠ છે.