________________
જિનપ્રતિમાના વંદનાદિની સિદ્ધિ - ઉપાસકદશાની સાક્ષી
301
अज्जपभिइ अण्णउत्थिए वा अण्णउत्थियदेवयाणि वा अण्णउत्थियपरिग्गहिआइंवा अरिहंतचेइयाइं वा वंदित्तए वा णमंसित्तए वा पुट्विं अणालत्तेणं आलवित्तए वा, संलवित्तए वा, तेसिं असणं वा ४ दाउंवा अणुप्पयाउंवा णणत्थ रायाभिओगेणं, गणाभिओगेणं, बलाभिओगेणं, देवयाभिओगेणं गुरुनिग्गहणं वित्तीकंतारेणं। कप्पइ मे समणे निग्गथे फासुएणं एसणिज्जेणं असणपाणखाइमसाइमेणं वत्थपडिग्गहकंबलपायपुंछणेणं पीठफलगसिज्जासंथारएणं ओसहभेसज्जेण य पडिलाभेमाणस्स विहरित्तए त्तिकट्ट । इमं एयारूवं अभिग्णहं अभिगिण्हइ २ पसिणाई पुच्छइ २ अट्ठाइं आदियइंति ॥ [उपासकदशाङ्ग १/१/७] एतद्वृत्तिर्यथा → 'णो खलु' इत्यादि। नो खलु मम भदन्त-भगवन् ! कल्पते युज्यते, अद्यप्रभृति-इत: सम्यक्त्वप्रतिपत्तिदिनादारभ्य निरतिचारसम्यक्त्वपरिपालनार्थं तद्यतनामाश्रित्य। 'अन्नउत्थिए'त्ति-जैनयूथादन्यद्यूथं सङ्घान्तरं तीर्थान्तरमित्यर्थः, तदस्ति येषां तेऽन्ययूथिकाश्चरकादिकुतीर्थिकास्तान्, अन्ययूथिकदैवतानि वा-हरिहरादीनि, अन्ययूथिकपरिगृहीतानि वा चैत्यान्यर्हत्प्रतिमालक्षणानि । यथा भौतपरिगृहीतानि वीरभद्रमहाकालादीनि, वन्दितुंवा-अभिवादनं कर्तुं, नमस्यितुंवा-प्रणामपूर्वकं
તે વખતે આનંદ ગાથાપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવતરૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ સ્વીકારે છે. પછી તે આનંદશમણ ભગવાન મહાવીર સ્વામીને વંદનનમસ્કાર કરી આ પ્રમાણે કહે છે- “હે ભદંત ! આજથી માંડીને મને (૧) અન્યતીર્થિકોને કે અન્યતીર્થિકોના દેવોને કે અન્યતીર્થિકોની માલિકીમાં રહેલી અરિહંતપ્રતિમાને વંદન-નમસ્કાર કરવા, તથા (૨) પહેલા નહિ બોલાવતા એવા તેઓને એકવાર કે વારંવાર બોલાવવા તથા (૩) તેઓને અશન-પાન-ખાદિમ-સ્વાદિમ એકવાર આપવા કે વારંવાર આપવા કલ્પતા નથી, પરંતુ આ છ આગારને છોડીને (૧) રાજાભિયોગ (૨) ગણાભિયોગ (૩) બળાભિયોગ (૪) દેવતા અભિયોગ (૫) ગુરનિગ્રહ અને (૬) વૃત્તિકાંતાર. મને પ્રાસુક=એષણીય અશન-પાન-ખાદિમ
સ્વાદિમ તથા વસ્ત્ર-પાત્ર, કામળી, રજોહરણ, તથા પીઠ, ફલક, શય્યા, સંસ્તારક તથા ઔષધ-દવા વગેરેથી શ્રમણ નિગ્રંથોને પ્રતિલાભવા કહ્યું છે. આવા પ્રકારના અભિગ્રહ ગ્રહણ કરી પ્રશ્નો પૂછે છે, અર્થો સ્વીકારે છે.”
હવે સૂત્રની ટીકા બતાવે છે - હે ભગવન્! આજથી માંડીને=સમ્યક્તની પ્રાપ્તિના દિનથી આરંભીને સમ્યત્વનું નિરતિચાર પાલન કરવામાટે સમ્યત્વની જયણાઓને આશ્રયી આ બધું મને કલ્પ નહિ, અન્યતીર્થિક – જૈન સમુદાય સંઘ કે તીર્થથી ભિન્ન સમુદાય, સંઘ કે તીર્થ. અન્યતીર્થમાં રહેલાને અન્યતીર્થિક=કુતીર્થિક કહે છે. ચરક-પરિવ્રાજકવગેરે કુતીર્થિકો, કે તેમના હશ્કિરવગેરે દેવો, અથવા તેઓના કબજામાં રહેલી જિનપ્રતિમાઓ વંદન કે નમસ્કારને પાત્ર નથી. ભૌતિતીર્થિક પરિગૃહીત વીરભદ્ર મહાકાળી વગેરે પર પરિગૃહીત દેવ-દેવીઓ છે. વંદન=અભિવાદન. નમસ્કાર=પ્રણામપૂર્વક પ્રશસ્ત અવાજે ગુણ ગાવા. આ વંદન અને નમસ્કારથી એ તીર્થિકોના ભક્તોનું મિથ્યાત્વ વધુ મજબૂત થવું વગેરે તથા અનવસ્થા-આજ્ઞાભંગ વગેરે દોષોનો પ્રસંગ છે. તથા એ અન્યતીર્થિક બોલાવે નહિ, તો પોતે સામેથી એ તીર્થિકને બોલાવે નહિ. એ જ પ્રમાણે વારંવાર સંલાપ પણ ન કરે, કારણ કે આ પરતીર્થિકોબેસવાવગેરેની ક્રિયામાં અત્યંતતપેલાલોખંડના ગોળા જેવા હોય છે. અર્થાત્ તેઓને જયણાનો કે જીવદયાનો ભાવ ન હોવાથી પ્રત્યેક ક્રિયામાં ઘણા જીવોની વિરાધના કરે છે. એ તીર્થિકો સાથે વાર્તાલાપ કરવામાં એ લોકો આવી પ્રવૃત્તિથી જીવોની હિંસા કરે તે સંબંધી કર્મબંધ પોતાને લાગે છે. વળી કુતીર્થિકો સાથે વાર્તાલાપ કરવાથી પરિચય વધે, જેથી કાં તો પોતે મિથ્યાત્વી બની જાય, કાં તો પોતાના પરિવારના સદસ્યો મિથ્યાત્વી બની જાય એવો સંભવ છે. પૂર્વના પરિચયને કારણે પેલો કુતીર્થિક કદાચ સામેથી બોલાવે, તો પોતે જરા પણ અહોભાવ બતાવ્યા વિના અને ઉદાસીનભાવે માત્ર લોકનિંદાના ભયથી જ “કેમ છો?' ઇત્યાદિ કહે.