________________
252
- પ્રતિમાશતક કાવ્ય-૪૮) पवत्तेइ । असहुं च णियत्तेइ गणतत्तिल्लो पवित्तीओ'। व्यवहारभा० १/९४९] इतरौ प्रतीतो; तथा सेहे' शैक्षेअभिनवप्रव्रजिते, साधर्मिके-समानधार्मिके लिङ्गप्रवचनाभ्यां, तपस्विनि-चतुर्थभक्तादिकारिणि। तथा कुलंएकाचार्यपरिवाररूपं चान्द्रादिकं, गण: कुलसमुदाय: कौटिकादिकः । सङ्घः तत्समुदायरूपः, चैत्यानि-जिनप्रतिमाः, एतासां योऽर्थ:=प्रयोजनं स तथा। तत्र निर्जरार्थी-कर्मक्षयकामः, वैयावृत्त्यं व्याप्तकर्मरूपमुपष्टम्भनमित्यर्थः, अनिश्रितं-की-दिनिरपेक्षं दशविध दशप्रकारम् । आह - 'वैयावच्चं वावडभावो इह धम्मसाहणनिमित्तं । अन्नाइआण विहिणा संपायणमेस भावत्थो'॥ १॥ 'आयरियउवज्झाए, थेरतवस्सी गिलाणसेहाणं। साहम्मियकुलगणसंघसंगयं तमिह कायव्वं ॥२॥ बहुविधं भक्तपानादिदानभेदेनानेकप्रकारं करोतीति वृत्तिः॥
ननु चैत्यानि-जिनप्रतिमा इत्यत्र वृत्तिकृतोक्तम् । परं विचार्यमाणं न युक्तमशनादिसम्पादनस्यैव वैयावृत्त्यस्योक्तत्वेन प्रतिमासु तदर्थस्यायोग्यत्वात् । अत आह- एतद्-वैयावृत्त्यमशनादिनैव-अशनादिसम्पादनेनैव स्यादिति न, किन्तु भजनाद्वारापि भक्तिद्वारेणापि, प्रत्यनीकनिवारणरूपे भक्तिव्यापारेऽपि - 'जक्खा हु वेयावडियं करेंति, तम्हा उएए निहया कुमारा'[उत्तरा. १२/३२ उत्त०] इत्यादौ वैयावृत्त्यशब्दप्रयोगस्य सूत्रे दर्शनात्।नचादिपदग्राह्य
પ્રવચનથી સમાન ધર્મવાળો. તપસ્વી–ઉપવાસ આદિ કરનારો. કુળ=એક આચાર્યનો પરિવાર જેમકે ચાંદુકુળ. ગણ=ઘણા કુળોનો સમુદાય. જેમકે કૌટિકગણ. સંઘ=ગણનો સમુદાય. ચૈત્ય=જિનપ્રતિમા. અર્થ=પ્રયોજન. નિર્જરાર્થી-કર્મક્ષયની ઇચ્છાવાળો, વૈયાવૃત્ય=વ્યાકૃતકર્મ. ઉપખંભન=સહાય. અનિશ્રિત=કીર્તિ વગેરેની આશંસા વિના. દસવિધ=દપ્રકાર, કહ્યું જ છે કે “અહીંવૈયાવચ્ચ= (૧) વ્યાકૃતભાવ (૨) ધર્મસાધનનું નિમિત્ત (૩) અન્ન વગેરેનું વિધિથી સંપાદન. આ ભાવાર્થ છે.” /૧// “અને આ વૈયાવચ્ચ આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુળ, ગણ અને સંઘ આ દસ સંબંધી કરવાની છે.” રા બહુવિધ=ભોજન, પાન વગેરે દાનભેદથી અનેક પ્રકારે છે.
પૂર્વપક્ષ:- વૃત્તિકારે ચૈત્યનો અર્થ જિનપ્રતિમા કર્યો છે. પણ વિચાર કરતાં એમ લાગે છે કે આ અર્થ વાજબી નથી, કારણ કે “આહાર વગેરે આપવાથી જ વૈયાવચ્ચ થાય' તેમ સૂત્રમાં કહ્યું છે. પ્રતિમાની આહાર આદિથી વૈયાવચ્ચ સંભવતી નથી.
ઉત્તરપક્ષ - આહારવગેરેથી જ વૈયાવચ્ચ થાય તેવું નથી. ભક્તિવગેરે દ્વારા પણ વૈયાવચ્ચ સંભવે છે, કારણ કે સૂત્રમાં શાસનવિરોધીને અટકાવવાની પ્રવૃત્તિ વગેરરૂપ ભક્તિને પણ વૈયાવચ્ચ તરીકે ગણાવી છે. ઉત્તરાધ્યયનમાં કહ્યું છે કે – “યક્ષો (હરિકેશી મુનિની) વૈયાવચ્ચ કરે છે, તેથી આ કુમારો હણાયા.” “અશનાદિ પદમાં આદિપદથી માત્ર પાન વગેરેનું જ ગ્રહણ નથી, પરંતુ ભક્તિ વગેરેનું પણ ગ્રહણ કરવાનું છે. (‘અશન'પદના ઉપલક્ષણથી ચારે આહાર અને ‘આદિ'પદથી ભક્તિ વગેરે સૂચિત થઇ શકે.) વળી જો, માત્ર આહાર-પાણીથી જ વૈયાવચ્ચ થઇ શકતી હોય, તો ઉપવાસીની વૈયાવચ્ચ થઇ ન શકે, કારણ કે તેને આહાર આદિથી પ્રયોજન નથી.
શંકા - તો તપસ્વીની વૈયાવચ્ચ શી રીતે સંભવશે?
સમાધાન - ‘ઉપધિનું પડિલેહણ કરી આપવું વગેરે દ્વારા તપસ્વીને ઉચિત નિત્ય યોગોમાં સહાયભૂત થવાથી તપસ્વીની વૈયાવચ્ચે થઇ શકે. આ જ આશયથી સૂત્રમાં તપસ્વી વગેરે પદોનો “બાળ' વગેરે પદો સાથે સમાસ ન કરતા કુળ” વગેરે પદો સાથે સમાસ કર્યો.
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
=
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
—
–
पुब्विं च इण्डिं च अणागयंच, मणप्पओसो न मे अस्थि कोई । जक्खा हु वेयावडियं करेंति, तम्हा उ एए निहया कुमारा ॥इति पूर्णश्लोकः॥