________________
271
સિંકાશ શ્રાવકનું દૃષ્ટાંત युक्तं, तथैव तत्कर्मक्षयोपपत्तेर्न पुनरन्यस्येत्यादिग्रहणमफलमन्यथा 'शुद्धागमैर्यथालाभ' [अष्टक ३/२ पा.१] मित्याद्यभिधानानुपपत्तेरिति चेत् ? न, व्युत्पन्नाव्युत्पन्नाशयविशेषभेदेनान्यस्याप्यादिना ग्रहणौचित्यात्, अन्यथा 'सुव्वइ दुग्गइनॉरी'[पञ्चाशक ४/४९ पा. १] इत्यादिवचनव्याघातापत्तेः, न हि तया यथालाभं न्यायोपात्तवित्तेन वा तानि गृहीतानि । तथा चैत्यसम्बन्धितया ग्रामादिप्रतिपादनानुपपत्तेश्च । दृश्यते च तत्प्रतिपादनं कल्पभाष्यादौ → 'चोएइ चेइयाणं रूप्पसुवण्णाइ गामगावाइं। लग्गंतस्स हु मुणिणो तिगरणसुद्धी कहं णु भवे'॥१॥ भण्णइ પોતાનું દર્ભાગ્ય દૂર કરવા પ્રતિજ્ઞા કરી હું જેટલું ધન કમાઉં, તેમાંથી આહાર-વસ્ત્રાદિ આવશ્યક ખર્ચ બાદ કરી બાકીનું તમામ ધન જિનાલયઆદિમાં વાપરીશ.” આ પ્રતિજ્ઞાના બળે અને ભાવનાના ઔષધે દીર્ભાગ્યકર્મ મંદ પડ્યું. અને ખરેખર! વેપારઆદિ પ્રવૃત્તિથી પ્રાપ્ત થયેલું ધન જિનાલયાદિમાં વાપરી ક્રમશઃ પ્રગતિ સાધી નિર્વાણપદ પ્રાપ્ત કર્યું. આમ ધમહતુક વ્યાપારાદિ સાવદ્યનું સેવન કરવા છતાં તેનું કલ્યાણ થઇ ગયું.
પૂર્વપક્ષ - સંકાશ શ્રાવકે દેવદ્રવ્યના ભક્ષણથી કર્મ ઉપામ્યું, તેથી તે કર્મના ક્ષયમાટે દેવદ્રવ્યમાં સવ્યય આવશ્યક હતો. આમ તેના તે કર્મનો ક્ષય આ રીતે વેપારઆદિથી પ્રાપ્ત થયેલા ધનનો દેવદ્રવ્યમાં વ્યય કરવાથી જ શક્ય હતો. તેથી તે એ પ્રમાણે કરે તે સમજ્યા, પણ તેના દૃષ્ટાંતથી બીજાઓને કંઇ જિનપૂજાદિના નામે સાવદ્યમાં પ્રવૃત્તિ કરવાની છૂટ મળતી નથી. જો બધાને જ સાવદ્યમાં પ્રવૃત્તિનો અધિકાર મળતો હોત, તો (હારિભદ્રઅષ્ટકમાં) શુદ્ધાગમેર્યથાલાભમ્ ઇત્યાદિ કહેવાની આવશ્યકતા ઊભી ન થાત. આ વચન જ દર્શાવે છે કે, શુદ્ધઆગમ-જેની પ્રાપ્તિ શુદ્ધ છે(=ત્રોટનવગેરે સાવદ્યથી રહિત છે, તેવા અને તેથી જ લાભને અનુરૂપ પુષ્પાદિથી જિનપૂજા કરવી...... આ વચનથી પુષ્પોને ચૂંટવાનો અને દેવસંબંધી(=ચેત્યસંબંધી) બગીચાનો નિષેધ જ સૂચિત થાય છે. આમ પૂજાના અંગભૂત પુષ્પાદિઅંગે પણ જ્યાં આરંભનો નિષેધ છે, ત્યાં બીજા આરંભોનો તો અવકાશ જ ક્યાં છે? તેથી સંકાશ શ્રાવકનું દષ્ટાંત અન્યત્ર લાગુ પડતું નથી. “સંકાશાદિ શબ્દમાં “આદિ' પદનું ગ્રહણ નિરર્થક છે.
ઉત્તરપલ - વ્યુત્પન્ન(=પરિણત) અને અવ્યુત્પન્ન(=અપરિણત) જીવોના આશયવિશેષોમાં ભેદ સંભવે છે. (અથવા, કેવલીના સંપર્કથી પોતાના પૂર્વભવીય દોષને જાણી એ દૂર કરવા સંકાશે સંકલ્પ કર્યો. આ વ્યુત્પન્ન(=ઘડાયેલો) આશય થયો. એ દૃષ્ટાંતથી બીજાઓ પણ પોતાના દોભંગ્યાદિમાં તેવા કારણોનું અનુમાન કરી, તે દૂર કરવા આ રીતે સંકલ્પાદિ કરી તે મુજબ પ્રવૃત્તિ કરે, તે અનુચિત નથી. આ બીજાઓ અવ્યુત્પન્ન આશયવાળા હોવા છતાં તેઓના પણ આવા સંકલ્પ-પ્રવૃત્તિઓ ઉચિત જ છે, તે બતાવવાજ કાવ્યમાં સંકાશાદિપદમાં આદિપથી સંકાશ સિવાયના બીજાઓનું પણ ગ્રહણ કર્યું છે.) તેથી સંકાશતુલ્ય બીજાઓનો સમાવેશ કરવાદ્વારા “આદિ'પદ સુસંગત બને છે. અન્યથા જો આમ બીજાઓ માટે દ્રવ્યસ્તવમાટે સાવદ્યમાં પ્રવૃત્તિ અનુચિત જ હોય, તો “સુવઇ દુગ્ગજ નારી' ઇત્યાદિવચનને વ્યાઘાત આવે. આ સ્થળે ‘ન્યાયથી પ્રાપ્ત નહિ થયેલા કે લાભને અનુરૂપ નહિ એવા પુષ્પોથી પ્રભુ મહાવીર સ્વામીની પૂજાના પ્રણિધાનમાત્રથી દુર્ગતનારીએ દેવલોકને પ્રાપ્ત કર્યો એવું વિધાન છે. તમારે હિસાબે, તો આ સાવદ્ય પ્રવૃત્તિથી પૂજા કરવામાં શુભભાવ આવે જ નહિ. તેથી સદ્ધતિ સંભવે જ નહિ. જ્યારે અહીં તો તેવી પ્રવૃત્તિમાં પણ પૂજાના શુભભાવથી સદ્ગતિ સૂચવી છે. આમ નિર્મળ શુભાશયથી અને ભક્તિભાવથી અન્ય સાવદ્યનું સેવન પણ ગૃહસ્થને દોષરૂપ નથી. વળી દેરાસરસંબંધી ગામ આદિનું કલ્પભાષ્યવગેરેમાં ઉપલબ્ધ થતું વિધાન પણ તમારી બગીચાનિષેધવગેરેની કલ્પનાના સ્વીકારમાં અસંગત ઠરે. ઉપલબ્ધ થતા વચનો આ પ્રમાણે છે – 0 शुद्धागमैर्यथालाभं प्रत्यग्रैः शुचिभाजनैः। स्तोकैर्वा बहुभिर्वापि पुष्पैर्जात्यादिसम्भवैः॥ इति पूर्णश्लोकः॥ ® सुव्वइ दुग्गइनारी जगगुरूणो सिंदुवारकुसुमेहिं । पूआपणिहाणेणं उववन्ना तियसलोअंमि ॥ इति पूर्णश्लोकः॥
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-