________________
272
પ્રતિમાશતક કાવ્ય-૫૮
एत्थ विभासा, जो एयाइं सयं विमणिज्जा । न हु तस्स हुज्ज सुद्धी, अह कोइ हरेज एयाई॥२॥ सव्वत्थामेणं तहिं संघेणं होइ लगियव्वं तु । सचरित्तचरित्तीणं एवं सव्वेसिं कज्जंतु ॥ ३॥ शुद्धागमैर्यथालाभमित्यादि तु न स्वयं पुष्पत्रोटननिषेधपरं किन्तु पूजाकालोपस्थिते मालिके दर्शनप्रभावनाहेतोर्वणिक्कला न प्रयोक्तव्येत्यस्यार्थस्य ख्यापनपरमित्यदोष इति ॥५७॥नन्वेवं मलिनारम्भो नाधिकारिविशेषणं किन्तु सदारम्भेच्छेवेति यतेरप्यधिकार: स्यादत आह
यः श्राद्धोऽपि यतिक्रियारतमतिः सावद्यसङ्केपकृत्,
___भीरुः स्थावरमर्दनाच्च यतनायुक्तः प्रकृत्यैव च। तस्यात्रानधिकारितां वयमपि ब्रूमो वरं दूरतः,
पङ्कास्पर्शनमेव तत्कृतमलप्रक्षालनापेक्षया॥५८॥ (दंडान्वयः→ यः श्राद्धोऽपि यतिक्रियारतमति: सावद्यसङ्केपकृत् स्थावरमर्दनाच्च भीरुः, प्रकृत्यैव च यतनायुक्तस्तस्य वयमप्यत्रानधिकारितां ब्रूमः (यतः) तत्कृतमलप्रक्षालनापेक्षया दूरतः पङ्कास्पर्शनमेव वरम्॥)
'यः श्राद्धोऽपि'इत्यादि। यः श्राद्धोऽपि यतिक्रियायां रता-कर्त्तव्यत्वेनोत्सुका मतिर्यस्य स तथा, सावद्य
શંકા - ચેત્યઅર્થે ચાંદી-સુવર્ણવગેરે તથા ગામ, ગાયવગેરેઅંગે લાગેલા મુનિને ત્રિકરણ શુદ્ધિ શી રીતે સંભવે? (કારણ કે આ કાર્ય સાવદ્ય છે.) ૧// સમાધાન - અહીં વિકલ્પ(=સ્યાદ્વાદ) છે. જે (સાધુ) સ્વયં આની(સોનાવગેરેની) પાછળ લાગે છે, તેને શુદ્ધિ નથી જ. પરંત (ચૈત્યસંબંધી) આ બધાની(સોનાવગેરેની) કોઇ ચોરી કરે / ૨// ત્યારે સકળ સંઘે પોતાની બધી શક્તિથી તેની શોધમાં લાગવું જોઇએ. ચારિત્રી અને અચારિત્રી દરેકનું આ કર્તવ્ય છે. ////
“શુદ્ધાગમૈયથાલાભ” આ વચન કંઇ સ્વયં પુષ્પ ચૂંટવાની ક્રિયાનું નિષેધક નથી, પરંતુ પૂજાકાળે હાજર થયેલા માળી આગળ વણિકળાનો પ્રયોગ ન કરવો, પણ સમ્યગ્દર્શનની પ્રભાવના અર્થે ઉદારતા દાખવવી” એ અર્થનું સૂચક છે. તેથી એ વચનથી પણ કોઇ દોષ નથી. (આ ચર્ચા બીજા અષ્ટકની ટીકામાં છે.) આ પછી
સાવધભીરુ શ્રાવક પૂજાનો અધિકારી પૂર્વપક્ષ - આ પ્રમાણે જોતા તો એમ લાગે છે કે, પૂજાના અધિકારીના વિશેષણ તરીકે ‘મલિનારંભ કરતાં સઆરંભની ઇચ્છા જ વધુ યોગ્ય છે. અર્થાત્ “જે મલિનારંભવાળો છે, તે પૂજાનો અધિકારી એમ નહિ; પણ જે સઆરંભની ઇચ્છાવાળો હોય, તે પૂજાનો અધિકારી. એવું કહેવું બરાબર છે. અને સાધુ પણ સદારંભની ઇચ્છાવાળા હોઇ શકે છે, તેથી સાધુનો પણ પૂજા અંગે અધિકાર હોવો જોઇએ.
પૂર્વપક્ષની આ દલીલ અંગે કવિ કહે છે –
કાવ્યાર્થઃ- “જે શ્રાવક પણ (૧) સાધુક્રિયામાં ઉત્સુક છે (૨) સાવઘક્રિયાનો સંક્ષેપ કરે છે (૩) સ્થાવરજીવોની હિંસાથી ડરેલો છે તથા (૪) સ્વભાવથી જ જયણાયુક્ત છે; તે શ્રાવક પણ પ્રસ્તુતમાં(=પૂજાઅંગે) અધિકારી નથી, કારણ કે કાદવે લગાડેલા મળને ધોવા કરતા કાદવથી દૂર રહેવામાં જ સાર છે.” એમ અમે પણ કહીએ છીએ.
જે શ્રાવક (૧) સાધુક્રિયાને જ અત્યંત કર્તવ્યતરીકે સ્વીકારી તે પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળો હોય, (૨) સર્વસાવઘયોગોનું વર્જન કરવા સાવઘક્રિયાઓને ઘટાડતો જતો હોય, તથા (૩) પૃથ્વીવગેરે એકેન્દ્રિયજીવોની હિંસાથી પણ કંપ પામતો હોય, તથા (૪) સ્વભાવથી જ જયણાયુક્ત હોય, તે શ્રાવક પૂજાનો અધિકારી તરીકે અમને સંમત