________________
(288
પ્રતિમાશતક કાવ્ય-૨ ) वादः, उत्सर्गापवादौ च स्वस्थाने द्वावपि बलवन्तावित्यपवादविधिविषयीभूताशुद्धदानतुल्यत्वं देवपूजायामुच्यमानं न दोषायेत्यभिप्रायः। तर्हि अशुद्धदानपदंकस्य बिभीषिकायै ? स्वरूपतोऽशुद्धतायाः स्वरूपत आरम्भवत्तायाश्चानतिदोषत्वात्। वस्तुतोऽप्रासुकदानदृष्टान्तो लुब्धकदृष्टान्तभावितदात्रपेक्षयैव भावितो भगवतीवृत्ताविति। विधिपरव्युत्पन्नकृतपूजायां विपरीतव्युत्पन्नकृतदानतुल्यत्वमभिधीयमानं कथं घटेत ? ग्लानप्रतिचरणान्तरं पञ्चकल्याणकप्रायश्चित्तप्रतिपत्तिरपि गीतार्थाद्यन्यतरपदवैकल्य एवेति सर्वपदसाकल्ये प्रायश्चित्तकरणं कल्पमात्रं स्वरूपतः सदोषतया। एतद्दृष्टान्तावष्टम्भे च जिनपूजां कृत्वापि प्रायश्चितं कर्त्तव्यं स्यात्। तच्च नेर्यापथिकामात्रमप्युक्तम्, अशुद्धदानेऽपि च श्राद्धजीतकल्पादावुक्तमिति वृथा वल्गनमेतदभिन्नसूत्राभिमानिनां, अतिचारजनकक्लिष्टभावशोधनमपि तुल्याधिकशुद्धाध्यवसायेनैवान्यथा ब्राम्यादीनां स्वल्पमायाया अत्यशुभविपाके प्रमत्त
પૂર્વપક્ષ - શુદ્ધદાનવિધિ ઉત્સર્ગ છે. અશુદ્ધદાનવિધિ અપવાદ છે. ઉત્સર્ગ અને અપવાદ પોતપોતાના સ્થાને બળવાન છે. તેથી અપવાદપદે અપાયેલા અશુદ્ધદાનની સાથે જિનપૂજાને સરખાવવામાં દોષ નથી.
ઉત્તરપક્ષ - આમ જો જિનપૂજાને આપવાદિક અશુદ્ધદાન સાથે જ સરખાવવાનો આશય હોય, તો અશુદ્ધદાન'પદ મૂકી કોને ભયભીત કરવા ઇચ્છો છો? કારણ કે આપવાદિક દાન ઔત્સર્ગિક શુદ્ધ દાનને તુલ્ય જ છે. તેથી તો પૂજા દાનતુલ્ય જ ગણાવી જોઇએ. એ છોડી આપવાદિક અશુદ્ધદાન સાથે સરખાવવામાં કલ્પનાગૌરવ અને ભ્રાંતિવગેરે દોષ છે.)
શંકા - આપવાદિક દાનમાં સ્વરૂપથી અશુદ્ધિ તો છે જ, તેમજ પૂજામાં પણ સ્વરૂપથી આરંભ છે જ. તેથી બન્નેની સરખામણી કરવી યોગ્ય છે. આ સ્વરૂપઅશુદ્ધિને આગળ કરી જ “અશુદ્ધદાન' એમ કહ્યું છે.
સમાધાનઃ- સ્વરૂપથી અશુદ્ધિકે આરંભબહુદોષયુક્ત નથી. તેથી તેનાથી ‘અલ્પતરપાપ બહતરનિર્જરાનું વિધાન સંગત ન ઠરે. તેથી જ વાસ્તવમાં ભગવતી સૂત્રનો અશુદ્ધદાનઅંગેનો આલાપક આપવાદિકદાનઅંગે નથી, પરંતુ લબ્ધકદષ્ટાંતથી ભાવિત થયેલા ગૃહસ્થના દાન અંગે છે. એમ ભગવતી સૂત્રની વૃત્તિમાં બતાવ્યું છે. (લુબ્ધક= પારધી. જેમ પારધી મૃગલાની પાછળ દોડે. ગમે તેમ કરી મૃગલાને પકડવા મથે, અને મૃગલું બચવા મથે. તેમ શ્રાવકે નિર્દોષ દોષિતનો વિચાર કર્યા વિના બસ, સાધુ-મહાત્માઓના પાત્રો ભરવાનો જ પ્રયાસ કરવો. દોષિતથી બચવાનો પ્રયત્ન સાધુ પોતે કરશે. આ પ્રમાણે પાસત્થા શિથીલ સાધુઓ ભોળા શ્રાવકને ભરમાવે, આ ભ્રમથી મુગ્ધ શ્રાવક સુપાત્રને અશુદ્ધ દાન વહોરાવે, તો શ્રાવકને શો લાભ થાય? તે સૂચવવા ભગવતી સૂત્રનો આ આલાપક છે. પૂજાને અશુદ્ધદાન સાથે સરખાવવા ભગવતી સૂત્રનો આ પાઠ આપ્યો હતો. પણ આ પાઠ આપવાદિક અશુદ્ધ દાન માટે નથી. તેથી આ પાઠ આપનારા પૂજાને આપવાદિક અશુદ્ધ દાનને તુલ્ય ગણે છે એમ પણ કેવી રીતે સિદ્ધ થઇ શકે ?) આ પ્રમાણે વિપરીતભાવિત શ્રાવકે દીધેલા અશુદ્ધદાન સાથે વિધિમાં રત અને સુભાવિતશ્રાવકે કરેલી શુદ્ધપૂજાની તુલના યોગ્ય નથી (૬) ગ્લાનની વૈયાવચ્ચ કર્યા પછી પંચકલ્યાણક પ્રાયશ્ચિત્ત પણ ગીતાર્થઆદિ પદોમાંથી એકાદ પદ વિનાના સાધુની અપેક્ષાએ છે, જ્યારે બધા પદોથી યુક્ત સાધુને વૈયાવચ્ચ પછી જે પ્રાયશ્ચિત્ત આવે છે, એ તો આચારમાત્રરૂપ છે. (કે જેમાં “બીજાઓ કારણે-અકારણે દોષ સેવી અનવસ્થા ઊભી ન કરે ઇત્યાદિ આશય હોય છે.)
તેથી આ દષ્ટાંતનું આલંબન લેવામાં તો જિનપૂજા કર્યા પછી શ્રાવકને પણ પ્રાયશ્ચિત્ત કરવાનો પ્રસંગ આવે. પણ આગમમાં તો એ માટે ઈર્યાવહિયા જેટલું પણ પ્રાયશ્ચિત્ત નથી દર્શાવ્યું. જ્યારે શ્રાવકના અશુદ્ધદાન અંગે શ્રાદ્ધજીતકલ્પમાં પ્રાયશ્ચિત્તનું સ્પષ્ટ વિધાન છે. તેથી અશુદ્ધદાન સાથે પૂજામાં અભેદ બતાવવાનો પ્રયાસ વ્યર્થ છે. વળી અતિચારજનક અશુભ અધ્યવસાયની વિશોધિ પણ તે અશુભઅધ્યવસાયને તુલ્ય કે તેનાથી અધિક શુદ્ધ