________________
307
આત્મબળાદિહેતુક દંડસમાદાનમાં પૂજા અસમાવિષ્ટ
अत्र हि जातिमरणमोचनार्थं कुमार्गोपदिष्टमेव विवृत्तं, न जिनपूजादीति किं दुर्व्यसनं तव तदाशातनाया:? अन्यथा मुक्त्यर्थमनशनलोचाद्यपि हिंसा स्यादनुबन्धतोऽहिंसात्वं तु तुल्यमित्यानेडितमेव । एतेन -
से अप्पबले, सेणाइबले, से मित्तबले, सेपेच्चबले, से देवबले, सेरायबले, से चोरबले, से अतिहिबले, से किविणबले, से समणबले, इच्चेतेहिं विरूवरूवेहिं कज्जेहिं दंडसमादाणं संपेहाए भया कज्जति पावमोक्खो त्ति मण्णमाणे अदुवा आसंसाए[आचाराङ्ग १/२/२/७५] तंपरिण्णाय मेहावीणेव सयं एतेहिं कज्जेहिं दंडसमारंभेज्जा, णेवण्णेहिं एतेहिं कज्जेहिं दंडं समारंभाविज्जा, एतेहिं कज्जेहिं दंड समारंभंतं अन्ने न समणुजाणिज्जा'[१/२/२/ ७६] इति लोकविजयद्वितीयोद्देशकवचनमपि व्याख्यातम् । देवबलेन पापमोक्षालम्बनेन वा देवपूजाया दण्डसमादानत्वाभावादन्यथानशनादेरपि तथात्वापत्तेः। इहपरलोकविरुद्धान्येव च दण्डसमादानानीह गृहीतानीति नैतत्सूत्रविगीतत्वं देवतार्चनस्य। तथा च वृत्तिः →
આમ કુમાર્ગમાં જે ઉપદેશ અપાયો છે, તે જ જાતિમરણમોચન માટે છે, તેવું વિવરણ કર્યું છે. અર્થાત્કુમાર્ગમાં દર્શાવેલા જાતિમરણના મોચન માટેના ઉપાયો અર્થદંડરૂપ હોઇ હેય છે - તેવો જ ટીકાકારનો આશય છે. તેથી આ સૂત્રના બળપર જિનપૂજાનો નિષેધ કરી જિન, જિનબિંબ, સંઘ અને આગમની આશાતના કરવાની કુટેવ પાડવી લાભદાયી નથી.
પૂર્વપક્ષ - જિનપૂજામાં ફૂલવગેરે જીવોની હિંસા મુક્તિઅર્થે છે. તેથી “આ પૂજા પણ મુક્તિ માટે કરવા યોગ્ય નથી' એવો પણ ટીકાકારનો આશય અર્થતઃ સિદ્ધ છે.
ઉત્તરપદ-મુક્તિઅર્થક હિંસામાત્રજો હેય હોય, તો મુક્તિઅર્થક અનશન, લોચવગેરેને પણ હેયસ્વીકારવા પડે, કારણ કે તેમાં પણ સ્વ-પરજીવોની હિંસા સ્પષ્ટ છે જ.
(શંકા - અનશન કે લોચ પણ કરવા જેવા નથી. વગર કારણે શરીરની પીડા ઊભી કરી સંક્લેશો પેદા કરવામાં ડહાપણ નથી જ. સમાધાનઃ- આમ ન બોલશો, કારણ કે અરિહંતો પણ અનશન અને લોચ કરે છે અને તીર્થકરોની પ્રત્યેક પ્રવૃત્તિ ઉચિત અને સહેતુક જ હોય. લોચ-અનશન વગેરે પણ સત્ત્વશુદ્ધિ-વૃદ્ધિ વગેરે દ્વારા નિર્જરાના કારણ બનતા હોવાથી કરણીય તરીકે ભગવાને નિર્દેશેલા છે.)
પૂર્વપક્ષ - લોચ અને અનશનઆદિમાં શુભાશયના કારણે અનુબંધહિંસા નથી.
ઉત્તરપઃ - આ જ વાત જિનપૂજાને પણ લાગુ પડે છે. શુભાશયના કારણે જિનપૂજા પણ અનુબંધહિંસા વિનાની છે. આ વાત વારંવાર કહેલી જ છે.
આત્મબળાદિકેતુક ઠંડસમાદાનમાં પૂજા અસમાવિષ્ટ પૂર્વપક્ષઃ- આચારાંગસૂત્રમાં આ પ્રમાણે કહ્યું છે... આત્મબળ, જ્ઞાતિબળ, મિત્રબળ, પ્રેત્ય(=પરલોક) બળ, દેવબળ, રાજબળ, ચોરબળ, અતિથિબળ, કૃપણબળ, શ્રમણબળ ઇત્યાદિ વિચિત્ર કાર્યોથી જીવો દંડનું સમાધાન વિચારીને અથવા ભયથી કરે છે. અથવા પાપમાંથી મુક્તિની કલ્પના કરીને આશંસાથી (જીવ) આ બધા દંડોનું સમાદાન કરે છે. આનો બોધ કરી મેધાવીએ પોતે આ કાર્યોના હેતુથી દંડનો સમારંભ કરવો નહિ. બીજા પાસે સમારંભ કરાવવો નહિ અને કરતાને સમનુજ્ઞા કરવી નહિ.” આ પ્રમાણે “લોકવિજય’ નામના બીજા અધ્યયનના બીજા ઉદ્દેશામાં કહ્યું છે. અહીં દેવબળના હેતુથી કે પાપમુક્તિના ઉપાયતરીકે પણ જીવોની હિંસારૂપદંડનો સમારંભ કરવાની ના પાડી છે. જીવવધમય જિનપૂજા પણ દેવબળના કે પાપમોક્ષના આશયથી કરાય છે. તેથી એ પણ દંડરૂપ હોઇ ત્યાજ્ય છે.