________________
505
આચારાંગના પરિવંદનાદિસૂત્રનો ટીકાર્ય मन्नमिह यत्प्रणिधिप्रयोगः, सन्त्रासदोषकलुषो नृपतिस्तु भुङ्क्ते। यन्निर्भयप्रशमसौख्यरतिश्च भैक्षं, तत्स्वादुतां भृशमुपैति न पार्थिवान्नम् ॥२॥ 'भृत्येषु मन्त्रिषु सुतेषु मनोरमेषु, कान्तासु वा मधुमदाङ्कुरितेक्षणासु। विश्रम्भमेति न कदाचिदपि क्षितीशः, सर्वाभिशङ्कितमते: कतरन्नुसौख्यम्॥३॥ तदेवमनवबुध्य तरुणकिशलयपलाशचञ्चलजीवितरतयः कर्माश्रवेषु जीवितोपमर्दादिरूपेषु प्रवर्तन्ते। तथास्यैव जीवितस्य परिवन्दनमाननपूजनार्थं हिंसादिषु प्रवर्तन्ते। तत्र परिवन्दनं संस्तवः-प्रशंसा तदर्थमाचेष्टते। तथा हि-अहं मयूरादिपिशिताशनाद् बली तेजसा देदीप्यमानो देवकुमार इव लोकानां प्रशंसास्पदं भविष्यामीति। माननमभ्युत्थानासनदानाञ्जलिप्रग्रहादिरूपं तदर्थं वा चेष्टमान: कर्मोपचिनोति। तथा पूजनं पूजा-द्रविणवस्त्रानपानसत्कारप्रणामसेवाविशेषरूपं, तदर्थं च प्रवर्तमान: क्रियासु कश्रिवैरात्मानं सम्भावयति। तथा वीरभोग्या वसुन्धरा' इति मत्वा पराक्रमते, दण्डभयाच्च सर्वा प्रजा बिभ्यतीति दण्डयतीति। एवं राज्ञामन्येषामपि यथासम्भवमायोजनीयम् । अत्र च वन्दनादीनां द्वन्द्वसमासं कृत्वा तादर्थ्य चतुर्थी विधेया। परिवन्दनमाननपूजनाय जीवितस्य कर्माश्रवेषु प्रवर्तन्त इति समुदायार्थः । न केवलं परिवन्दनाद्यर्थमेव कर्मादत्तेऽन्यार्थमप्यादत्त इति दर्शयतिजातिश्च मरणं च मोचनं चेति जातिमरणमोचनम्, આટલાને છોડી રાજાની બાકીની બધી સામગ્રી બીજાઓમાટે છે, એમ તું સમજ.' ૧ પુષ્ટિમાટે અત્રને પ્રસિધ્ધિયોગોથી(=ઝેરવગેરેના કૂટપ્રયોગોથી) ભય-વિહ્વળ બની રાજા આરોગે છે અને પ્રશમસુખમાં રત (મુનિઓ) નિર્ભય થઇને ભિક્ષા(પુષ્ટિદાયક ન પણ હોય તેવી) આરોગે છે. ખરેખર! ભિક્ષાથી પ્રાપ્ત થયેલા આ અત્રના સ્વાદનો અંશ પણ રાજાના અન્નમાં હોતો નથી.' //ર / “આ રાજાઓ પોતાના નોકરોપર, મંત્રીઓ પર, સુંદર પુત્રોપર કે મધ ઝરતી અને મદથી ઉભરાતી આંખોવાળી પ્રિય રાણીઓ પર પણ ક્યારેય વિશ્વાસ રાખી શકતા નથી. અને બધાપર શંકાસ્નાને કર્યું સુખ હોય?'mall આ બધાનો બોધ કર્યા વિના નવા કોમળ પાંદડા જેવા ચંચળ જીવિતપર રાગાંધ થયેલા જીવો કર્મબંધના હિંસાવગેરે કારણોમાં રચ્યાપચ્યા રહે છે.
વળી આ જ જીવિતના પરિવંદન, માનન અને પૂજન માટે પણ જીવો હિંસામાં ડુબેલા રહે છે. પરિવંદન= પ્રશંસા. પ્રશંસાને ખાતર પણ વિચિત્ર ચેષ્ટાઓ કરનારા પાગલો જગતમાં ઓછા નથી. તે આ પ્રમાણે – મોરવગેરેનું માંસ ખાઇને બળવાન બનેલો હુંતેજથી દેદીપ્યમાન દેવકુમાર જેવો દેખાઇશ.... અને લોકો મારી પેટ ભરીને પ્રશંસા કરશે. માનન=ઊભા થવું, આસન આપવું, હાથ જોડવા વગેરરૂપે સત્કાર કરશે, ઇત્યાદિ ખાતર ચેષ્ટાઓ કરીને કર્મોના ઢગલા ભેગા કરનારાઓ પણ ઓછા નથી. તથા દ્રવ્ય, વસ્ત્ર, અન્ન, પાન, સત્કાર, પ્રણામ, વિશિષ્ટ સેવા વગેરેરૂપ પૂજા માટે પણ જાતજાતની પ્રવૃત્તિઓ કરી જીવ કર્મસમુદાયને સ્વીકારે છે. જેમકે “વીરભોગ્યા વસુંધરા એમ વિચારી પરાક્રમ ફોરવે. આકરો દંડકરીશતો બધા લોકો ભય પામશે, એ હેતુથી ઉગ્ર દંડકરે. આ પ્રમાણે રાજાઓ અને બીજાઓ અંગે યથાયોગ્ય સમજવું. અહીં (સૂત્રમાં) વંદન વગેરે પદોનો ધ્વંદ્વ સમાસ છે અને પછી તાદર્થ્ય(તેને માટેના અથ)માં ચોથી વિભક્તિ છે. એટલે “જીવિતના પરિવંદન-મનન અને પૂજન માટે કર્મબંધના કારણોમાં પ્રવૃત્ત થાય છે.” એવો વાક્યર્થ પ્રાપ્ત થાય છે.
માત્ર પરિવંદનવગેરે હેતુથી જ પ્રવૃત્ત થાય છે, એમ નથી, પરંતુ બીજા પ્રયોજનથી પણ કર્મનું ગ્રહણ કરે છે એમ દર્શાવતા કહે છે. પરિવંદન' ઇત્યાદિ. આ બીજા પ્રયોજનો છે (૧) જન્મ (૨) મરણ અને (૩) મુક્તિ. અહીં (સૂત્રમાં) સમાહારäદ્ધ સમાસ થઇ તાદર્થ્યમાં ચોથી વિભક્તિ છે. આ ત્રણ પ્રયોજનોથી ક્રિયાઓમાં પ્રવર્તતા અજ્ઞ જીવો કર્મ બાંધે છે. તેમાં પ્રથમ જાતિ-જન્મમાટે જીવો શું કરે છે? તે બતાવે છે – પરભવમાં સારો જન્મ મળે વગેરેહેતુથી કાર્તિકેયસ્વામી' નામના દેવને વંદનવગેરે કરે તથા બ્રાહ્મણોને જે-જે કામભોગો આપવામાં આવે તે