________________
291
પ્રતિમાશતક કાવ્ય-૬૨) [१/१/१/११] जातिमरणमोचनार्थं प्राणातिपातस्य दर्शितत्वात्तस्य च कटुतरविपाकोपदर्शनाज्जिनपूजादेरपि भवदभ्युपगमेन मुक्त्यर्थं प्रसिद्धरर्थदण्डतया साक्षानिषेधादिति चेत् ? न । एतद्व्याख्यापर्यालोचनायांत्वन्मनोरथस्य लेशेनाप्यसिद्धेः। तथा हि → तत्र' कर्मणि भगवता 'परिज्ञा' ज्ञपरिज्ञा, प्रत्याख्यानपरिज्ञा च प्रवेदिता। अथ किमर्थमसौ कटुकविपाकेषु कर्माश्र्वभूतेषु क्रियाविशेषेषु प्रवर्तते ? इत्याह-'इमस्स' इत्यादि । तत्र जीवितमिति जीवत्यनेनायुष्यकर्मणेति जीवितं-प्राणधारणम्, एतच्च प्रतिप्राणि स्वसंविदितमितिकृत्वा प्रत्यक्षासन्नवाचिनेदमा निर्दिशति। च शब्दो वक्ष्यमाणजात्यादिसमुच्चयार्थः, एवकारोऽवधारणे। अस्यैव जीवितस्यार्थे परिफल्गुसारस्य तडिल्लताविलसितचञ्चलस्य बह्वपायस्यादीर्घसुखार्थ क्रियासु प्रवर्तते । तथाहि-जीविष्याम्यहमरोगः सुखेन भोगान् भोक्ष्ये, ततो व्याध्यपनयनाथ स्नेहपानलावकपिशितभक्षणादिषु क्रियासु प्रवर्तते। तथाल्पस्य सुखस्य कृतेऽभिमानग्रहाकुलितचेता बह्वारम्भपरिग्रहाद् बह्वशुभं कर्मादत्ते । उक्तं च → द्वे वाससी प्रवरयोषिदपायशुद्धा, शय्यासनं करिवरस्तुरगो रथो वा । काले भिषा नियमिताशनपानमात्रा, राज्ञः पराक्यमिव सर्वमवेहि शेषम् ॥१॥ पुष्ट्यर्थ
પૂર્વપક્ષ - અભણને આ પ્રમાણે ઠપકો આપજો. બાકી આચારાંગમાં અર્થદંડ હોવાથી પૂજાવગેરેનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. જુઓ આચારાંગનો પાઠ - “ત્યાં ખરેખર ! ભગવાને પરિજ્ઞાનું પ્રવેદન કર્યું છે. આ જ જીવિતના પરિવંદન-માનન-પૂજન માટે જાતિમરણના મોચન માટે અને દુઃખના પ્રતિઘાતમાટે' ઇત્યાદિ. અહીં “જીવન અને મરણથી મુક્ત થવા માટે લોકો જીવોની હિંસા કરે છે.” એમ બતાવ્યું છે અને પછી ઉમેર્યું છે કે “આ કારણથી પણ હિંસા કરનારાઓ વધુ ખતરનાક પરિણામો ભોગવે છે.” તમે પણ જિનપૂજાને મોક્ષમાટે સ્વીકારો છો, તથા પૂજામાં જીવહિંસા સ્પષ્ટ દેખાય છે. તેથી આ પૂજા પણ મોક્ષાર્થક અર્થદંડમાં સમાવેશ પામે છે. તેથી અને ભારે કટુ ફળ આપનારી હોવાથી નિષિદ્ધ છે.
આચારાંગના પરિવંદનાદિસૂત્રનો ટીકાર્ય ઉત્તરપક્ષ - આ સૂત્રની ટીકાપર જો નજર નાખવામાં આવે, તો તમારા મનોરથો પાણીના પરપોટાની જેમ વિલય પામ્યા વિના રહે નહિ, ટીકાર્થ આ પ્રમાણે છે –
ત્યાં કર્મ=ક્રિયા)માં ભગવાને બે પરિજ્ઞા બતાવી છે. (૧) શપરિજ્ઞા અને (૨) પ્રત્યાખ્યાન પરિણા. (અહીં શપરિક્ષા=“સાવધ પ્રવૃત્તિથી કર્મબંધ થાય' એવા પ્રકારનું જ્ઞાન અને પ્રત્યાખ્યાન પરિક્ષા=બંધમાં કારણભૂત સાવઘયોગોનું પચ્ચખ્ખાણ કરવું.) પ્રશ્ન - દારુણ પરિણામ દેનારી તથા કર્મને લાવનારી ક્રિયાઓમાં જીવ શા માટે પ્રવર્તતો હશે? આ પ્રશ્નના ઉત્તરમાં કહે છે – “ઇમસ્સ” વગેરે. વ્યાખ્યા -જીવિત જીવને તે-તે ભવમાં જકડી રાખતું – જીવતો રાખતું આયુષ્યકર્મ. અર્થાત્ પ્રાણોને ધારી રાખવા એ જ જીવિત છે. આ જીવિતનું દરેક જીવને સાક્ષાત્ સંવેદન હોય છે. તેથી જીવિત દરેક જીવને સમીપવર્તી પ્રત્યક્ષ છે. તેથી અહીં સૂત્રમાં “ઇમસ્ટ” “ઇદનું રૂપ વાપર્યું છે, કારણ કે નજીકના પ્રત્યક્ષમાં રહેલી વસ્તુ માટે “ઇદમ્'(= આ) સર્વનામ વપરાય છે. “ચ” શબ્દ હવે પછી બતાવાતી જાતિ વગેરેનો સંગ્રહ કરે છે. પર્વ=જ કાર, એટલે કે વિજળીના ચમકારા જેવા ચંચળ અને અનેક વિદનોથી ભરેલા આ તુચ્છ જીવિતના અદીર્વસુખની ઇચ્છાથી જીવ તે-તે ક્રિયાઓમાં પ્રવર્તે છે. તે આ પ્રમાણે – “રોગ વિનાનો હું લાંબુ જીવી શકીશ અને મોજથી ભોગો ભોગવી શકીશ.” આ વિચારીને જીવ રોગો દૂર કરવા માટે સ્નિગ્ધ પદાર્થો, પશુ-પક્ષીના માંસ ભક્ષણ વગેરે ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે. તથા અભિમાનથી ઉભરાતા ચિત્તવાળો તે અલ્પ સુખ ખાતર મોટા આરંભો કરે છે. પરિગ્રહ વધાર્યું જ જાય છે અને પરિણામે જથ્થાબંધ ચીકણા અશુભકગ્રહણ કરે છે. કહ્યું જ છે કે – બે વસ્ત્ર, શ્રેષ્ઠ રાણી, નિર્દોષ શય્યા, આસન, શ્રેષ્ઠ હાથી, ઘોડો કે રથ, અવસરે સારો વૈદ્ય, નિયમિત આહાર-પાણીનું પ્રમાણ...