________________
391
ઉિપાધ્યાયજીની ફુરણા - ભક્તિમાં શક્તિ मोक्षदोक्ता। शिष्टाः पुनरत्रार्थे प्रमाणं-शिष्टैकवाक्यतया माभूदत्र स्वकपोलकल्पितत्वमात्रमिति भावः। इत्थं चाभयदेवसूरिवचनानामुक्तानांशेषाणांच भक्तिमात्रप्रयुक्तपूजैव विषय इति सर्वोऽपि प्राचीननवीनवा परिष्कृतो भवति । इत्थं विवेचका एव सुज्ञाना: सुप्ररूपकाः । शङ्कितार्थे पुनः सूत्रे व्याख्याते भक्तिरेव का ? उक्तं च सम्मतौ गन्धहस्तिना → 'ण हु सासणभत्तीमित्तएण सिद्धंतजाणगो होइ । ण वि जाणगोवि समए पन्नवणानिच्छिओ णेयोति॥[३/६३] । 'न परीक्षांविना स्थेयं प्राचीनप्रणयात्परम् । अविमृश्य रुचिस्तत्र निरस्ता गन्धहस्तिना'॥ तथा → 'जनोऽयमन्यस्य मृतः पुरातनः पुरातनैरेव समो भविष्यति। पुरातनेष्वित्यनवस्थितेषु क: पुरातनोक्तान्यपरीक्ष्य रोचयेत्'। सिद्धद्वात्रिं. ६/५] प्राचीनत्वं नवीनत्वमप्यनेकान्तगर्भितं तत्तत्तात्पर्यभेदेन तन्त्रे नातिप्रसञ्जकं, कूपदृष्टान्तविशदीकरणेऽधिकमादरात् प्रपञ्चेनोक्तमस्माभिस्ततस्तदवधार्यताम् ॥६१॥पूजायां हिंसासम्भवोक्तिं विकल्प्य दूषयन्नाह
धर्मार्थः प्रतिमार्चनं यदि वधः स्यादर्थदण्डस्तदा,
तत्किं सूत्रकृते न तत्र पठितो भूताहियक्षार्थवत् । या हिंसा खलु जैनमार्गविदिता सा स्यानिषेध्या स्फुटं,
नाधाकर्मिकवन्निहन्तुमिह किं दोषं प्रसङ्गोद्भवम् ॥ ६२॥ દ્રવ્યસ્તવસ્થળે પણ કર્મના બંધની સામે ભક્તિનો ભાવ પ્રતિબંધક બને છે, કારણ કે અવિધિયુક્ત ક્રિયા પણ આવી લાંબી પરંપરાએ મોક્ષ દેનારી જે કહેવાઇ છે, તે ભક્તિને આગળ કરીને જ કહેવાઇ છે. આ બાબતમાં અમારી કલ્પના માત્ર સ્વકપોલકલ્પિતન બની રહે પણ શિષ્ટોની સાથે એકવાક્યતા પામે, એ હેતુથી અમે અહીં શિષ્ટપુરુષોને પ્રમાણ તરીકે સ્થાપીએ છીએ. આ પ્રમાણે શ્રી અભયદેવસૂરિના વચનો અને બીજાઓના કહેવાયેલા (કૂપદૃષ્ટાંત અંગે) વચનોનો વિષય “ભક્તિમાત્રથી કરાયેલી પૂજા જ બને છે. આમ સઘળો ય જુના અને નવો માર્ગ પરિષ્કાર પામે છે.” આ પ્રમાણે વિવેચન કરનારાઓ જ સુજ્ઞાત અને સુપ્રરૂપક છે. જે સૂત્રના અર્થ અંગે શંકા હોય, તે સૂત્રના અર્થની વ્યાખ્યા કરવામાં કઇ ભક્તિ રહી છે? અર્થાત્ કોઇ ભક્તિ નથી. અથવા સૂત્રની શંકિતાર્થ વ્યાખ્યા કરવામાં ભક્તિ શું છે? (સૂત્રની શંકિતાર્થવાળી વ્યાખ્યાને પરિષ્કૃત કરવાને બદલે પ્રાચીન હોવામાત્રથી સ્વીકારી લેવામાં કઇ ભક્તિ છે? અર્થાત્ આ કોઇ તાત્વિક ભક્તિરૂપ નથી. એના કરતાં તો એ વ્યાખ્યાને પરિસ્કૃત કરી નિશંકિત કરવામાં જ ખરી ભક્તિ છે. એવો તાત્પર્યાર્થ લાગે છે.) સંમતિતર્કગ્રંથમાં શ્રી ગંધહસ્તી(=શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ)એ કહ્યું છે કે- “શાસનપરની ભક્તિમાત્રથી સિદ્ધાંતના જ્ઞાતા થવાતું નથી. તથા જ્ઞાતા(= જીવાદિતત્ત્વોનાએક દેશનો જ્ઞાતા) પણ અવશ્ય પ્રજ્ઞાપનામાં(=અનેકાંત પ્રરૂપણામાં) નિશ્ચિત હોય જ એવું પણ નથી.” તથા “પ્રાચીનપરના પ્રેમમાત્રથી પરીક્ષા કર્યા વિના રહેવું જોઇએ નહિ. કારણ કે ત્યાં (પ્રાચીન પર) વિચાર્યા વિનાની રુચિનું ગંઠસ્તીએ ખંડન કર્યું છે.”વળી “આ મરેલો માણસ અન્યની (નવા જન્મેલાની) અપેક્ષાએ પુરાતન(=પૂર્વકાલીન) છે. તેથી મરેલાની અપેક્ષાએ પણ જેઓ પુરાતન છે, તેઓના જેવો હોવો જોઇએ. આમ પુરાતન પુરુષો અનવસ્થિત છે. (પુરાતનપણામાં કોઇ મર્યાદા નથી. ઉત્તર ઉત્તરની અપેક્ષાએ પૂર્વપૂર્વના પુરાતન છે, તેથી પ્રાચીન અને અર્વાચીન અંગેની વ્યવસ્થા થઇ શકતી નથી.) તેથી “આ વચનો પુરાતનના છે એટલા માત્રથી વિચાર્યા વિના કોણ રુચિ કરે?” આમ પ્રાચીનપણું અને અર્વાચીનપણું પણ અનેકાંતથી યુક્ત છે. તેથી તેને તેતાત્પર્યના ભેદથી સિદ્ધાંતમાં પ્રાચીન-અર્વાચીન વિભાગથી કોઇ અતિપ્રસંગ આવતો નથી. કૂપદષ્ટાંત-વિશદીકરણ ગ્રંથમાં અધિક ચર્ચા પ્રયત્નપૂર્વક વિસ્તારથી અમે (ગ્રંથકારે) કરી છે. તેથી તે ત્યાંથી જ સમજી લેવી. . ૬૧