________________
વિધિયતનાયુક્ત દ્રવ્યસ્તવ સર્વથા નિર્દોષ - અન્યમત
29
साधूनामिदानीं चारित्रं कथं निर्वहेदित्यर्थपदं भावेन प्रपञ्चितं पञ्चवस्तुक एवेति यतनाभावशुद्धस्याधिकारिणः क इवात्रोपलेप: ? इति केषाश्चिन्मतं नानागमिकमाभाति । पूजेतिकर्तव्यतासम्पत्तिरेव च तन्मते कूपोत्पत्तिः, तत्प्राक्कालीन एव चारम्भः प्रतिपन्नगृहस्थधर्मप्राणप्रदद्रव्यस्तवस्य कूपखननस्थानीयस्तत्कालोपार्जितद्रव्येनैव द्रव्यस्तवसम्भवात्, त्रिवर्गाविरोधिनस्ततः प्रथमवर्गेऽस्यापि सिद्धिः, तदारम्भार्जितकर्मनिर्जरणमेव च द्रव्यस्तवसम्भविना भावेनेति न किञ्चिदनुपपन्नं नैगमनयभेदाश्रयणेन ॥ ६०॥ व्यवहारनयाश्रयणेऽपि स्वोत्प्रेक्षितं समाधानमाह
अत्रास्माकमिदं हदि स्फुरति यद्रव्यस्तवे दूषणं,
वैगुण्येन विधेस्तदप्युपहतं भक्त्येति हि ज्ञापनम् । कूपज्ञातफलं यतोऽविधियुताप्युक्तक्रिया मोक्षदा,
भक्त्यैव व्यवधानतः श्रुतधराः शिष्टाः प्रमाणं पुनः॥ ६१॥ (दंडान्वयः→ अत्रास्माकं हृदि इदं स्फुरति यद् द्रव्यस्तवे विधे: वैगुण्येन दूषणं, तदपि भक्त्या उपहतमिति ज्ञापनं हि कूपज्ञातफलं यतोऽविधियुताऽप्युक्तक्रिया व्यवधानतो भक्त्यैव मोक्षदा । प्रमाणं पुनः श्रुतधराः शिष्टाः॥)
અધ્યવસાયથી જ સંભવે છે, નહિતર તો પીઠ અને મહાપીઠના ભવમાં કરેલી અલ્પમાયાનું ફળ બ્રાહ્મી-સુંદરીના ભવમાં આટલું જોરદાર આવ્યું, તો વર્તમાનકાળના પ્રમત્ત સાધુ પોતાના ચારિત્રનો નિર્વાહ શી રીતે કરી શકે? (અત્યારના હીનવૃતિ-સંવનનવાળા સાધુઓ બાહ્યક્રિયાવગેરેની અપેક્ષાએ ઘણા પ્રમાદયુક્ત છે. એ પ્રમાદની શુદ્ધિ જો બાહ્ય ક્રિયાથી જ થતી હોય, તો અત્યારનો સાધુ જીંદગીભર પ્રાયશ્ચિત્તનું વહન કરે તો પણ પ્રમાદથી લેવાયેલા દોષોમાંથી સંપૂર્ણ શુદ્ધ થાય કે કેમ એ સવાલ છે. તેથી ત્યાં જે અશુભભાવથી પ્રમાદ આદિનું સેવન થાય છે, તેનાથી વધુ શુભભાવોથી એ પ્રમાદનું શુદ્ધીકરણ થાય છે. અને તેથી વર્તમાનમાં પણ નિઃશલ્યચારિત્ર સંભવે છે તેમ સ્વીકારવું રહ્યું.) આ વાત પંચવસ્તુમાં અર્થતઃ સિદ્ધ છે. (તેથી જો પૂજા અશુદ્ધદાનતુલ્ય હોય, તો પૂજામાં પણ અતિચાર માનવો પડે. એ માટે ક્લિષ્ટ અધ્યવસાય માનવો પડે. તો સ્નાનાદિમાં શુભભાવ બતાવ્યો છે, તે કેવી રીતે ઘટે? અને એ અતિચારતોજ શુદ્ધ થાય, જો તેથી વધુ શુભભાવથી પૂજા થાય, નહીંતર તો પૂજાલાભને બદલે નુકસાનકારી નીવડે. માટે આવી કલ્પનાઓ વ્યર્થ છે.) તે જ રીતે અધિકારી શ્રાવક પણ સ્વરૂપસાવદ્ય પૂજાદિમાં યતનાભાવની શુદ્ધિના કારણે સાવદ્યજનિત કર્મબંધથી લપાતો નથી, એમ સ્વીકારવામાં કોઇ દોષ નથી.
આ પ્રમાણે બીજા કેટલાકનો મત છે. આ મત અનાગમિક હોય, એમ લાગતું નથી. આ મતે પૂજાવિધિનું સંપાદન કૂવાની ઉત્પત્તિસમાન છે અને તે પૂર્વેનો ધનકમાવા વગેરેરૂપ જે આરંભ છે, એ સ્વીકારેલા ગૃહસ્થધર્મના પ્રાણભૂત દ્રવ્યસ્તવરૂપ કૂવાને ખોદવાની ક્રિયા સમાન છે. કારણ કે તે વખતે કમાયેલા ધનથી જ દ્રવ્યસ્તવ સંભવે છે. આમ ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગને બાધ ન આવે એ પ્રમાણે ઉપાર્જેલા દ્રવ્યથી કરાયેલો દ્રવ્યસ્તવ પણ ધર્મરૂપ પ્રથમવર્ગમાંસિદ્ધ છે, અર્થાત્ ધર્મરૂપ છે. અને દ્રવ્યકમાવવા કરેલા આરંભથી લાગેલા કર્મોની નિર્જરા દ્રવ્યસ્તવકાલીન ભાવથી સંભવે છે. આમ, મૈગમનયના પ્રકારવિશેષને આગળ કરી આ પ્રમાણે પણ કૂવાના દૃષ્ટાંતને ઘટાવવો અયોગ્ય નથી. (‘ધન કમાવવા જતો માણસ દ્રવ્યસ્તવમાટે ધન કમાઇ રહ્યો છે' ઇત્યાદિ વિચારણા દૂરના કારણમાં પણ કારણરૂપતા જોતા નૈગમનથી સંભવે છે. એવું તાત્પર્ય લાગે છે.) . ૬૦
વ્યવહારનયનો આશ્રય કરવામાં પણ પોતે ઉન્મેક્ષા કરેલું સમાધાન બતાવે છે– કાવ્યર્થ - અહીં અમારા હૃદયમાં આ પ્રમાણે ફુરણા થાય છે – “દ્રવ્યસ્તવમાં વિધિની વિકલતાને કારણે