________________
278
પ્રતિમાશતક કાવ્ય-૨ ) द्यनुभावत्वात्, तदुक्तं विंशिकायां → अणुकंपा णिब्वेओ, संवेगो तह य होइ पसमुत्ति। एएसिं अणुभावा, इच्छाईणं जहासंखं ति॥ [योगविंशिका ८] अनुभावा:-कार्याणि । इच्छादीनां-इच्छाप्रवृत्तिस्थिरसिद्धियोगानाम्। समाधिजनितश्च भावो ह्युत्थानकालेऽपि संस्कारशेषतया मैत्र्याधुपबृंहितोऽनुवर्त्तत एवान्यथा क्रियासाफल्यासिद्धेः, 'भावोऽयमनेन विना चेष्टा द्रव्यक्रिया तुच्छेति ॥ षोडशक ३/१२ उत्त०] वचनात् । एवं विविक्तविवेकेऽविरतसम्यग्दृष्टेरपि पूजायां न बन्धोऽविरत्यंशजस्तु बन्धोऽन्यः पूजायोगाप्रयुक्तः, अन्यथा जिनवन्दनादावपि तदापत्तेः । तत इह कूपनिदर्शनं-कूपज्ञातं कस्यचिद् यथाश्रुतज्ञ स्याशङ्कापदं आशङ्कास्थानम् ॥ एवं हि तदावश्यके द्रव्यस्तवीयप्रसङ्गसमाधानस्थले व्यवस्थितम् →
नामठ्ठवणादविए भावे अथयस्स होइ निक्खेवो। दव्वथवो पुप्फाई संतगुणुक्कितना भावे'॥[आव० भा०
સમાધાનઃ-એમ સાવ એકડો કાઢી નાખો નહિ. કારણ કે પૂર્વભૂમિકામાં આવી સમાધિના સર્વથા અભાવનું પ્રતિપાદન કરવું શક્ય નથી. અહીં તુ બતાવે છે – સમ્યગ્દર્શનના સિદ્ધિયોગકાલે જ પ્રશમરૂપ લિંગની સિદ્ધિ થઇ જતી હોવાથી ઇચ્છાદિ યોગ કાળે અનુકંપાવગેરે પ્રગટે છે તેવો નિર્ણય થાય છે. લિંશિકામાં કહ્યું જ છે કે – “આ ઇચ્છાવગેરેના યથાસંખ્યકક્રમશઃ અનુકંપા, નિર્વેદ, સંવેગ અને પ્રશમ આ ચાર અનુભાવ છે.” (અનુભાવ કાર્યો. ઇચ્છાવગેરે ઇચ્છાયોગ, પ્રવૃત્તિયોગ, સ્થિરતા યોગ અને સિદ્ધિયોગ. ઇચ્છાયોગનું કાર્યઅનુકંપા, પ્રવૃત્તિયોગનું કાર્યનિર્વેદ, સ્થિરતાયોગનું કાર્ય સંવેગ અને સિદ્ધિયોગનું કાર્ય પ્રશમ.) આમ ઇચ્છાયોગઆદિ પૂર્વભૂમિકાકાળે પણ અનુકંપાઆદિ પ્રશસ્તભાવ છે અને ચારિત્રરૂપ ઊંચા સ્થાનની વાત દૂર રહો, પણ સમ્યગ્દર્શનની સિદ્ધિકાળે પણ કષાય અને વિષયના ઉપશમરૂપ પ્રશમભાવની પ્રાપ્તિ હોય છે. આમ આ વ્યક્તિ પણ રાગદ્વેષના સ્થાને માધ્યશ્મભાવ રાખી શકે છે. એ જ રીતે પૂજામાં દેખીતી હિંસાવખતે પણ ભક્તિના પ્રશસ્તભાવમાં રહી શકે છે.)
શંકા - સિદ્ધિયોગથી પ્રાપ્ત થયેલો પ્રશમભાવ સમાધિકાળ સુધી જ રહેશે. (=સમ્યગ્દર્શનના સિદ્ધિયોગવખતે મનઃસ્થર્યાદિરૂપ સમાધિકાળે પ્રશમભાવ રહેશે) પણ આ સમાધિ કંઇ સતત રહેતી નથી. તેથી ઉત્થાન(=પ્રશાંતવાહિતાનો અભાવ-ઉત્થાન)કાળે પ્રશમાદિ સંભવશે નહિ.
સમાધાન - ઉત્થાનકાલે પણ સમાધિજનિત અને મત્યાદિભાવનાથી પોષણ પામેલો પ્રશમાદિભાવ સંસ્કારરૂપે રહેશે જ, નહિતર તો ક્રિયાની સફળતા જ અસિદ્ધ થશે. કારણ કે કહ્યું જ છે કે – “આ જ (પ્રણિધાનાદિ પાંચ આશયો) ભાવ છે. આના વિનાની ચેષ્ટાદ્રવ્યક્રિયારૂપ છે અને તુચ્છ છે.”આમ વ્યવહારકાળે પણ સમ્યગ્દષ્ટિની ક્રિયાને સફળ ગણવી હોય, તો સમાધિજનિત ભાવને સંસ્કારરૂપે પણ હાજર રહેલા માનવા પડશે. આમ નિશ્ચયનયની અપેક્ષાએ વ્યવસ્થિત વિભાગનો વિવેક રાખી વિચારવામાં આવે તો, સમજી શકાય છે કે “અવિરતસમ્યગ્દષ્ટિને પણ પૂજામાં અલ્પ પણ બંધ નથી. અને પૂજાકાલે પણ જે બંધ છે, તે પૂજાયોગથી પ્રયુક્ત નથી, પણ અવિરતિના અંશથી જ પ્રયુક્ત છે. આવો વિવેક કર્યા વિના અવિરતિઅંશથી થતાં કર્મબંધને પૂજાના ખાતામાં ખતવવામાં જિનવંદનાદિમાં પણ આપત્તિ છે કારણ કે તે વખતે પણ અવિરતિના કારણે કર્મબન્ધ ચાલુ છે. આમ સમ્યગ્દષ્ટિ જીવની સ્વરૂપ સાવધક્રિયા પણ જે હેતુ અને અનુબંધથી નિરવ હોય, તો અલ્પ પણ કર્મબંધમાં કારણ નથી. આવો નિષ્કર્ષ સાંભળી યથા શ્રુતજ્ઞાનીને કૂવાના દષ્ટાંત અંગે આશંકા ઊભી થવાનો સંભવ છે.
* દ્રવ્યસ્તવ કરતાં ભાવ સ્તવની શ્રેષ્ઠતા દ્રવ્યસ્તવ સંબંધી પ્રસંગના સમાધાન સ્થળે આવશ્યક નિર્યુક્તિમાં આ પ્રમાણે કહ્યું છે – O आशयभेदा एते सर्वेऽपि हि तत्त्वतोऽवगन्तव्याः । भावोऽयमनेन विना चेष्टा द्रव्यक्रिया तुच्छा ॥ इति पूर्णश्लोकः॥
-
-
-
-
-
-
—
—
—
—
—