________________
દિવ્યસ્તવ કરતાં ભાવસ્તવની શ્રેષ્ઠતા
27)
१९१] इति । व्याख्या-तत्र नामेति नामस्तवः, स्थापनेति स्थापनास्तवः, 'द्रव्य'इति द्रव्यविषयो द्रव्यस्तवः, 'भाव'इति भावविषयश्च भावस्तव इत्यर्थः । इत्थं स्तवस्य भवति निक्षेपो-न्यासः। तत्र क्षुण्णत्वान्नामस्थापने अनादृत्य द्रव्यस्तवभावस्तवस्वरूपमेवाह- द्रव्यस्तवः पुष्पादिरिति, आदिशब्दाद् गन्धधूपादिपरिग्रहः, कारणे कार्योपचाराच्चैवमाह, अन्यथा द्रव्यस्तवः पुष्पादिभिः समभ्यर्चनमिति। तथा सद्गुणोत्कीर्तना भाव इति। सन्तश्च ते गुणाश्च सद्गुणाः, अनेनासद्गुणोत्कीर्तनानिषेधमाह, करणे च मृषावाद इति । सद्गुणानामुत्कीर्तना-उत्प्राबल्येन परया भक्त्या कीर्तना-संशब्दना। यथा- 'प्रकाशितं यथैकेन त्वया सम्यग् जगत्त्रयम्। समग्रैरपि नो नाथ ! परतीर्थाधिपैस्तथा ॥१॥ 'विद्योतयति वा लोकं यथैकोऽपि निशाकरः, समुद्गतः समग्रोऽपि किं तथा तारकगणः'। २॥ इत्यादिलक्षणो, 'भाव' इति द्वारपरामर्शो भावस्तव इति गाथार्थः॥ इह चालितप्रतिष्ठापितोऽर्थः सम्यग्ज्ञानायालमिति, चालनां च कदाचिद्विनेयः करोति, कदाचित्स्वयमेव गुरुरिति, उक्तं च → कत्थइ पुच्छइ सीसो कहिंचि पुट्ठा कहेंति आयरिया' इत्यादि[दशवै. निर्यु. ३८ पू.] यतश्चात्र वित्तपरित्यागादिना द्रव्यस्तव एव ज्यायान् भविष्यतीत्यल्पबुद्धीनामाशङ्कासम्भव इत्यतस्तद्व्युदासार्थं तदनुवादपुरस्सरमाह-'दव्वथओ भावथओ दव्वथओ बहुगुण त्ति बुद्धि सिआ।अनिउणमइवयणमिणं छज्जीवहिअंजिणा बिति'/[आव० भा. १९२] व्याख्या-द्रव्यस्तवो
સ્તવના નિક્ષેપાનામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવથી છે. દ્રવ્યસ્તવપુષ્પવગેરે છે અને સહુણોત્કીર્તનભાવસ્તવ છે.” ટીકાર્ય - નામસ્તવ, સ્થાપનાસ્તવ, દ્રવ્યવિષયક સ્તવ અને ભાવવિષયક સ્તવ આ ચાર નિક્ષેપોમાંનામ અને સ્થાપના સુગમ હોવાથી એ બેનો અનાદર કરી સીધા દ્રવ્ય-ભાવ સ્તવની વાત કરે છે - દ્રવ્યસ્તવમાં પુષ્પવગેરે (વગેરેથી ધૂપવગેરે) સમજવા. અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરી પુષ્પવગેરેને દ્રવ્યસ્તવ કહ્યો. વાસ્તવમાં પુષ્પ વગેરેથી થતું સંપૂજન દ્રવ્યસ્તવ છે. વિદ્યમાન ગુણોનાં ઉત્કીર્તનને જ ભાવસ્તવ કહેવાથી અવિદ્યમાન ગુણોના ઉત્કીર્તનનો નિષેધ ક્ય. કારણ કે એમ કરવામાં “મૃષાવાદ' લાગે છે. ઉત્કીર્તના=૧=પ્રબળતાથી-પરમભક્તિથી કીર્તન=સારી રીતે ગાવું. જેમકે હે નાથ ! તેં એકલાએ જે પ્રમાણે ત્રણે જગતને પ્રકાશિત કર્યું છે, બધા જ પરતીર્થના
સ્થાપકોએ ભેગા મળીને પણ એ પ્રમાણે જગતને પ્રકાશિત કર્યું નથી.”// ૧ “અથવા તો સમગ્રલોકને એકલો ચંદ્ર જે પ્રમાણે પ્રકાશિત કરે છે, તે પ્રમાણે પ્રકાશિત કરવા બધા તારાઓ ભેગા મળીને પણ શું સમર્થ થાય છે? અર્થાત્ સમર્થ થતા નથી. ૨// આ પ્રમાણે પરમભક્તિથી પ્રભુગુણોનું ગુંજન કરવું એ ભાવસ્તવ છે. [ગા. ૧૯૧] ઉઠેલી શંકાના સમાધાનથી નિશ્ચયરૂપે પ્રાપ્ત થયેલો અર્થ સમ્યજ્ઞાનની જ્યોત પ્રગટાવે છે. તેથી શંકા-સમાધાન પણ વ્યાખ્યાનનું એક અંગ છે. તેથી હવે ચાલના=શંકા બતાવે છે. ક્યારેક શિષ્ય સ્વયં શંકા કરે, તો ક્યારેક શિષ્યના જ્ઞાનમાં વધારો કરવા ગુરુ પોતે શંકા ઉઠાવે કહ્યું જ છે કે – “ક્યાંક શિષ્ય જ પૂછે છે, તો ક્યાંક શિષ્ય ન પૂછે, તો પણ આચાર્ય બતાવે છે. પ્રસ્તુતમાંદ્રવ્યસ્તવમાં ધનનોત્યાગવગેરે છે, જ્યારેભાવસ્તવમાં જરા પણ ઘસાવાનું નથી, તેથીદ્રવ્યસ્તવ ભાવસ્તવ કરતા ચડિયાતો છે, એવી આશંકા અલ્પબુદ્ધિવાળા જીવોને થવાનો સંભવ છે. તેથી એ આશંકા દર્શાવી તેને દૂર કરતા કહે છે- દ્રવ્યસ્તવ અને ભાવસ્તવમાંદ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, આ વચન અનિપુણમતિવાળાનું છે, કારણ કે જિનો છજીવકાયના હિતને (મોક્ષનું મુખ્ય સાધન) કહે છે.” દ્રવ્યસ્તવ અને ભાવસ્તવમાં દ્રવ્યસ્તવ જ બહુ ગુણકર છે, કારણ કે (૧) દ્રવ્યસ્તવ કરવામાં ધનનો ત્યાગ હોવાથી શુભ જ અધ્યવસાય હોય છે, વળી (૨) તીર્થની ઉન્નતિ થાય છે. તથા (૩) એક વ્યક્તિને દ્રવ્યસ્તવ કરતી જોઇ બીજા પણ પ્રતિબોધ પામે છે. આમ સ્વપરઅનુગ્રહ થાય છે. આવી કદાચ બુદ્ધિ થાય. આ બધી વાત પ્રતિપક્ષપૂર્વક હૃદયમાં સ્થાપી “વ્યસ્તવ બહુગુણવાળો છે એ