________________
દ્રિવ્યસ્તવ – ચારિત્રક્રિયાની ભાવ પ્રત્યે તુલ્યતા
281
सत्त्वस्याविवेकिनोवाशुभाध्यवसायानुपपत्तेः, दृश्यते च कीाद्यर्थमपि सत्त्वानां द्रव्यस्तवे प्रवृत्तिरिति, शुभाध्यवसायभावेऽपि तस्यैव भावस्तवत्वादितरस्य च तत्कारणत्वेनाप्रधानत्वमेव फलप्रधानास्समा(सर्वा पाठा.)रम्भा' इति न्यायात्, भावस्तव एव च सति तत्त्वतस्तीर्थस्योन्नतिकरणं, भावस्तववत एव तस्य सम्यगमरादिभिरपि पूज्यत्वात्तमेव च दृष्टा क्रियमाणमन्येऽपि सुतरांप्रतिबुध्यन्ते शिष्टा इति स्वपरानुग्रहोऽपीहैवेति गाथार्थः॥ आहयद्येवं, किमयं द्रव्यस्तव एकान्तत एव हेयो वर्तते ? आहोस्विदुपादेयोऽपि ? उच्यते, साधूनां हेय एव, श्रावकाणामुपादेयोऽपि, तथा चाह भाष्यकारः → 'अकसिणपवत्तगाणं विरयाविरयाण एस खलु जुत्तो। संसारपयणुकरणो दव्वथए कुवदिढतो'॥[आव.भा. १९४] व्याख्या-अकृत्स्नंप्रवर्तयतीति संयममिति सामर्थ्याद् गम्यते अकृत्स्नप्रवर्तकास्तेषां, 'विरताविरतानामि'ति-श्रावकाणां एष खलु युक्तः, एष: द्रव्यस्तवः, खलुशब्दस्यावधारणार्थत्वाद् युक्त एव। किम्भूतोऽयमित्याह-संसारप्रतनुकरण: संसारक्षयकारक इत्यर्थः, द्रव्यस्तवः। आह-य: प्रकृत्यैवासुन्दरः, स कथं श्रावकाणामपि युक्त इति ? अत्र कूपदृष्टान्त एवं-जहा णवणयराइसन्निवेसे केइ पभूयजलाभावओ तण्हाइपरिगया तदपनोदार्थ कूपं खणंति, तेसिं च जइवि तण्हादिया वड्डति, मट्टिकाकद्दमाईहि य मलिणिज्जति, तहवि तदुब्भवेण चेव पाणिएणं तेसिं ते तण्हाइया सो य मलो पुव्वओ य फिट्टइ, सेसकालं च ते तदण्णे य लोगा सुहभागिणो भवंति। एवं दव्वथए जइवि असंजमो तहावितओ चेवसा परिणामसुद्धी भवइ, जाए असंजमोवज्जियं (અધ્યાહારથી) અસંપૂર્ણપણે પ્રવર્તાવે છે. અર્થાત્ જેઓ આંશિકસંયમવાળા છે, તેવા શ્રાવકોને આ દ્રવ્યસ્તવ યોગ્ય જ (ખલુ” શબ્દ “જ'કારાર્થક છે.) છે. કારણ કે આ દ્રવ્યસ્તવ સંસારનો ક્ષય કરે છે.
શંકા - સ્વભાવથી જ અસુંદર દ્રવ્યસ્તવ શ્રાવકોને પણ યોગ્ય શી રીતે બને છે?
સમાધાનઃ-કૂવાના દષ્ટાંતથી. કૂવાનું દષ્ટાંત આ પ્રમાણે છે. નવું નગર વસ્યું ત્યાં પૂરતાં પ્રમાણમાં પાણી ન હતું. તેથી તૃષ્ણાદિથી પીડાયેલા કેટલાક લોકોએ તરસ છીપાવવા કૂવો ખોદવા માંડ્યો. જો કે આ કૂવો ખોદતી વખતે પરિશ્રમને કારણે તરસ વધવાની છે અને ખોદેલી માટીવગેરેથી કપડા અને શરીર પણ મેલા થવાના છે. છતાં પણ કૂવામાંથી નીકળેલાં પાણીથી જ તેઓની તરસ છીપાશે અને મેલ પણ દૂર થઇ શકશે. વળી તે પછી હંમેશા તેઓ અને બીજાઓ પણ સુખના ભાજન થશે. (કારણ કે પાણી સુલભ થશે.) આ જ પ્રમાણે દ્રવ્યસ્તવમાં પણ જો કે અસંયમ છે તો પણ તેનાથી જ(=વ્યસ્તવથી જ) પરિણામની શુદ્ધિ થાય છે. ઉત્પન્ન થયેલી આ પરિણામશુદ્ધિ દ્રવ્યસ્તવના અસંયમથી અને બીજા પણ અસંયમથી ઉપાર્જેલા સઘળા કર્મોનો નાશ કરે છે. તેથી આ દ્રવ્યસ્તવ શુભ(=પુણ્ય)ના અનુબંધવાળો તથા ઘણી નિર્જરાનું કારણ છે એમ સમજી શ્રાવકોએ આદરવો જોઇએ. (ગા.૧૯૪]
દ્રવ્યસ્તવ - ચારિત્રક્રિયાની ભાવપ્રત્યે તુલ્યતા અહીં દ્રવ્યસ્તવ અને ચારિત્રક્રિયાની તુલ્યતાનું આપાદન કરવાદ્વારા “દ્રવ્યસ્તવ પણ મહાન છે' એ સિદ્ધ કરે છે. (પંચાશક ગ્રંથના ટીકાકાર શ્રી અભયદેવસૂરિના મતે દ્રવ્યસ્તવમાં સ્નાનાદિ અને પુષ્પાદિ ત્રટનવગેરે કૂવો ખોદવારૂપ છે, આરંભરૂપ છે અને શુભભાવયુક્ત પૂજા પાણીની પ્રાપ્તિરૂપ છે. બીજો મત કૂપદષ્ટાંતની ઘટના આ રીતે સ્વીકારતો નથી. તેમને પૂજા માટે થતી સ્નાનાદિ પ્રવૃત્તિ પણ પૂજાના એક અંગરૂપ હોઇ નિર્દોષ છે. અહીં તેઓ ઉત્તરપક્ષરૂપે છે, ને અભયદેવસૂરિમત પૂર્વપક્ષરૂપ છે, તે સમજવું.)
પૂર્વપક્ષ - દ્રવ્યસ્તવમાં કરેલી પ્રવૃત્તિ એકાંતે શુભભાવ જન્માવી શકતી નથી, કારણકે દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ તો કીર્તિવગેરે અશુભ-આશયથી પણ થાય છે.
ઉત્તરપક્ષ - ભાઇ! આ વાત તો ભાવચારિત્રમાટે ચારિત્રક્રિયામાં પણ લાગુ પડે છે. અભવ્યો વગેરે કયા