________________
પ્રતિમાશતક કાવ્ય-૬૦
,
रपि ?' इत्याशङ्कयाह-आरम्भवतः = स्वजनधनगेहादिनिमित्तं कृष्यादिकर्मभिः पृथिव्यादिजीवोपमर्दयुक्तस्य गृहिण इत्यर्थो, न पुनः साधोस्तस्य सर्वसावद्ययोगविरतत्वाद् भावस्तवारूढत्वाच्च । भावस्तवारूढस्य हि स्नानादिपूर्वकद्रव्यस्तवोऽनादेय एव, भावस्तवार्थमेव तस्याश्रयणीयत्वात्, तस्य च स्वत एव सिद्धत्वात् । इमं चार्थं प्रकरणान्तरे स्वयमेव वक्ष्यतीति । गुणाय= पुण्यबन्धलक्षणोपकाराय नियमेन = अवश्यम्भावेन । अथ कथं स्वरूपेण सदोषमप्यारम्भिणो गुणाय ? इत्याह- 'सुहभावहेउओ 'त्ति । लुप्तभावप्रत्ययत्वेन निर्देशस्य, शुभभावहेतुत्वात् = =રશસ્તમાવनिबन्धनत्वाज्जिनपूजार्थं स्नानादेः । अनुभवन्ति च केचित् स्नानपूर्वकं जिनार्चनं विदधाना शुभभावमिति। खलुर्वाक्यालङ्कारे । विज्ञेयम् =ज्ञातव्यम्। अथ गुणकरत्वमस्य शुभभावहेतुत्वात्कथमिव ज्ञेयम् ? इत्याह-कूपज्ञातेन= अवटोदाहरणेन, इह चैवं साधनप्रयोगः, गुणकरमधिकारिणः किञ्चित्सदोषमपि स्नानादि, विशिष्टशुभभावहेतुत्वात् । विशिष्टशुभभावहेतुभूतं यत्, तद् गुणकरं दृष्टं; यथा कूपखननं, विशिष्टशुभभावहेतुश्च यतनया स्नानादि, ततो गुणकरमिति । कूपखननपक्षे शुभभावस्तृष्णादिव्युदासेनानन्दाद्यवाप्तिरिति । इदमुक्तं भवति-यथा कूपखननं श्रमतृष्णाकर्दमोपलेपादिदोषदुष्टमपि जलोत्पत्तावनन्तरोक्तदोषानपोह्य स्वोपकाराय परोपकाराय च किल भवतीत्येवं स्नानादिकमप्यारम्भदोषमपोह्य शुभाध्यवसायस्योत्पादनेन विशिष्टाशुभकर्मनिर्जरणपुण्यबन्धकारणं भवतीति । इह केचिन्मन्यन्ते पूजार्थं स्नानादिकरणकालेऽपि निर्मलजलकल्पशुभाध्यवसायस्य विद्यमानत्वेन कर्दमलेपादिकल्पपापाभावाद्विषममिदमित्थमुदाहरणं, तत्किलेदमित्थं योजनीयं यथा कूपखननं स्वपरोपकाराय भवत्येवं स्नान
284
તાત્પર્ય આ છે – ‘સ્નાનનું વર્ઝન કે પૂજા તો ગુણકારી છે જ. પણ સ્નાન પણ ગુણકારી છે.’ અહીં રક્ષણીય જીવોની શક્ય રક્ષાનો પ્રયત્ન જયણારૂપ છે. ‘શું સાધુને પણ આ સ્નાનાદિ ગુણકારી ખરા ?’ એવી આશંકા ટાળવા કહે છે – આરંભવાળાને જ ગુણકારી છે. અર્થાત્ જેઓ સ્વજન, ધન, ઘરઆદિના નિમિત્તે ખેતીવગેરે પ્રવૃત્તિથી પૃથ્વીવગેરે જીવોની હિંસામાં પ્રવૃત્ત છે, તેવા ગૃહસ્થોને જ આ જયણાપૂર્વકના શુભાશયથી થતા સ્નાનાદિ ગુણકારી છે, સાધુને નહીં, કારણ કે સાધુઓ સર્વસાવદ્યનો ત્યાગ કરી ભાવસ્તવમાં આરૂઢ થયાં છે. ભાવસ્તવની પ્રાપ્તિમાટે દ્રવ્યસ્તવ સાધન છે. અને સાધુને ભાવસ્તવ સ્વતઃ પ્રાપ્ત છે. તેથી ભાવસ્તવમાં લીન થયેલા સાધુઓને સ્નાનાદિપૂર્વકનો દ્રવ્યસ્તવ અનાદેય જ છે. આ જ અર્થ ગ્રંથકાર શ્રી હરિભદ્રસૂરિ મહારાજા અન્ય પ્રકારે આગળ દર્શાવશે, સ્નાનાદિથી પુણ્યબંધરૂપ ગુણ=ઉપકાર અવશ્ય થાય છે.
શ્રી અભયદેવસૂરિમતે ગ્રૂપદષ્ટાંતની સાર્થકતા
શંકા ઃ- આરંભવાળા ગૃહસ્થને સ્વરૂપસાવઘ સ્નાનાદિ ગુણકારી શી રીતે બને ?
-
સમાધાનઃ- એ રીતે કે તેમાં જિનપૂજાનો શુભાશય ભળેલો છે. પૂજાના શુભભાવમાં કારણ હોવાથી સ્નાનાદિ ગુણકારી છે. સ્નાનાદિપૂર્વક પૂજા કરનારા કેટલાક ભાગ્યશાળીઓને શુભાશયનો અનુભવ થાય જ છે. (મૂળમાં ‘ખલુ’પદ અલંકારાર્થે છે.) અહીં કૂવાનું દૃષ્ટાંત છે. અનુમાનપ્રયોગ આ પ્રમાણે છે – સ્નાનાદિ સદોષ વસ્તુ (=દ્રવ્ય, ગુણ કે ક્રિયા) પણ અધિકારીને ગુણકારી બને છે, કારણ કે વિશિષ્ટ શુભાશયમાં કારણ બને છે. જે-જે વિશિષ્ટ શુભાશયમાં કારણ હોય, તે તે ગુણકારી છે; જેમકે કૂવો ખોદવાની ક્રિયા. જયણાથી થતી સ્નાનાદિ ક્રિયા પણ વિશિષ્ટ શુભભાવમાં કારણ છે. તેથી ગુણકારી છે. કૂવો ખોદવાના પક્ષે શુભભાવ=તૃષ્ણાવગેરેના નાશથી આનંદવગેરેની પ્રાપ્તિ. તાત્પર્ય :- જેમ કૂવો ખોદવામાં પરિશ્રમ, તૃષ્ણાવૃદ્ધિ, કાદવથી ખરડાવાનું વગેરે ઘણા દોષો છે, છતાં પાણીની પ્રાપ્તિ થયા બાદ તે બધા દોષો દૂર થાય છે; તથા સ્વ અને પર ઉપર ઉપકાર થાય છે. તેમ