________________
285
શ્રી અભયદેવસૂરિમતે કૂપદષ્ટાંતની સાર્થકતા पूजादिकं करणानुमोदनद्वारेण स्वपरयो: पुण्यकारणं स्यादिति। न चैतदागमानुपाति, यतो धर्मार्थप्रवृत्तावप्यारम्भजनितस्याल्पस्य पापस्येष्टत्वात्, कथमन्यथा भगवत्यामुक्तं → 'तहारूवंसमणं वा माहणंवा पडिहयपच्चक्खायपावकम्मं अफासुएणं अणेसणिज्ज असण ४ पडिलाभेमाणे भंते ! किं कज्जइ ? गो० ! अप्पे पावे कम्मे बहुतरिया से णिज्जरा कज्जइ'। तथा ग्लानप्रतिचरणानन्तरं पञ्चकल्याणकप्रायश्चित्तप्रतिपत्तिरपि कथं स्यात् ? इत्यलं प्रसङ्गेनेति गाथार्थः । यतनया विहितस्य स्नानादेः शुभभावहेतुत्वं प्रागुक्तम् । अथ यतनांस्नानगतांशुभभावहेतुतां च यतनाकृतां स्नानस्य दर्शयन्नाह-'भूमीप्पेहणजलछाणणाइ जयणा उ होइ हाणाओ । एत्तो विसुद्धभावो अणुहवसिद्धो च्चिय बुहाणं॥' [पञ्चाशक ४/११] व्याख्या-भूमेः प्रेक्षणं च-स्नानभुवः प्राणिरक्षार्थं चक्षुषा निरीक्षणं, जलछाणणं च-पूतरकपरिहारार्थं नीरगालनम्, आदि-प्रमुखं यस्य व्यापारवृन्दस्य, तद्भूमिप्रेक्षणजलछाणणादि। आदिशब्दान्मक्षिकारक्षणादिग्रहः। तत्किमित्याह यतना-प्रयत्नविशेषः, तु शब्द: पुनरर्थः, तद्भावना चैवं-स्नानादि यतनया गुणकरं भवति, यतना पुनर्भूमिप्रेक्षणजलछाणनादिः, भवति-वर्त्तते, क्वेत्याहस्नानादौ अवधिकृते
સ્નાન વગેરે પણ આરંભાદિ દોષો દૂર કરી શુભઅધ્યવસાય પ્રગટાવવા દ્વારા અશુભકર્મોની વિશિષ્ટનિર્જરા અને પુણ્યબંધમાં કારણ બને છે.
અહીં (કેટલાકનો મત) - પૂજામાટે કરાતા સ્નાનાદિ વખતે પણ નિર્મળ જળ તુલ્ય અધ્યવસાય(=“આ પાણી જેમ દેહના મળને દૂર કરે છે, તેમ જિનપૂજા મારા અંતરમળને દૂર કરશે' ઇત્યાદિરૂપ શુભાશય) રહ્યો છે. તેથી સ્નાનાદિ વખતે પણ કાદવથી ખરડાવા તુલ્ય પાપનો અભાવ છે, તેથી ઉપરોક્ત રીતે કૂવાનું દૃષ્ટાંત ઘટાવવામાં વિષમતા આવશે. કારણ કે એ પ્રમાણે કૂવાના દષ્ટાંતને વિચારવામાં આ સ્નાનાદિમાં પણ અલ્પ પાપનો સ્વીકાર કરવો પડે. પણ વાસ્તવમાં તો પૂજાનો શુભાશય હોવાથી જયણાપૂર્વકના સ્નાનાદિમાં અલ્પ પણ પાપનો બંધ નથી, કારણ કે સર્વત્ર બંધમાં ભાવ કારણ છે. તેથી કૂપદષ્ટાંતને ઉપરોક્ત પ્રમાણે ન ઘટાવતા આ પ્રમાણે ઘટાવવું જોઇએજેમ કૂવો ખોદવાથી સ્વ અને પર ઉપર (લૌકિક) ઉપકાર થાય છે. તેમ સ્નાન-પૂજાવગેરે પણ કરણ, અનુમોદન દ્વારા સ્વ અને પર ઉપર (લોકોત્તર) ઉપકાર કરે છે.
પૂ. અભયદેવસૂરિજી - આ માન્યતા આગમાનુસારી નથી, કારણ કે ધમહેતુક પ્રવૃત્તિ પણ જો આરંભયુક્ત હોય, તો તે આરંભના કારણે અલ્પ પાપનો બંધ આગમમાન્ય છે. જો આમ ન હોત, તો ભગવતી સૂત્રમાં બતાવેલાં અશુદ્ધ દાનથી અલ્પ બંધ અને બહુતર નિર્જરા સંગત ન કરત. ભગવતી સૂત્રનો પાઠ આ પ્રમાણે છે “હે ભદંત! પ્રતિહપ્રત્યાખ્યાતપાપકર્મ(=પૂર્વકપાપનો નિંદાદિથી નાશ કરતા અને ભવિષ્યના પાપો અંગે પ્રત્યાખ્યાન કરતા) તેવા પ્રકારના શ્રમણ કે (બ્રહ્મચર્યનું પાલન કરતા હોવાથી) બ્રાહ્મણને અપ્રાસુક(=સચિત્તાદિ) અનેષણીય(=૪૨ દોષયુક્ત) અશનઆદિ ચાર વહોરાવનારો શું કરે છે?” “ગૌતમ! અલ્પ પાપનો બંધ અને બહુતર પાપોની નિર્જરી કરે છે. અહીંદાનઆરંભયુક્ત હોવાથી તેમાં અલ્પ પાપનો બંધ દર્શાવ્યો. તે જ પ્રમાણે ગ્લાનની સેવા કરનારા વૈયાવચ્ચીને સેવાકાર્યની સમાપ્તિ બાદ પ્રાયશ્ચિત્તવિધિમાં પંચકલ્યાણક નામનું પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે. ગ્લાનની સેવા શુભ હોવા છતાં, તેમાં સેવાતા અનિવાર્યદોષો અંગે આ પ્રાયશ્ચિત્ત છે. આરંભયુક્ત ધર્મમાં અલ્પ પણ પાપનો બંધ ન હોય, તો આ પ્રાયશ્ચિત્તવિધિ પણ અસંગત ઠરે. તેથી સ્વરૂપસાવદ્ય ધર્મપ્રવૃત્તિમાં આરંભનિમિત્તક અલ્પપાપનો બંધ થાય છે. તેથી અમે કૂપદષ્ટાંતની જે વિચારણા કરી તે જ બરાબર છે. તેથી વિસ્તારથી સર્યું (ગા.૧૦નો અર્થ થયો.) (ગા. ૧૧મીનો અર્થ – અવતરણિકા) પૂર્વેની ગાથામાં “જયણાથી થતા સ્નાનાદિ શુભભાવના હેતુ છે એમ દર્શાવ્યું. હવે સ્નાન કરતી વખતની જયણા અને જયણાને કારણે સ્નાનની શુભભાવમાં હેતુતા દર્શાવતા કહે છે- “ભૂમિનું પ્રેક્ષણ,