________________
274
પ્રતિમાશતક કાવ્ય-૫૯). प्रतिपत्त्यनन्तरं यावजीवं तथाभिग्रहपरः। एवं चिय जंचित्तो सावगधम्मो बहुप्पगारो' इत्यादिवचनादित्येव हि। इच्छया तु धर्मसङ्करे क्रियमाणे न किञ्चित्फलमित्युक्तमेव ॥५८॥ सिंहावलोकितेन हिंसांशमतिमेव द्रव्यस्तवे निरस्यति
धर्मार्थं सृजतां क्रियां बहुविधां हिंसा न धर्मार्थिका,
हिंसांशे न यतः सदाशयभृतां वाञ्छा क्रियांशे परम्। न द्रव्याश्रवतश्च बाधनमपि स्वाध्यात्मभावोन्नते
रारम्भादिकमिष्यते हि समये योगस्थितिव्यापकम्॥५९॥ (दंडान्वयः→ धर्मार्थं बहुविधां क्रियां सृजतां हिंसा न धर्मार्थिका। यत: सदाशयभृतां न हिंसांशे वाञ्छा परं क्रियांशे। स्वाध्यात्मभावोन्नते: द्रव्याश्रवत: बाधनमपि च न। हि समये आरम्भादिकं योगस्थितिव्यापकમિથ્થા)
'धर्मार्थम्' इति । धर्मार्थं बहुविधां-बहुप्रकारां क्रियां पूजादिरूपां सृजतां धर्मार्थिका धर्मार्था हिंसा न, यतः सदाशयभृतां शुभभाववतां हिंसांशे वाञ्छा न, परं केवलं क्रियांशे वाञ्छा। तथा चानुबन्धहिंसानिरास:। सदाशयश्च यतनोपबृंहितो ग्राह्य इति हेतुहिंसापि निरस्तैव। तथा च स्वरूपहिंसैवास्ति। तत्राह- द्रव्याश्रवतश्च
શંકા - તો પછી પૂર્વાચાર્યોએ સાવદ્યમાં સંક્ષેપ કરનારા કયા શ્રાવકને પૂજામાં અનધિકારી બતાવ્યો છે?
સમાધાન - પૂર્વાચાર્યોએ જે શ્રાવકને પૂજાનો અનધિકારી કહ્યો છે, તે શ્રાવક તરીકે બધા શ્રાવક સમજવાના નથી. પરંતુ જે શ્રાવક સચિત્તઆદિના અને આરંભઆદિના ત્યાગમાં તત્પર છે, તથા શ્રાવકની ઉપરિતનપ્રતિમા (=અગ્યારમી)ના સ્વીકાર પછી ચાવજીવમાટે તેવા પ્રકારના અભિગ્રહવાળો છે, તે શ્રાવક જ જિનપૂજાદિમાં અનધિકારી તરીકે સંમત છે.
શંકા - શ્રાવક તરીકે સમાન હોવા છતાં એકને અધિકારી અને બીજાને અનધિકારી કહેવા શું યોગ્ય છે?
સમાધાનઃ- “શ્રાવકધર્મઅનેક પ્રકારવાળો છે આવું વચન હોવાથી શ્રાવકધર્મમાં રહેલાઓમાં પણ અધિકાર અને અનધિકારનો ભેદ પડે તે દોષયુક્ત નથી. પરંતુ આ અધિકાર-અનધિકારની પૂર્વોક્ત નિશ્ચિત શાસ્ત્રીય મર્યાદા છે. પણ પોતાની કલ્પના અને ઇચ્છાથી એકના ધર્મને બીજાના ધર્મતરીકે સ્વીકારી ધર્મસંકર કરવામાં તો કશો લાભ નથી, એ વાત પૂર્વે કરી જ છે. ૫૮
સિંગાવલોકિતન્યાયથી દ્રવ્યસ્તવમાં હિંસાના અંશની બુદ્ધિનું ખંડન કરે છે
કાવ્યર્થ - ધર્મમાટે અનેક પ્રકારની ક્રિયા કરનારાને ધર્માર્થિક હિંસા(નોદોષ) નથી; કારણકેશુભાશયવાળા તેઓને હિંસાના અંશે ઇચ્છા નથી, પરંતુ ક્રિયાના અંશે છે. તથા સ્વાધ્યાત્મભાવની ઉન્નતિ હોવાથી દ્રવ્યાશ્રવથી બાધ પણ નથી; કારણ કે સિદ્ધાંતમાં આરંભવગેરે યોગસ્થિતિના વ્યાપક તરીકે ઇષ્ટ છે.
અધ્યાત્મભાવથી દ્રવ્યાશ્રવ નિબંધક ધર્મમાટે શુભાશયથી પૂજાવગેરે પ્રવૃત્તિ કરનારાને ક્રિયાઅંશ જ ઇષ્ટ હોય છે, નહિ કે હિંસા અંશ પણ – આ વચનથી અનુબંધહિંસાનો નિષેધ કર્યો, કારણ કે હિંસાની નહીં, પણ ધર્મની અપેક્ષા છે. વળી, તેઓના શુભાશય તરીકે માત્ર “સારો ભાવ” એમ નહીં, પણ એ સારા ભાવને વાસ્તવિક પોષણ આપતી યતના=જયણાની સાવધાની પણ ભેગી સમજવાની છે. અર્થાત્ એમનો શુભાશય જયણાથી પોષાયેલો છે. આમ કહેવાથી હેતુહિંસાનો પણ