________________
270
પ્રતિમાશતક કાવ્ય-૫] प्रवर्त्ततामित्यागतम्। तथा च → 'धर्मार्थं यस्य वित्तेहा तस्यानीहा गरीयसी। प्रक्षालनाद्धि पङ्कस्य दूरादस्पर्शनं वरम् ॥ [अष्टक ४/६] इत्यनेन विरोध इति चेत् ? न, सर्वविरतापेक्षयास्य श्लोकस्याधीतत्वेनाविरोधात्। गृहस्थापेक्षया तु सावधप्रवृत्तिविशेषस्य कूपदृष्टान्तेनानुज्ञातत्वान्न केवलं तस्य पूजाङ्गीभूतपुष्पावचयाद्यारम्भे प्रवृत्तिरिष्टा, अपि तु वाणिज्यादिसावधप्रवृत्तिरपि काचित्कस्यचिद्विषयविशेषपक्षपातरूपत्वेन पापक्षयगुणबीजलाभहेतुत्वात् । तदिदमाह-सङ्काशादिवत् सङ्काशश्रावकादिरिव धर्मार्थ मृद्ध्यर्जन वित्तोपार्जन मुपेत्यापिअङ्गीकृत्यापि हि-निश्चितं कुर्वन् शुद्धालम्बने य: पक्षपातस्तत्र निरत इति हेतोगुणनिधि: गुणनिधानमिष्यते॥
सङ्काशश्रावको हि प्रमादाद्भक्षितचैत्यद्रव्यो निबद्धलाभान्तरायादिक्लिष्टकर्मा चिरं पर्यटितदुरन्तसंसारकान्तारोऽनन्तकालाल्लब्धमनुष्यभवो दुर्गतनरशिरःशेखररूप: पारगतसमीपोपलब्धस्वकीयपूर्वभववृत्तान्तः पारगतोपदेशतो दुर्गतत्वादिनिबन्धनकर्मक्षपणाय 'यदहमुपार्जयिष्यामि द्रव्यं तद् ग्रासाच्छादनवर्जं सर्वं जिनायतनादिषु नियोक्ष्ये' इत्यभिग्रहवान् तथा प्रवर्तते स्म कालेन च निर्वाणमवाप्तवानिति। अथैतदित्थं सङ्काशस्यैव
ઘમર્થ આરંભનો નિષેધ સર્વવિરતને અપેશીને પૂર્વપક્ષ - આ પ્રમાણે તો “અન્ય આરંભમાં પ્રવૃત્ત થયેલાએ પૂજામાટે આરંભ કરવો એમ સિદ્ધ થાય છે. પણ તેમ સ્વીકારવામાં હારિભદ્રાષ્ટકના “ધર્મ ખાતર જે ધનને ઇચ્છે તેને ઇચ્છા ન કરવી જ બહેતર છે; કાદવથી ખરડાયેલા શરીરનું પ્રક્ષાલન કરવા કરતાં કાદવથી દૂર રહેવું જ વધુ યોગ્ય છે. એવા વચનની સાથે વિરોધ આવશે, કારણ કે આ વચન ધર્મ માટે ધનઅર્જન આદિ આરંભનો નિષેધ કરે છે.
ઉત્તર૫ક્ષ - એમ નથી. અષ્ટકનું તમે બતાવેલું ઉપરોક્ત વચન સર્વઆરંભથી નિવૃત્ત થયેલા સાધુની અપેક્ષાએ કહેવાયું છે. “સર્વસાવધના ત્યાગીએ ધર્મના નામે સાવદ્યને સેવવા કરતાં સર્વથા નિરવદ્ય અવસ્થામાં રહેવું જ વધુ ઉચિત છે એવો આશ્લોકનો આશય છે. તેથી આ શ્લોક અન્ય સાવદ્યપ્રવૃત્તિમાં પડેલા ગૃહસ્થને લાગુ પડે. ગૃહસ્થને તો કુવાના દાંતથી સાવદ્યવિશેષમાં પ્રવૃત્તિની અનુજ્ઞા આપેલી જ છે. તેથી જ ગૃહસ્થની પૂજાના અંગભૂત પુષ્પોને ભેગા કરવાઆદિરૂપ આરંભમાં પ્રવૃત્તિ તો સંમત છે જ, પણ વેપારઆદિ સાવદ્યપ્રવૃત્તિ પણ સંમત છે, કારણ કે કોઇક વ્યક્તિવિશેષની એવી કોઇક સાવદ્યપ્રવૃત્તિ વિષયવિશેષના પક્ષપાતરૂપે હોવાથી પાપના લયમાં અને ગુણના બીજના લાભમાં હેતુ બનતી હોય છે. તેથી જ કહ્યું કે “સંકાશ શ્રાવકની જેમ ધર્મ માટે ધનોપાર્જનની પ્રવૃત્તિ અંગીકાર કરનારો પણ શુદ્ધાલંબનના પક્ષપાતમાં રત હોવાથી ગુણવાન તરીકે જ સંમત છે.”
સંકાશ શ્રાવકનું દૃષ્ટાંત સંકાશ શ્રાવકે પ્રમાદથી દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું. આ પ્રમાદથી તેણે લાભાંતરાયવગેરે ક્લિષ્ટ કર્મો બાંધ્યા. “ઉત્કૃષ્ટપાત્રની આરાધનાથી ઉત્કૃષ્ટ લાભ અને વિરાધનાથી ઉત્કૃષ્ટ નુકસાન' આ ન્યાયે પોતાની આ ભૂલ બદલ સંકાશે ત્રાસદાયક સંસારસાગરમાં અનંતકાળ સુધી ભ્રમણ કર્યું. ત્યાર બાદ મનુષ્યભવ પ્રાપ્ત કર્યો. પણ કાતિલ કર્મે છાલન છોડી. એને દુર્ભગશિરોમણિ બનાવ્યો. પણ અકામનિર્જરાથી કર્મનો પાવર કંઇક મંદ પડ્યો હતો. તેથી પારગત(=કેવળી? કે કોઇક કેવળીનું નામવિશેષ)નો સમાગમ થયો, તેમની પાસેથી પોતાની ભૂલ અને પરિણામે પૂર્વભવોમાં થયેલા હાલહવાલનો ચિતાર પ્રાપ્ત થયો. કાળજું કંપીગયું. પ્રમાદનું પરિણામ દિલથડકાવી ગયું. દેવદ્રવ્યના ભક્ષણ, અરક્ષણ અને દુરુપયોગના દારુણ વિપાકોનો પોતાને થઇ ગયેલો અનુભવ નજરમાં આવ્યો. ભૂતકાલની ભૂલના પરિણામને નજરસમક્ષ રાખી વર્તમાન અને ભવિષ્યને સુધારવા મથે - તે સુજ્ઞ. સંકાશ પણ સુજ્ઞ હતો.