________________
268
પ્રતિમાશતક કાવ્ય-૫૬) सत्य-मित्यर्द्धाङ्गीकारे, यो दर्शनगुणोल्लासाय सम्यक्त्वगुणवृद्ध्यर्थं वित्तव्यये क्षेत्रे धनवापायाधिकरोति-अधिकारभाग्भवति, तस्येयं पूजा महते गुणाय भवति, अधिकारिविशेषेण कारणविशेषात्फलविशेषस्य न्याय्यत्वाद्, भूम्ना तत्प्रवृत्तेश्च । अत एव द्रव्यस्तवः श्राद्धानां हस्तिशरीरतुल्यो, भावस्तवश्च तेषां किञ्चित्कालीनसामायिकादिरूपस्तदक्षितुल्य इति तत्र तत्र स्थितम् । तुल्यफलत्वेऽप्याह-‘हेत्वन्तरात् हेतुर्विफलोन' । तथा च, दानादीनां सामायिकादीनां देवपूजायाश्च श्राद्धोचितफले तृणारणिमणिन्यायेन कारणत्वान्न दोषः। अत एव श्रमणमधिकृत्याप्युक्तं
ઉત્તરપક્ષઃ- “સત્ય(“સત્યં અવ્યય અર્ધસ્વીકારમાં છે – સામાયિક આદિથી જિનેશ્વરનો વિનય થાય અને આપનું નિવારણ થાય તે માન્ય છે. પણ તેથી પૂજા નિરર્થક છે તેમ માન્ય નથી – એવું તાત્પર્ય છે) પણ જેઓને સમ્યગ્દર્શનની શુદ્ધિ અને વૃદ્ધિ માટે યોગ્યક્ષેત્રમાં ધનવ્યયઃધનને વાવવાનો અધિકાર મળ્યો છે, તેઓને માટે ધનવ્યયનું શ્રેષ્ઠ ક્ષેત્ર રત્નપાત્રતુલ્ય પરમાત્મા જ છે. તેથી પોતાના દ્રવ્યનો સદ્વ્યય કરી જે શ્રાવકો પૂજા કરે છે, તેમને તે પૂ મોટા કલ્યાણ માટે થાય છે. કારણ કે આ પૂજા દ્વારા સ્વપરના બોધિનું નિમિત્ત બનવાનું થાય છે.)
| (શંકા - શું સમ્યગ્દર્શનની શુદ્ધિ અને વૃદ્ધિ સામાયિકથી શક્ય નથી? સમાધાન - શક્તિસંપન્ન શ્રાવક ઉચિતધનવ્યય ન કરે અને માત્ર સામાયિકનું જ શરણું લેવા બેસી જાય, તો (૧) ધન પ્રત્યેની તેની મૂચ્છને જરા પણ ધક્કોન પહોંચે તેવું બની શકે. (૨) ધનની ત્રણ અવસ્થા દાન ભોગ અને નાશ. એમાંથી જ દાનનો અંશ ઉડી જાય. ધર્મમાર્ગે સદવ્યય સંસારમાર્ગે વપરાઇ જાય (૩) ગૃહસ્થને દાન, શીલ, તપ અને ભાવ, આ ચાર ધર્મો છે. તેમાં પ્રથમ ધર્મનો લોપ થઇ જાય, દાન ઉદારતાનું સૂચક છે. અને ઉદારતા મુક્તિનું મંગલ દ્વાર છે. ગુણપ્રાપ્તિનું પ્રથમ પગથિયું છે. (૪) લોકોમાં તે શ્રાવકની અને ધર્મની નિંદા થાય. શંકા-અમે ધનવ્યયનો નિષેધ નથી કરતા. ઉપાશ્રય આદિસ્થાનોમાં વ્યય કરે તેનો વિરોધ નથી. સમાધાન - આ બધા સ્થળે ધનવ્યય કરવામાં સ્વરૂપહિંસા શું નથી થતી? શંકા - થાય છે. પણ આશય શુદ્ધ છે. સમાધાન - તો પછી પરમાત્માએ શું તમારો ગુનો કર્યો કે તેમના નામ પર શુભાશયથી શ્રાવક ધનવ્યય કરે, તેમાં હિંસાની બુમ પાડો છો? એમ નહિ કહેશો કે, “સ્થાનકઆદિમાટેનો ધનવ્યય પણ સ્વરૂપસાવદ્ય હોવાથી ધર્મરૂપ નથી. પરંતુ તે અપરિડાર્યઅનિષ્ટરૂપ છે કારણ કે આમ કહેવામાં દાનધર્મનો તો લોપ થાય છે જ, ઉપરાંત સાધુ વગેરેને ધર્મ આરાધનામાં સહાયક થવાનો જે ધર્મ છે, તે છુપાવવાથી મિથ્યાત્વનું સેવન પણ થાય છે. “અહીં આરંભ અધર્મરૂપ છે અને સહાયનો શુભભાવ ધર્મરૂપ છે' એવી દલીલ પણ સાવ વાહિયાત છે, તે વાત આગળ પાર્જચંદ્રના મિશ્રમતના ખંડન વખતે સ્પષ્ટ થશે. તેથી સમ્યગ્દર્શનની શુદ્ધિ-વૃદ્ધિ માટે પૂજાવગેરેમાં કરેલો સવ્યય શ્રેષ્ઠ સાધન છે. સામાયિક આદિની અપેક્ષાએ પૂજાના ફળમાં જે વિશેષતા આવે છે, તેનું કારણ બતાવતા કહે છે.)
ગૃહસ્થરૂપ અધિકારી વિશેષ અને પરમાત્મારૂપ શ્રેષ્ઠ પાત્રની પૂજારૂપ સાધનવિશેષને કારણે સમ્યગ્દર્શનની શુદ્ધિ-વૃદ્ધિરૂપ ફળમાં વિશેષતા આવે તે ન્યાયસંગત જ છે. તેથી જ શ્રાવકોની દ્રવ્યસ્તવમાં મોટા પાયે પ્રવૃત્તિ હોવાથી શ્રાવકોને દ્રવ્યસ્તવ હાથીતુલ્ય છે અને અમુક કાળની મર્યાદાવાળા સામાયિકઆદિરૂપ ભાવસ્તવ તેની આંખ તુલ્ય છે, એમ તે-તે શાસ્ત્રોમાં નિર્ણત કરાયું છે. સમ્યગ્દર્શનની શુદ્ધિ-વૃદ્ધિ અંગે પૂજામાં ફળની વિશેષતા છે, એ મુદ્દાને આગળ કરીને આ વાત કરી. (“ભગવાને બતાવેલા આરાધનાના યોગોમાં તરતમભાવ બતાવવો યોગ્ય નથી' ઇત્યાદિ આશંકાના સંદર્ભમાં કહે છે.) જો સામાયિક અને પૂજા આ બંને સમાનફળવાળા હોય, તો પણ પૂજા સામાયિક આદિથી ભિન્ન હેતુ હોવાથી નિષ્ફળ નથી. જેમ ઘાસ, અરણિકાઇ અને મણિ આ ત્રણેમાંથી સમાનરૂપે અગ્નિ પ્રગટ થાય છે. છતાં એ ત્રણે કારણો પરસ્પર ભિન્ન હોવાથી એક કારણ બીજા કારણને અન્યથાસિદ્ધ ઠેરવી શકે નહિ. આ જ ન્યાયથી શ્રાવકના દાનાદિ ધર્મો, સામાયિક આદિ ધર્મો અને જિનપૂજા ઉચિતફળઅંગે સમાનતયા કારણો છે. તેમાં એકથી બીજાને અન્યથાસિદ્ધ(નકામો) ઠેરવી શકાય નહિ. (અહીં કોઇ પ્રશ્ન કરે, અહીં તમે પૂજા-સામાયિકાદિ સમાન ફળવાળા હોય તો પણ તુણારણિ.... ઇત્યાદિ ન્યાયથી એકથી બીજાને નકામો ઠેરવવાની ના પાડી. એ જ રીતે ગાયત્રીજાપથી સત્તશુદ્ધિ સંભવે એમ પેલા યજ્ઞોથી પણ સત્ત્વશુદ્ધિ સંભવે. તમે ત્યાં ગાયત્રીજાપદ્વારા યજ્ઞોને કેમ નકામા ઠેરવ્યા? તો જવાબ એ છે (૧) એવા યજ્ઞોથી સત્ત્વશુદ્ધિ