________________
261
મિંદબુદ્ધિકૃત હિંસા દુરંતફળા चेन्न हिंसा ? प्रकृतेऽपि किमपराद्धम् ? हिंसा चेत् ? अभिगमस्य धर्मत्वाद्धर्मार्थ व साऽऽयाता, इति कस्त्वदन्य एवं वक्तुं प्रगल्भते ? किम्बहुना ? एवं हि तव धर्मोपदेशाय पुस्तकपत्रादि वाचयतो धर्मार्था हिंसैव प्रसज्यते वेषधारिणः, तदा वायुकायादिविराधनाया अवर्जनीयत्वादकरणपरिहारस्य च त्वदुक्तरीत्यैव सम्भवात्। एतेन एवमादि
'सत्ते सत्तपरिवज्जिया उवहणंति, दढमूढदारुणमई कोहमाणमायालोभहस्सरतिसोयवेदत्थजीयधम्मत्थकामहेउं सवसा, अवसा, अट्ठा, अणट्ठा य तसपाणे थावरे य हिंसंति। मंदबुद्धी सवसा हणंति, अवसा हणंति,
મંદબુદ્ધિકૃત હિંસા દુરંતફળા પ્રસ્તુતમાં જિતશત્રુ રાજાના ચિત્તમાં તત્ત્વજ્ઞાનનો પરિણામ ઉત્પન્ન કરવા સુબુદ્ધિ મંત્રીએ આટલો આરંભ
કર્યો.
પૂર્વપક્ષ - શુભ અધ્યવસાયથી થયેલો આ આરંભ હિંસારૂપ નથી. ઉત્તરપદ - આજ પ્રમાણે ભગવાનની ભક્તિ પણ શુભઅધ્યવસાયપૂર્વક હોવાથી હિંસારૂપ કહેવી વાજબી
નથી.
પ્રતિમાલપક - સુબુદ્ધિએ કરેલો આરંભ હિંસામય છે. તેનો નિષેધ શી રીતે થઇ શકે? ઉત્તરપક્ષ - રાજાને તત્ત્વબોધ થાય, એ ધર્મરૂપ છે કે અધર્મરૂપ? પ્રતિમાલપક - બેશક, ધર્મરૂપ છે.
ઉત્તરપલ - તેથી “સુબુદ્ધિએ કરેલી હિંસા ધર્માર્થ(=ધર્મમાટે) હતી તેમ કહેવાનો તમારો આશય છે. તેથી તમારા મતે આવી ધર્માર્થ હિંસા કરતો સુબુદ્ધિ મંદબુદ્ધિવાળો છે. ખરેખર! આવું પ્રતિપાદન કરવાની તમારી હિંમતની બરાબરી કરે તેવો કોઇ “માડીનો જાયો’ અમે જોયો નથી. વધુ શું કહીએ? આવા પ્રતિપાદનો કરી તમે તમારા પગે કુહાડી મારો છો! બોલો સાધુવેશધારી તમે ધર્મોપદેશ આપવા પુસ્તકના પાના વગેરે ફેરવો છો ત્યારે વાયુકાયની વિરાધના થાય છે કે નહિ?
પ્રતિમાલોપક - અલબત્ત અવર્જનીયરૂપે થાય છે.
ઉત્તરપક્ષ - તમે વાયુકાયની હિંસા ધર્મોપદેશરૂપ ધર્મમાટે કરો છો. તેથી તમારી હિંસા પણ ધર્માર્થ થઇ. તેથી તમારી કલ્પના મુજબ તમે પણ મંદબુદ્ધિવાળા થયા. (જે સુબુદ્ધિમંત્રીની ઉપરોક્ત પ્રવૃત્તિને ગણધર ભગવંતોએ પણ ધર્માર્થ હિંસારૂપ ગણી નથી, તે સુબુદ્ધિ મંત્રીની રાજાને ધર્મ પમાડી વિશિષ્ટ શાસનપ્રભાવનામાં હેતુ બનતી ઉપરોક્ત ધર્મપ્રવૃત્તિને ધર્માર્થ હિંસા ગણનારાઓમાટે તો ધર્મહતુથી થતી ઉપદેશાદિ તમામ પ્રવૃત્તિઓ કે જેમાં અનિવાર્યરૂપે હિંસા થાય છે, એ બધામાં ધર્માર્થ હિંસા જ ગણાય.)
પ્રતિમાલપક - આ હિંસા અવર્જનીયરૂપ છે. ઉત્તરપક્ષ - ભક્તિમાં થતી હિંસા પણ તેવી જ છે. પ્રતિમાલોપક-પૂજાદિ નહીં કરવાથી એ હિંસાનો પરિડાર સંભવે છે.
ઉત્તરપલ - વ્યાખ્યાનઆદિ નહીં કરવાથી અને પુસ્તક આદિના પાના વાંચવા માટે નહીં ફેરવવાથી ત્યાં પણ હિંસાનો પરિહાર શક્ય છે.
પ્રતિમાલપક - જૈનશાસનની પરંપરા ચલાવવા ઉપદેશ વગેરે આવશ્યક છે.
ઉત્તરપક્ષ - એ જ પ્રમાણે સ્વ અને પરમાં શાસનની પ્રતિષ્ઠા કરવા અને પરંપરા ચલાવવા પૂજાઆદિ ભક્તિ આવશ્યક છે. ટૂંકમાં, તમે ધર્મોપદેશના બચાવમાં જે કહેશો, તે ભક્તિની સિદ્ધિમાં સાધનરૂપ બનશે. આમ