________________
264
પ્રતિમાશતક કાવ્ય-૫૪) (दंडान्वयः→ परैः स्वागमे यागीयो वध एव धर्मजनकः प्रोक्तः, कार्यान्तरार्थाश्रितेऽस्मिन् ओघनिषेधदर्शितफलं न (इति) न। यथा सुवैद्यकबुधैरुत्सर्गतो वारिते क्वापि दाहे। धर्मार्थकोऽयं वधो धर्मत्वेन धृतोऽपि અધર્મ7: II)
'यागीय'इति । यागीय:-यागस्थलीयो वध एव हि परैः वैदिकैः स्वागमे धर्मजनकः प्रोक्तः, 'भूतिकाम: पशुमालभेत' इत्यादिवचनात्। अस्मिन्नौघनिषेधेन सामान्यनिषेधेन दर्शितफलं निषेध्यप्रयोजनंदुर्गतिगमनलक्षणं नेति न। कीदृशेऽस्मिन् ? कार्यान्तरमोघनिषेधनिर्वाह्यमुक्तिरूपफलभिन्नं कार्यं भूतिप्राप्तिलक्षणम्, तदर्थमाश्रिते। दृष्टान्तमाह- यथा सुवैद्यकबुधैः-सद्वैद्यपण्डितैर्दुःखहेतुत्वाद्दाहो न कार्य इत्युत्सर्गतो वारिते कार्यान्तरार्थं रागादि (गण्डादि ?) रोगोच्छेदार्थमाश्रिते दाहे उत्सर्गनिषेधानुगुणं दुःखरूपं फलं न भवतीति न। अयं धर्मार्थिको वधो धर्मत्वेन धृतोऽपि भ्रान्तिविषयीकृतोऽपि अधर्मफलक:-अधर्महेतुः। आह च→ 'मिथ्यादृष्टिभिराम्नातो हिंसाद्यैः कलुषीकृतः । स धर्म इति वित्तोऽपि भवभ्रमणकारणम्'। योगशास्त्र २/१३] तस्माद्धर्मार्था हिंसा यागादावेव, न વૈદ્યપ્રાશે દાહને દુઃખકારક કહ્યો છે અને તેનો નિષેધ કર્યો છે. તેથી અન્ય કાર્યમાટે પણ કરાતા દાહથી દુઃખ તો થાય જ છે. તેમ આ યાગીય હિંસા પણ (ભૌતિક આબાદી આદિરૂપ) અન્યહેતુક છે. તેથી સામાન્યથી=ઉત્સર્ગથી હિંસાના નિષેધદ્વારા જે નરકાદિફળ બતાવ્યું છે. તે ફળ આ યાગીય હિંસામાં નથી એમ કહી શકાય નહિ- અર્થાત્ એ નરકાદિ ફળ યાગીય હિંસામાં છે જ. તેથી યાગીય વધ ધર્મરૂપ ગણાયો હોવા છતાં વાસ્તવમાં અધર્મફળક જ છે.
પરદર્શનકારોએ ઉત્સર્ગથી હિંસાનો નિષેધ કર્યો છે. હિંસાથી પરભવમાં નરકાદિ દારુણ ફળો મળતા હોય, તો જ હિંસાનો ઉત્સર્ગથી કરેલો નિષેધ સાર્થક થાય. તેથી આ ઔત્સર્ગિક નિષેધ પરભવમાં હિંસાના નરકાદિ દારુણ ફળના સૂચક છે. તેમના જ આગમમાં “ભૂતિ(=આ ભવમાં આબાદી)ની ઇચ્છાવાળાએ પશુનો યજ્ઞ કરવો’ એવું વચન છે. આ વચનથી સૂચવાયેલી હિંસા આભવના સુખઅંગે છે. તેથી પરભવનાદુષ્ટ ફળના આશયથી જે ઓત્સર્ગિક નિષેધ કરાયો છે. તેના અપવાદરૂપ આલોકહેતુક યજ્ઞસંબંધી હિંસા થઇ ન શકે. તેથી આ ભવના હેતુથી કરાયેલી એ યજ્ઞીય હિંસા પરભવમાં નરકાદિફળ આપનારી બને જ. (જે આશયથી ઔત્સર્ગિક વિધાન-નિષેધ હોય, તે જ આશયથી દ્રવ્યાદિ કારણસર કરાયેલાં નિષેધ-વિધાન અપવાદરૂપ બની શકે) અહીં ઔત્સર્ગિક હિંસાનિષેધમાં મોક્ષફળનો આશય છે અને યશીયહિંસા આ ભવની આબાદી હેતુથી સૂચિત છે. આમ બન્ને સ્થળે આશયભેદ અને ફળભેદ હોવાથી પરસ્પર ઉત્સર્ગ–અપવાદભાવ ધારણ કરતા નથી. તેથી યજ્ઞીયવધ વખતે “આ વધ ધર્માર્થક છે' તેવી ભ્રાંતિ હોય તો પણ વાસ્તવમાં તે અધર્મફળક જ છે. “દાહદુઃખદ છે એ આશયથી વૈદ્ય દાહનો નિષેધ કરે છે. પછી કદાચ ગૂમડા વગેરે રોગના સારવારમાટે દાહ આપવામાં આવે - તો પણ તે દાહથી દુઃખ તો થાય જ છે. કારણ કે રોગની સારવાર માટે અપાયેલો દાહ કંઇ દુઃખરૂપ ઉત્સર્ગનો બાધક નથી. તેથી જ આમ ભિન્ન આશયથી અપાયેલો દાહ ઔત્સર્ગિક દાહનિષેધના અપવાદરૂપ નથી. (‘દાહ-ડામથી પીડા થાય' આ ઉત્સર્ગ છે. જો કોક એવા પ્રકારે દાહ અપાય છે જેથી પીડા ન થાય, તો તે અપવાદ ગણાય - ઉત્સર્ગનો બાધક બને. ગુમડા મટાવવા માટે અપાયેલો દાહ પીડાદાયક તો છે જ, તેથી ગૂમડા દૂર કરવારૂપ કાર્યાતરનો સાધક હોવા છતાં અપવાદરૂપ નથી. તેમ “મોક્ષેચ્છકે હિંસા ન કરવી” એ ઉત્સર્ગ છે, હવે જો મોક્ષની ઇચ્છાથી જ થતી પ્રવૃત્તિમાં અનિવાર્યરૂપે હિંસા થતી હોય, તો તે હિંસા મોક્ષેચ્છારૂપ ઉત્સર્ગફળમાટે થતી પ્રવૃત્તિના અનિવાર્યઅંશરૂપ હોવાથી અપવાદરૂપ બની શકે, પણ આબાદીઆદિ ઇચ્છાથી થતી હોય, તો આબાદીઆદિની સાધક બને તો પણ એ હિંસા અપવાદરૂપ ન બને આવું તાત્પર્ય છે.) આ જ દૃષ્ટાંત યજ્ઞીયહિંસામાટે લાગુ પડે છે. તેથી જ યોગશાસ્ત્રમાં કહ્યું છે કે“મિથ્યાષ્ટિઓદ્વારા સર્જાયેલો તથા હિંસા વગેરેથી કલુષિત કરાયેલો ધર્મ “ધર્મ” તરીકે માન્યો હોય, તો પણ સંસારભ્રમણનું કારણ બને છે