________________
250
પ્રતિમાશતક કાવ્ય-૪૮) मुख्याथैः प्रथिता=प्रसिद्धा व्यवहति: शब्दप्रयोगरूपा शेषान् उक्तावशिष्टान् गुणान् लक्षयेत्। हि-यतः, यावता सामग्रयेण यावत्या सामग्र्या यतना भवति, तावता यात्रा स्मृता। तथा च → 'किं ते भंते ! जत्ता ? सोमिला ! जं मे तवणियमसंजमसज्झायज्झाणावस्सयमाईसु जोएसुजयणा'[भगवती १८/१०/६४६] (सेतंजत्ता) इत्यत्रादिपदस्वरसात् (पर्यवसिन: पाठा.) यत्याश्रमोचितयोगमात्रयतनायां यात्रापदार्थो लभ्यते, यथा परेषां यज्ञेन' इत्यादि सूत्रं शतपथविहितकर्मवृन्दोपलक्षकम् । अत एव सोमिलप्रश्नोत्तरे यथाश्रुतार्थबाधे फलोपलक्षकत्वं व्याख्यातम् । तथा चात्र भगवतीवृत्तिः → एतेषु च यद्यपि भगवतो न किञ्चित्तदानीं समस्ति, तथापि तत्फलसद्भावात्तदस्तीत्यवगन्तव्यमिति'। [भगवती १८/१०/६४६ टी.] अयं चैवम्भूतनयार्थः, प्रागुक्तस्तु शब्दसमभिरूढयोरिति विवेचकाः॥ ४७॥ साक्षादादेशगतिमप्याह
वैयावृत्त्यतया तपो भगवतां भक्तिः समग्रापि वा,
वैयावृत्त्यमुदाहृतं हि दशमे चैत्यार्थमङ्गे स्फुटम्। नैतत्स्यादशनादिनैव भजनाद्वारापि किन्त्वन्यथा,
सङ्घादेस्तदुदीरणे बत कथं न व्याकुलः स्यात्परः॥४८॥ ઉત્તરપક્ષ - આટલો તો તમને ખ્યાલ હશે જ, કે મુખ્યાર્થને આશ્રયી કરાયેલો શબ્દપ્રયોગ શેષગુણોનો પણ પ્રકાશ કરે જ છે. (મુખ્યાર્થવાચી શબ્દ ગૌણાર્થનું પણ અભિધાન કરે છે.) “યાત્રા'પદ યતનાની સામગ્રીમાં વપરાય છે. ત્યાં તપ, સંયમ આદિનો મુખ્યાર્થરૂપે કરેલો નિર્દેશ વાસ્તવમાં યતનાની તમામ સામગ્રી ‘યાત્રા' રૂપ છે, તે સૂચવવા જ છે, જેટલી સામગ્રીથી જયણા થાય, તેટલી બધી યાત્રારૂપ છે. તેથી પ્રતિમાનમન' આદિ શેષ= અનલિખિત અર્થો પણ જયણાપૂર્વકના યોગ હોય, તો યાત્રા' પદના અર્થતરીકે સમાવેશ પામે છે. ભગવતી સૂત્રનો પાઠ આ પ્રમાણે છે – “હે ભદંત ! આપની યાત્રા શું છે? તે સોમિલ ! તપ, નિયમ, સ્વાધ્યાય, ધ્યાન, આવશ્યક આદિ યોગોમાં મારી જયણા જ મારી યાત્રારૂપ છે.”ઇત્યાદિ. (અહીં તપવગેરેનો નિર્દેશ કર્યા પછી ‘આદિપદ મૂક્યું છે. આ પદ ઉક્તયોગો સિવાયના અન્ય પણ યોગોના સમાવેશનું સૂચન કરે છે. જો ઉક્તયોગો સિવાય અન્ય કોઇ યોગમાં યતના યાત્રારૂપ ન હોત, તો “આદિ' પદનો પ્રયોગ વ્યર્થ માનવાની આપત્તિ આવત. પરમાત્માની ૩૫ ગુણયુક્ત વાણીમાં આવી આપત્તિની કલ્પના પણ અસહ્ય છે.) આમ “આદિ' પદના સ્વરસથી-તાત્પર્યથી “સાધુના યતનાથી યુક્ત તમામ યોગો યાત્રારૂપ છે.” એમ સ્પષ્ટ ઉપસી આવે છે. જેમકે ઇતરદર્શનમાં યશેન' ઇત્યાદિ સૂત્ર શતપથવિહિત તમામ ક્રિયાસમુદાયનું ઉપલક્ષક બને છે, તેમ અહીં પણ ઉપરોક્ત સૂત્ર સાધુઓની બધી ઉચિત ક્રિયાઓનું ઉપલક્ષક બને છે.
શંકા - સોમિલે જ્યારે પ્રશ્ન પૂછ્યો, ત્યારે ભગવાન કેવળજ્ઞાન પામી ચૂક્યા હતા. તેથી ભગવાનને તપવગેરેનો સંભવ નથી. તો શી રીતે તે બધામાં યતનારૂપ યાત્રા સંભવે?
સમાધાન - સૂત્રના માત્ર શબ્દાર્થને પકડવામાં તમે કહ્યો તેવો બાધ છે, પરંતુ પ્રસ્તુતમાં ફળતઃ નિર્દેશ છે. ટીકાકારે આ કથનને ફળના ઉપલક્ષક (અથવા ફળોપલક્ષપદને બદ્રીહિ સમાસ માનીએ, તો તાત્પર્ય એ આવે કે ફળના ઉપલક્ષ્ય) તરીકે જ વર્ણવ્યું છે. આ રહ્યો તે ટીકાપાઠ – “પ્રશ્નકાળે ભગવાન ઉપરોક્ત તપવગેરેમાંથી એક પણ યોગમાં વર્તતા ન હતા.” ((૧) કૃત્ય હોવાથી (૨) પ્રયોજનનો અભાવ હોવાથી અને (૩) સંભવન હોવાથી યોગોનો અભાવ હતો.) છતાં પણ છદ્મસ્થકાળે આચરેલા આ યોગોનું ફળ(=કેવળજ્ઞાનવગેરે) હોવાથી પ્રશ્નકાળે એ યોગોની હાજરી સમજવી. કાર્યક્ષણે કારણને સ્વીકારતા એવંભૂતનયને આ અર્થ સંમત છે. કેવળજ્ઞાનાદિ ફળના અભાવકાળે યોગોમાં