________________
પ્રતિમાશતક કાવ્ય-૫૧
नन्तानुबन्धिनां व्ययात्=क्षयोपशमान्न कामपि हानिं प्रेक्षामहे । कुत्र कामिव ? त्वयि निर्मला - नि:शङ्कितां धियमिव । यथा त्वयि निर्मलां धियं न प्रेक्षामहे, तथाऽस्मदुक्तार्थे न हानिं प्रेक्षामहयित्युपमा । चारित्रमोहनीयभेदानन्तानुबन्धिव्यये जायमानस्य वैयावृत्त्यगुणस्याविरतसम्यग्दृशामपि सम्भवे बाधकाभावादित्यर्थः ।। ५० ।। ' तथा सति तेषां चारित्रलेशसम्भवेऽविरतत्वानुपपत्तिरेव बाधिका' इत्यत्राह
256
श्राद्धानां तपसः परं गुणतया सम्यक्त्वमुख्यत्वतः, सम्यक्त्वाङ्गमियं तपस्विनि मुनौ प्राधान्यमेषाऽश्नुते । धीर्लीलाङ्गतयोपसर्जनविधां धत्ते यथा शैशवे,
तारुण्ये व्यवसायसम्भृततया सा मुख्यतामञ्चति ॥ ५१ ॥ (दंडान्वयः→ श्राद्धानां परं तपसो गुणतया, सम्यक्त्वमुख्यत्वत इयं (भक्तिः) सम्यक्त्वाङ्गं तपस्विि मुनौ (तु) एषा प्राधान्यमश्नुते । यथा शैशवे धीर्लीलाङ्गतयोपसर्जनविधां धत्ते, सा तारुण्ये व्यवसायसम्भृततया મુલ્યતામશૃતિ )
→
સમ્યક્ત્વનું સ્વરૂપ બતાવતા કહ્યું છે → ‘(૧) શુશ્રુષા – ધર્મશ્રવણની તીવ્ર અભિલાષા (૨) ધર્મરાગ અને (૩) ગુરુ તથા દેવની યથાસમાધિ વૈયાવચ્ચનો નિયમ. તથા વ્રતના સ્વીકારમાં ભજના(=વિકલ્પ)’ (સમ્યક્ત્વના સડસઠ બોલની સજ્ઝાયમાં આ ત્રણેયને સમ્યક્ત્વના લિંગતરીકે બતાવ્યા છે અને ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્યને લક્ષણતરીકે બતાવ્યા છે. લિંગ=અભિવ્યંજક ભાવ, જેમ કે ધુમાડો અગ્નિમાટે. ધર્મશ્રવણઅભિલાષાવગેરે ત્રણ સમ્યક્ત્વના અભિવ્યંજક છે અને ઉપશમાદિભાવ સમ્યક્ત્વના ફળીભૂત સ્વરૂપ છે, કે જે સમ્યક્ત્વને લક્ષિત કરે છે એવું તાત્પર્ય સંભવી શકે. અહીં શુશ્રુષાદિ ત્રણને લક્ષણ કહેવામાં વિવશ્વાભેદ હેતુ લાગે છે.) આમ સમ્યગ્દર્શનની હાજરીમાત્રથી વૈયાવચ્ચગુણ પ્રગટે. આ ગુણમાટે ચારિત્રધર્મની હાજરી આવશ્યક નથી. આમ ચતુર્થ ગુણસ્થાને વૈયાવચ્ચગુણ હોવામાં પણ કોઇ દોષ નથી, કારણ કે આ ગુણસ્થાને પણ ચારિત્રમોહનીયના એક ભેદરૂપ અનંતાનુબંધી કષાયનો ક્ષયોપશમ તો છે જ. (આમ પૂર્વપક્ષે ભક્તિને વૈયાવચ્ચ માનવામાં ચોથા ગુણસ્થાનકે તે રૂપ તપધર્મની પ્રાપ્તિની જે આપત્તિ બતાવી, તે અમને સ્વીકૃત છે, પણ તે સિદ્ધાંતના વિરોધરૂપે અનિષ્ટ નહીં, પણ સિદ્ધાંતની સંમતિરૂપે ઇષ્ટ છે.) પ્રસ્તુત કાવ્યમાં હાનિ નહીં જોવામાં ‘પ્રતિમાલોપકોમાં જેમ નિર્મળ=શંકારહિત બુદ્ધિ નથી દેખાતી’ એવી ઉપમા આપી હોવાથી ઉપમા અલંકાર છે. ટૂંકમાં, ચારિત્રમોહનીય કર્મના એક ભેદરૂપ અનંતાનુબંધી કષાયનો ક્ષયોપશમરૂપે વ્યય થવાથી અવિરત સમ્યગ્દષ્ટિને પણ એટલા અંશે વૈયાવચ્ચ ગુણ સંભવી શકે, એમાં કોઇ બાધક દેખાતો નથી. ॥ ૫૦ ॥
ચતુર્થગુણસ્થાનકે તપ ગૌણરૂપ
પૂર્વપક્ષ - આમ ચતુર્થ ગુણસ્થાનકે વૈયાવચ્ચનો સ્વીકાર કરવામાં ત્યાં ચારિત્રનો અંશ પણ સ્વીકારવો પડશે અને તો ચતુર્થગુણસ્થાન જ નહિ રહે, કારણ કે ચારિત્રના અંશની પણ હાજરીમાં સર્વથા અવિરતપણું સંભવી ન શકે. આમ તમારે તો વ્યાજ લેવા જતાં મૂડી ખોવા જેવું થશે. તેથી વૈયાવચ્ચ ગુણની હાજરીમાં સર્વથા અવિરતપણાની અસંગતતા જ અવિરતસમ્યગ્દષ્ટિને વૈયાવચ્ચગુણ હોવામાં બાધક છે.
આ પૂર્વપક્ષનું નિરાકરણ કરતા કવિવર કહે છે—
-
કાવ્યાર્થ :- દર્શનશ્રાવકોને તપ ગૌણભાવે છે અને સમ્યક્ત્વ મુખ્ય છે. તેથી તેઓમાટે આ=ભક્તિ સમ્યક્ત્વના અંગરૂપ છે. તપસ્વી મુનિઓમાં ભક્તિ પ્રધાનભાવ ધારણ કરે છે. જેમકે બાળપણમાં ક્રીડાનું અંગ હોવાથી બુદ્ધિ ગૌણભાવ ધારણ કરે છે, તે જ બુદ્ધિ યુવાનીમાં વ્યવસાયવાળી હોવાથી મુખ્યતાને ધારણ કરે છે.