________________
(254
પ્રતિમાશતક કાવ્ય-૪૯) _ 'ज्ञानम्' इति। अत्र प्रश्नव्याकरणप्रतिके चैत्यपदार्थं ज्ञानं वदतो लुम्पक स्यैकत:-एकस्मिन् पक्षे प्रत्यक्षबाधा प्रत्यक्षप्रमाणबाधः परिदृष्टो विश्रामणादिवैयावृत्त्यस्य ज्ञानेऽनुपपत्तेः। धर्मिद्वारतया धर्मिणि धर्मोपचाराभिप्रायेण मुनौ-साधौ अधिकृते-अधिकारवशाद् गृहीते त्वन्यत:-पक्षान्तरे आधिक्यधीर्दोषाय, मुनेर्बालादिपदैर्गृहीतत्वाच्चैत्यपदस्य पौनरुक्त्यमित्यर्थः। चैत्यपदेनोक्तातिरिक्तमुनिग्रहान्नानुपपत्तिरिति चेत् ? न, चैत्यपदस्य ज्ञानार्थताया अप्रसिद्धत्वेनोपचारस्याप्ययोगात्। एवं सति चैत्यार्थपदस्य चैत्यप्रयोजनमुनावर्थान्तरसङ्कामितवाच्यताया एव युक्तत्वात्- 'चेइयकुलगणसंघे आयरियाणं च पवयण सुए अ। सब्वेसुवि तेण कयं तवसंजममुज्जमतेणं' [आव०नि० ११०१] इत्यादिना तप:संयमयोश्चैत्यप्रयोजनप्रयोजकत्वस्य सिद्धान्तसिद्धत्वाद्वालादिपदैकवाक्यतया चैत्यपदस्यैककार्यत्वसङ्गत्यैव ग्रहणौचित्यात्। उपसंहरति-इति-एवं पर:-कुमति: पर: शतानां गुणानां चैत्यशब्दनिर्देशप्रयुक्तानां प्रच्छादना-निह्नवात्पातकी-दुरितवान् कान्दिशीको भयद्रुतः सन् पृष्ठतः સળગેલી છે, તેથી કઈ દિશામાં ભાગી શકશે?
ચેત્યના જ્ઞાન અર્થમાં વૈયાવચ્ચ અસંભવ પ્રશ્રવ્યાકરણઅંગના પૂર્વોક્ત સૂત્રમાં આવેલા ચૈત્યપદનો ‘જ્ઞાન’અર્થકરવામાં પ્રતિમાલીપકને પ્રત્યક્ષબાધ છે, કારણ કે જ્ઞાનની “પગ દબાવવા” વગેરેરૂપ વૈયાવચ્ચ સંભવતી નથી. (“જ્ઞાન” ગુણ છે, “વૈયાવચ્ચ' ક્રિયા છે. ગુણમાં ક્રિયા સંભવતી નથી. ગુણ અને ક્રિયા બન્ને માત્ર દ્રવ્યને આશ્રયીને જ રહેલા છે.)
પૂર્વપક્ષ - અલબત્ત, તમે કહ્યું તેમ જ્ઞાનની વૈયાવચ્ચ સંભવતી નથી. પણ અહીં “જ્ઞાન” એ ધર્મ છે. આ ધર્મ જેમાં રહ્યો છે, એવા ધર્મમાં અર્થાત્ જ્ઞાનીમાં આ ધર્મનો ઉપચાર કરી વાસ્તવમાં તો “જ્ઞાન” પદથી જ્ઞાની મુનિ જ સમજવાના છે.
ઉત્તરપક્ષ - એવો ઉપચાર કરવામાં પણ તમારે તો ફસાવાનું જ છે. કારણ કે “બાળ” વગેરે પદોથી મુનિનું ગ્રહણ થઇ જ ગયું છે. હવે કયા મુનિરાજ બાકી રહી ગયા કે જેમનો સમાવેશ કરવા આ પદનો ઉલ્લેખ કર્યો? એટલે આવો ઉપચાર કરવામાં પુનરુક્તિદોષ મોં ફાડીને ઊભો જ છે.
પૂર્વપક્ષ - ચેત્ય’ પદથી ‘બળ’ વગેરે પદોથી ગ્રહણ નહીં થયેલા વિશિષ્ટ જ્ઞાની મુનિ લેવાના છે. તેથી પુનરુક્તિ દોષ નથી.
ઉત્તરપક્ષ - આ ઇમારત ખોટા પાયે છે. (૧) “ચૈત્યપદનો જ્ઞાનઅર્થક્યાંય પ્રસિદ્ધ નથી. આમ અપ્રસિદ્ધ અર્થને સ્વીકારી તમે પાયામાં ભૂલો છો. તેથી જ એ જ્ઞાનમાં જ્ઞાનનો ઉપચાર અને તેમાં પણ બાળ’ વગેરે પદોથી ગ્રહણ નહિ થયેલા જ્ઞાનીનો ઉપચાર સંભવતો ન હોવાથી, આ બધું “આંધળાના ગોળીબાર’ સમાન છે. વળી (૨) આવા વક્ર ઉપચારથી વિશિષ્ટ મુનિને સૂચવવા, તેના કરતા “ચત્યાર્થ પદને જ “અર્થાતરસંક્રામિત વાચ્ય” તરીકે લેવું યોગ્ય છે. ચેત્યનું અર્થ(=પ્રયોજન) છે જેને-ચત્યાર્થ ચેત્યપ્રયોજનવાળો મુનિ, આવો અર્થ કરવો સરળ છે. અહીં અર્થાતરસંક્રમદ્વારા મુનિ અર્થ પ્રાપ્ત થઇ શકે છે. “મુનિને ચેત્યનું પ્રયોજન છે” તે અસિદ્ધ નથી. “તપ અને સંયમમાં પ્રયત્ન કરતા સાધુએ ચૈત્ય, કુલ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન, શ્રત વગેરે બધામાં પ્રવૃત્તિ કરી છે. આ વચન “તપ અને સંયમ ચૈત્યપ્રયોજનના પ્રયોજક છે' તેમ સિદ્ધ કરે છે. અને તેની અંતર્ગતતયા “સાધુને ચેત્યનું પ્રયોજન છે તેમ પણ સિદ્ધ કરે છે. (પૂર્વપક્ષ આતર્કને માન્ય રાખી કહે “ભલેઆમ ચૈત્યના પ્રયોજનવાળો મુનિ' એવો અર્થ કરો. મુનિને ચેત્ય=જ્ઞાનનું પ્રયોજન છે જ, ત્યાં જવાબ એ છે કે તો) એવા મુનિતરીકે “ચેત્ય'પદનો સમાસ બાળ' વગેરે પદો સાથે કરવો જ ઉચિત ઠરત, કારણ કે એવા મુનિની બાળાદિની જેમ અશનાદિથી ભક્તિ થઇ શકે છે. તેથી સૂત્રમાં ‘કુલ આદિ પદસાથે