________________
વિજાર્યનું દૃષ્ટાંત
245
गो० ! कित्तियं भन्निहिइ ? अट्ठारसण्हं सीलंगसहस्साणं सत्तरस विहस्सणं संजमस्स दुवालसविहस्सणं सब्भंतरबाहिरस्स तवस्स जावणंखताइअहिंसालक्खणस्सेव य दसविहस्सअणगारधम्मस्स । जत्थेक्केक्कपयं चेव सुबहुएणं पिकालेणं थिरपरिचिएण दुवालसंगमहासुयखंधस्स बहुभंगसयसंघट्ट(धत्त पाठा.)णाए दुक्खं निरइयारंपरिपालिऊणं जे, एयं च सव्वं जहाभणियं निरइयारमणुट्ठियव्वं ति। एवं संसरिऊण चिंतियं तेण गच्छाहिवइणा- जहाणं मे विप्पमुक्के(विप्परोक्खेणं पाठा.) ते दुट्ठसीसे मज्झ अणाभोगपच्चएणं सुबहुं असंजमं काहिंति, तं च सव्वं मम संतियं होही जओ णं अहं तेसिं गुरू/ता हंतेसिं पिट्ठीए गंतूणं ते पडिजागरामि, जेणाहमित्थ पए पायच्छितेणं णो संबज्झेजेति। वियप्पिऊणं गओ सो आयरिओ तेसिं पिट्ठीए, जावणं दिढे तेणं असंजमेणं गच्छमाणे॥ सू. १४]
ताहे गो० ! सुमहुरमंजुलालावेणं भणियं तेणं गच्छाहिवइणा जहा- 'भो भो ! उत्तमकुलनिम्मलवंसविभूसणा! अमुग अमुगाइमहासत्ता ! साहुपहपडिवन्नाणं पंचमहव्वयाहिट्ठियतणूणं महाभागाणं साहुसाहुणीणं चउवीसं(सत्तावीसं पाठा.) सहस्साई थंडिलाणं सव्वदंसीहिं पन्नत्ताई। ते य सुउवउत्तेहिं विसोहिजति, ण उणं अन्नोवउत्तेहिं। ता किमेयं सुन्नासुन्नीए अणु(ण्णो पाठा.)वउत्तेहिं गम्मइ ? इच्छायारेणं उवओगं देह। अन्नं च इणमो सुत्तत्थं किं तुम्हाणं विसुमरियं जं सारं सव्वपरमतत्ताणं? जहा 'एगिदिबेइंदिए पाणी एग सयमेव हत्थेण वा, पाएण वा, अन्नयरेण वा सलागाइअहिगरणभूओवगरणजाएणं जे णं केई संघट्टेज्जा, संघट्टावेज्जा वा, एवं संघट्टियं वा परेहिं समणुजाणेज्जा, सेणंतं कम्मंजया उदिन्नं भवेज्जा तया जहा उच्छुखंडाइंजते तहा निप्पीलिज्जमाणा કારણ કે હું તેઓનો ગુરુ છું. તેથી હું તેમની પાછળ જઇ તેઓનું અસંયમથી રક્ષણ કર્યું જેથી મને પ્રાયશ્ચિત્તન આવે.” આમ વિચારી તે આચાર્ય તેઓની પાછળ ગયા. ત્યાં આચાર્યે તેઓને અસંયમમાર્ગે જતા જોયા....
ત્યારે તે ગૌતમ! તે આચાર્યે સુમધુર મનોહરવાણીથી કહ્યું – “હે ઉત્તમકુળ અને નિર્મળવંશના વિભૂષણો! હે “અમુક “અમુક’ મહાસત્ત્વશાળી ભાગ્યશાળીઓ ! સાધુમાર્ગે ગમન કરતા પંચમહાવ્રતધારી મહાભાગ સાધુસાધ્વીઓને સર્વજ્ઞ ભગવંતે ચોવીસ હજાર સ્પંડિલો(=નિર્દોષ અચિત્તભૂતિ સંબંધી ચોવીસ હજાર પાઠાંતરે સત્તાવીસ હજાર વિકલ્પો) બતાવ્યા છે. બરાબર ઉપયોગ રાખનારો જ તે સ્પંડિલસ્થાનોનું બરાબર વિશોધન કરી શકે છે. અન્યત્ર ચિત્ત રાખનારો વિશોધન કરી શકે નહિ. તેથી આમ ઉપયોગશૂન્ય થઇ, અન્યત્ર ઉપયોગ રાખી કેમ જવાય છે? ઇચ્છાકારથી ઉપયોગ આપો. વળી સર્વતત્ત્વોમાં સારભૂત આ સૂત્રાર્થને શું તમે ભૂલી ગયા છો?કે “જે વ્યક્તિ પોતાના હાથ, પગ કે બીજા સળીવગેરે અધિકરણભૂત સાધનોથી એકેન્દ્રિય-બેઇન્દ્રિય જીવનો એકવાર સ્વયં સંઘટ્ટો કરે, અથવા બીજા પાસે સંઘટ્ટો કરાવે, અથવા સંઘટ્ટો કરનારને અનુમોદે, તે વ્યક્તિ તે કર્મના ઉદયથી શેરડીના પીલાતા ટૂકડાની જેમ છ મહિના સુધી પીડા પામે છે. જો ગાઢ સંઘટ્ટો કરે, કરાવે, અનુમોદે તો બાર વર્ષ પીડા પામે. અગાઢ પરિતાપના કરે, કરાવે, અનુમોદે તો એક હજારવર્ષ સુધી પીડા પામે. ગાઢ પરિતાપનાથી દસ હજારવર્ષ સુધી પીડા પામે, અગાઢ કલામણાથી એક લાખ વર્ષ પીડા પામે, ગાઢ કલામણાથી દસ લાખવર્ષ સુધી પીડા પામે. જો હત્યા કરે, તો એ કર્મના ઉદયે એક કરોડ વર્ષ સુધી પીડા પામે. આ જ પ્રમાણે તે ઇન્દ્રિય વગેરે અંગે ઉત્તરોત્તર સમજવું. તેથી હે પુણ્યશાળીઓ! આ સૂત્રાર્થને સમજતા તમે મોહ પામો નહિ.” હે ગૌતમ! સૂત્રાનુસારે આ પ્રમાણે આચાર્યએ તેઓની સારણા(અથવા સ્મારણા=સ્મરણ કરાવવું) કરી. પણ જવામાં ઉત્સુક બનેલા અને હોહા મચાવતાતે મહાપાપી શિષ્યોએ આચાર્યની આ સર્વપાપકર્મના ચુંગાલમાંથી મુક્ત કરાવતી વાણીનું બહુમાન કર્યું નહિ.
ત્યારે હે ગૌતમ!તે આચાર્યને ખ્યાલ આવી ગયો કે “આ પાપી શિષ્યો સર્વપ્રકારે ઉન્માર્ગે દોડી રહ્યા છે. તો