________________
244
પ્રતિમાશતક કાવ્ય-૪૬)
कारणेणं तित्थयत्ता पडिसेहिज्जइ । तओ तेहिं भणियं जहा- भयवं! केरिसो उण तित्थयत्ताए गच्छमाणाणं असंजमो भवइ ? सो पुणो इच्छायारेणं, बिइज्जवारं एरिसं उल्लावेज्जा बहुजणेणं वाउलग्गो भन्निहिसि। ताहे गो०! चिंतियं तेणं आयरिएणं जहा- णं ममंवइक्कमिय निच्छयओ एए गच्छिहिंति, तेणंतु मए समयं चडुत्तरेहिं वयंति। મિનિશીથ એ ૧, ૩]
___ अह अन्नया सुबहु मणसा संधारेऊणं चेव भणियं तेण आयरिएणं जहा णं- तुन्भे किंचि वि सुत्तत्थं वियाणह च्चिय। तो जारिसं तित्थजताए गच्छमाणाणं असंजमं भवइ, तारिस सयमेव वियाणेह, किं एत्थ बहुपलविएण ? अन्नं च विदियं तुम्हेहिं पि संसारसहावं जीवाइपयत्थं तत्तं च।
अहन्नया बहु उवाएहिं णं विणिवारंतस्स वि तस्सायरियस्स गए चेव ते साहुणो कुद्धेणं कयंतेण पेरिए तित्थयत्ताए। तेसिंच गच्छमाणाणं कत्थइ अणेसणं, कत्थइ हरियकायसंघट्टणं, कत्थइ बीयक्कमणं, कत्थइ पिवीलियादीणं तसाणं संघट्टणपरितावणोवद्दवणाइसंभवं, कत्थइ बट्ठपडिक्कमणं, कत्थइ ण कीरए चेव चाउक्कालियं सज्झायं, कत्थइ ण संपाडेज्जा मत्तभंडोवगरणस्स विहीए उभयकालं पेहपमज्जणपडिलेहणपक्खोडणं । किंबहुणा?
તેથી જાત્રા પૂર્ણ થશે (મહાસંઘયાત્રોત્સવ થયા પછી એવો મતાંતરમાં પાઠ છે.) પછી હું તમને ચંદ્રપ્રભસ્વામીના વંદન કરાવીશ. વળી આમ જાત્રાએ જવામાં બહુ અસંયમ થાય છે. આ કારણથી તીર્થયાત્રાનો પ્રતિષેધ કરાય છે. તે વખતે તેઓ બોલ્યા - “તીર્થયાત્રાએ જનારને વળી કેવો અસંયમ? અને તે પણ ઇચ્છાચારથી. (જાત્રા તો ઇચ્છાથી કરવાની હોય ને અનિચ્છાથી થોડી? એવો આશય લાગે છે. આચાર્યનું કહેવાનું તાત્પર્ય એમ સંભવે છે કે સાધુ આમ ઇચ્છા થવા માત્રથી જાત્રાએ જઇ ન શકે. સુવિહીતરીતે ગ્રામાનુગ્રામ વિચરતા તીર્થસ્પર્શના થાય, તો યાત્રા કરવી.) બીજીવાર આ પ્રમાણે બોલશો તો લોકો “પાગલ” જ ગણશે.” હે ગૌતમ! ત્યારે આચાર્યો વિચાર કર્યો કે “મારી આજ્ઞાને ઓળંગી આ બધા અવશ્ય જવાના, એટલે જ મારી આગળ આવા ઉદ્ધત વચનો બોલે છે.” તે પછી એકવાર મનમાં ખૂબ વિચાર કરી આચાર્યે કહ્યું – “જો તમે કંઇક પણ સૂત્ર-અર્થને જાણતા હશો, તો તીર્થયાત્રાએ જવામાં જે અસંયમ થાય છે, તે તમે સ્વયં સમજતા જ હશો. આ બાબતમાં બહુ કહેવાથી શું? વળી તમને સંસારના સ્વભાવનો, જીવાદિપદાર્થોનો અને તત્ત્વનો પ્રકાશ છે જ.”
અનેક ઉપાયો દ્વારા અટકાવવા છતાં એકવાર લાગ જોઇને એ બધા ઉલંઠ શિષ્યો જાણે કે ક્રૂર કૃતાંતના કોપથી તીર્થયાત્રાએ નીકળી પડ્યા, પણ તીર્થયાત્રાના લોભમાં ભારે અસંયમ સેવી બેઠા. ક્યાંક દોષિત ગોચરી વાપરે છે, તો ક્યાંક લીલી વનસ્પતિનો સંઘટ્ટો કરે છે, તો ક્યાંક બીજવગેરેનો સંઘટ્ટો કરે છે. ક્યાંક કીડી વગેરે ત્રસ જીવોનો સંઘટ્ટો કરે છે. ક્યાંક ત્રસ જીવોને પીડા ઉપજાવે છે, તો ક્યાંક કચડીને પ્રાણનાશ કરી નાખે છે, ક્યાંક બેઠા બેઠા જ પ્રતિક્રમણ કરે છે, તો ક્યાંક અહોરાત્રમાં કરવાના ચાર કાળના સ્વાધ્યાયને જતો કરે છે. ક્યારેક વસ્ત્ર, પાત્ર વગેરેનું સર્વથા પડિલેહણ કરતા નથી, અથવા બરાબર પડિલેહણ કરતા નથી. પ્રેક્ષા, પ્રમાર્જન, પડિલેહણ, પ્રસ્ફોટન વગેરેમાં લોચા વાળે છે. હે ગૌતમ! કેટલું કહેવું? ટૂંકમાં, તેઓ ભારે અસંયમમાં પડી ગયા. ‘દ્વાદશાંગ મહાશ્રુતસ્કંધને દીર્ઘકાળથી સ્થિર પરિચિત કરનારે અઢાર હજાર શીલાંગો, સત્તઅકારના સંયમ, બાર પ્રકારના બાહ્ય-અત્યંતર તપ, અને ક્ષમાથી માંડી અહિંસા સુધીના દસ યતિધર્મોના પ્રત્યેકપદનું તેઓના પદસંયોગથી થતા સેકડો ભાંગાઓ સહિત કષ્ટથી પણ નિરતિચાર પાલન કરવું જોઇએ.” ઇત્યાદિ સૂત્રનું સ્મરણ કરી તે ગચ્છાધિપતિએ વિચાર્યું કે, “સ્વતંત્ર થઇ ગયેલા તે દુષ્ટ શિષ્યો મારા અનાભોગને કારણે જે કંઇ ઘણી અસંયમચેષ્ટાઓ કરશે, તે બધાનું પાપ મને લાગશે,