________________
વાચસ્પતિમિશ્રના મતનું ખંડન
203
आर्षेया-ऋत्विग्योग्या विमुख्या येषामन्धबधिरमूकानां, दर्शनश्रवणोच्चारासमर्थानामिति-वित्र्यार्षेयाणामिति । त्रिप्रवराणामेवाधिकारो नत्वेकद्विचतुःप्रवरादीनां देवतानाम्, अनधिकारश्चाभेदेन सम्प्रदानत्वायोगात् । एतेन देशनादेशितचतुर्थ्यन्तपदनिर्देश्यत्वस्य तादृशपदबोध्यत्वरूपस्येन्द्रादिपदेऽसम्भवात्तादृशपदविशिष्ट इन्द्रादिश्चेतन एव। देवताविशेषणस्येन्द्रादिपदस्याचेतनत्वाद्देवताया अचैतन्यव्यवहार इति मिश्रोक्तमीमांसकमतमप्यपास्तम्। विशेषस्यैव देवतात्वसम्भवे विशेषणदेवतात्वे मानाभावात्, तत्तद्वीजाक्षराणामानन्त्येन तेषां चतुर्थ्यन्तत्वाभावेन च देवतात्वायोगात्। न च तवापि देवताशरीराणामानन्त्यं बाल्यादिना भिन्नशरीरेषु चैत्रत्वादिवदिति वाच्यम् । સ્વામિત્વફળની ઉત્પત્તિમાં જે અપ્રયોજકત્વ અને ઉપાધિ બતાવી તે પણ અસંગત છે. તથા “તિર્યપંગ...ઇત્યાદિ જેમિનીય સૂત્ર પણ દેવતાના ચેતન્યની જ સિદ્ધિ કરે છે, કારણ કે આ સૂત્ર અમુક દેવનો અધિકાર બતાવે છે, બીજાઓનો નિષેધ કરે છે. અચેતન વસ્તુને તો અધિકાર જેવું કશું હોતું જ નથી. તેથી આ સૂત્રથી જે નિષેધ થાય છે, તે અચેતન અંગે તો ઉચિત ઠરે જ નહિ અને અમુક પ્રકારના ચેતનના નિષેધથી તદ્ધિત્ર ચેતનદેવનો અધિકાર જ અર્થસિદ્ધ થાય છે. “તિર્યપંગુ ઇત્યાદિ સૂત્રનો અર્થ આવો છે – તિર્યક્ર=તિર્યંચ (વિશિષ્ટઆંતર સંજ્ઞાનો અભાવ હોવાથી), પંગુ (ફરતા ન હોવાથી) ત્રણ - દૃષ્ટિ(આંખ), શ્રુતિ(=કાન) અને વાચ(=મુખ) આ ત્રણ. આર્ષેય - ઋત્વિયોગ્ય વિ=વિમુખ્ય. દર્શન, શ્રવણ અને ઉચ્ચારમાં અસમર્થ એવા જે અંધ-બધિર-મૂકોના દૃષ્ટિ-શ્રુતિ અને વાચ વિમુખ્ય ઋત્વિજયોગ્ય છે, તેઓ વિત્યાર્ષેય કહેવાય. આમ ત્રિપ્રવર(=આંખઆદિ ત્રણ પ્રવરવાળા) દેવોનો જ અધિકાર છે, નહિ કે એક, બે કે ચાર પ્રવરોનો. આ દેવોનો અધિકાર એટલા માટે નથી કે, આ દેવોમાં અભેદથી સંપ્રદાનનો યોગ નથી.
વાચસ્પતિમિશ્રના મતનું ખંડન મિશ્ર - તેવા પ્રકારના પદથી બોધ્યપણુરૂપદેશનાદેશિત ચતુર્થ્યપદથી નિર્દેશ્યતા(=તે પદથી બોધ્યતા) ઇન્દ્રાદિપદમાં સંભવી શકે નહિ. (કારણ કે પદ તો બોધક છે નિર્દેશક છે.) આમ નિર્દેશ્યતા તદ્ધદવાચ્ય ઇન્દ્રાદિ પદાર્થમાં છે. તેથી તેવા પદથી વિશિષ્ટ(=વાચ્ય) ઇન્દ્રવગેરેને ચૈતન્યયુક્ત દેવતા માનવા જ સુસંગત છે. છતાં પણ ઇન્દ્રાદિ દેવતાઓના વિશેષણરૂપ “ઇન્દ્ર વગેરે પદો અચેતન હોવાથી દેવતામાં પણ અચેતનનો જ વ્યવહાર થાય
ઉત્તરપલ (જૈન) - જ્યારે “ઇન્દ્ર વગેરે ચૈતન્યયુક્ત વિશેષ્ય પોતે જ દેવતારૂપ હોય, ત્યારે તેઓના વિશેષણભૂત “ઈન્દ્ર વગેરેપદોને દેવતારૂપકલ્પવામાં કોઇ પ્રમાણ નથી. વળી દેવતાઓના વિશેષણીભૂત તેને “બીજ' અક્ષરો અનંતા છે. તે બધાને કંઇ દેશનાદેશિત ચતુર્થીવિભક્તિ લાગતી નથી, તેથી પણ એ બધાને દેવતારૂપ માની શકાય નહિ. દેવતાના વિશેષણીભૂત બીજાક્ષરો જો દેવતા તરીકે ઇષ્ટ ન હોય, તો “ઇન્દ્ર વગેરે પદોને પણ શા માટે દેવતારૂપ કલ્પી શકાય? – તેવો આશય લાગે છે. (વળી, ચૈતન્યવાળા તે-તે દેવતાના અભિધાયક તે-તે પદને દેવતારૂપ માની અચેતન દેવતા માનવામાં આપત્તિ એ છે કે એવા તો દેવતા અભિધાયક ઍ વગેરે અનંત બીજાક્ષરો છે. તો આમ તો અનંત દેવતા માનવાનું ગૌરવ છે. જો ‘ચતુર્થીઅંત ન હોવાથી બીજાક્ષરોમાંદેવતાપણું નહીં આવે’ એમ કહેશો, તો અમારું કહેવું એ જ છે કે દેવતાત્વથી રહિત બીજાક્ષરો જો ચેતનદેવતાના વિશેષણ બની શકતા હોય, એટલે કે પદાત્મકદેવતા માન્યા વિના પણ તે પદોથી તે-તે દેવો નિર્દિષ્ટ થઇ શકતા હોય, તો ચતુર્થ્યતવાળા બીજા પદોને પણ દેવતા માનવાની શી જરૂરત છે? કારણ કે એમ માન્યા વિના પણ તે પદોદ્વારા તેતે ચેતન દેવ નિર્દિષ્ટ થાય જ છે. આવો પણ આશય સંભવી શકે.)
પૂર્વપક્ષ - એમ તો તમારે પણ ચેતન દેવતા માનશો તો દેવતાઓના અનંત શરીર માનવારૂપ ગૌરવ છે જ.