________________
(218)
પ્રતિમાશતક કાવ્ય-૩૯ [अष्टक २८/१] अन्यस्तु तत्त्वमार्गे वस्तुनि परिच्छेत्तव्येऽविचक्षण:=अपण्डित आह-(अथवा) 'विचक्षण' इति वक्ष्यमाणापर्यालोचनयोपहासवचनम्। अस्य जगद्गुरोर्दोष एवाशुभकर्मार्जनमेव, महाधिकरणत्वेन महारम्भपरिग्रहपञ्चेन्द्रियवधादिनिमित्तत्वेनाग्निशस्त्रादिदानवदिति दृष्टान्तोऽभ्यूह्यः । उत्तरमाह- 'अप्रदाने हिराज्यस्य नायकाभावतो जनाः। मिथो वै कालदोषेण मर्यादाभेदकारिणः ॥ [अष्टक २८/२] 'विनश्यन्त्यधिकं यस्मादिहलोके परत्र च। शक्तौ सत्यामुपेक्षा च युज्यते न महात्मनः । [अष्टक २८/३] 'तस्मात्तदुपकाराय तत्प्रदानं गुणावहम्। परार्थं दीक्षितस्यास्य विशेषेण जगद्गुरोः'। [अष्टक २८/४] कालदोषेण अवसर्पिण्या हीनहीनतरादिस्वभावेन मर्यादाभेदः=स्वपरधनादिव्यवस्थालोपः, नायकसद्भावेऽपि केचिद्विनश्यन्तो दृश्यन्ते। अत आह-अधिकम्= अत्यर्थमिहलोके मनुष्यजन्मनि प्राणादिक्षयात्, परत्र-परलोके हिंसाधुद्रेकात्। शक्तौ सत्यां स्वकृतिसाध्यत्वज्ञाने, उपकार:=अनर्थत्राणं, तत्प्रदानं राज्यप्रदानं परार्थं परोपकाराय, दीक्षितस्य=कृतनिश्चयस्य विशेषेण सुतरां सामान्यराज्यदायकापेक्षया, जगद्गुरोः=भुवनभर्तुः। तथा च महाधिकरणत्वहेतुरसिद्धः, अध्यवसायापेक्षत्वादधिकरणस्येति भावः । ततो राज्यादिदाने दोष एवेत्यपहस्तितम्। अथादिपदग्राह्यविवाहादिव्यवहारदर्शने प्रसञ्जित
“તત્વમાર્ગમાં અવિચક્ષણ અન્યતો કહે છે કે, રાજ્યવગેરેના પ્રદાનમાં આને(=જગદ્ગુરુને) દોષ છે. (સાધ્ય) કારણ કે તે(=રાજ્ય) મહાધિકરણભૂત છે. (હેતુ) ૧/તત્ત્વના માર્ગમાં=વસ્તુના બોધના વિષયમાં અવિચક્ષણ= અપંડિત-મૂર્ખ. અથવા હવે જે કહેવાશે તે અંગે વિચારણા કરતો નહીં હોવાથી “વિચક્ષણ'પદ ઉપહાસવચનરૂપ છે. દોષ=અશુભકર્મની પ્રાપ્તિ=બંધ છે. રાજ્યદાન મહાધિકરણરૂપ છે, કારણ કે રાજ્યનિમિત્તક થનારા મહારંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિય જીવોનો વધ વગેરેમાં નિમિત્તભૂત છે. ઉપરોક્ત અનુમાનમાં “અગ્નિ કે શસ્ત્રાદિનું દાન” દૃષ્ટાંતરૂપ છે. અહીં ઉત્તર આપે છે- “જો રાજ્યનું પ્રદાન કરવામાં ન આવે, તો નાયકના અભાવમાં કાલદોષથી મર્યાદાનોલોપ કરનારા લોકો આલોક અને પરલોકમાં વધુ નુકસાન કરે અને છતી શક્તિએ ઉપેક્ષા કરવી મહાત્મામાટે બરાબર નથી.” //ર-૩l.
‘તેથી લોકોના ઉપકાર માટે રાજ્યનું પ્રદાન ગુણકારી જ છે. તેમાં પણ પરોપકારમાટે જ દીક્ષિત થયેલા આ જગકુરને માટે તો વિશેષ કરીને છે.” I૪ કાલદોષ=અવસર્પિણીકાળનો હીનહીનતરઆદિ સ્વભાવ છે. અર્થાત્ આ કાળમાં બધી જ વસ્તુ હીનહીનતર થતી જાય છે. મર્યાદાભેદ=સ્વ-પરધનવગેરેની વ્યવસ્થાનો ભંગ. નાયકની હાજરીમાં પણ કેટલાક લોકો મર્યાદાભેદ કરીને વિનાશ પામતા દેખાય છે, તો નાયકની ગેરહાજરીમાં તો પૂછવું જ શું? તેથી શ્લોકમાં “અધિક પદ મુક્યું છે. અધિક=અત્યંત. ઇહલોક=મનુષ્યજન્મમાં પ્રાણનાશવગેરેથી નુકસાન. પરત્ર=પરલોકમાં હિંસાના અતિશયથી (દુર્ગતિગમનરૂપ) નુકસાન. છતી શક્તિ="પોતાના પ્રયત્નથી સાધ્ય છે' તેવું જ્ઞાન હોવા છતાં, ઉપકાર=અનર્થથી રક્ષણ. દીક્ષિતઃકૃતનિશ્ચય, વિશેષથી=સામાન્ય રાજ્યદાયકની અપેક્ષાએ વિશેષ કરીને. જગદ્ગુરુ ત્રિભુવનસ્વામી (પરમાત્મા). આમ રાજ્યાદિપ્રદાન હિતકર હોવાના કારણે જ “મહાધિકરણભૂત હોવાથી રાજ્યાદિ દાન દુષ્ટ છે' એવી દલીલ વરાળ બની જાય છે, કારણ કે અધિકરણ અધ્યવસાયપર જ અવલંબિત છે. જો અશુભ આશયથી રાજ્યાદિનું પ્રદાન કર્યું હોત, તો જરુર તે અધિકરણરૂપ બનત. પણ તેમ નથી. રાજ્યાદિ' પદમાં જે “આદિ' પદ છે, તેનાથી “વિવાહ” વગેરે સમજવાના છે. વિવાહવગેરેની વ્યવસ્થા પણ ભગવાને જ બતાવી છે. છતાં પણ તેમાં મહાધિકરણના પ્રસંગરૂપ દોષનો પરિહાર અતિદેશપૂર્વક કરતા કહે છે- “આ પ્રમાણે વિવાહધર્મવગેરેમાં તથા શિલ્પના નિરૂપણમાં પણ ભગવાનને દોષ નથી, કારણ કે ઉત્તમપુણ્ય આ પ્રમાણે જ વિપાક દર્શાવે છે.' //પા વિવાહધર્મ વગેરે-વગેરેથી રાજ્ય, કુળ, ગ્રામધર્મ વગેરે લેવા. શિલ્પ - કુંભાર, લુહાર, ચિત્રકાર,