________________
22.
_પ્રતિમાશતક કાવ્ય-૪૨) नास्ति। वृद्धास्त्वाहुः- इदं महानिशीथं सातिशयं समहत्प्रभावमतिगम्भीरार्थं चेति क्वचिदपि स्थले नाशङ्कनीयम्। तत्-तस्मात्कारणाद्धे पाप! परगिराम्=उत्कृष्टवाचामस्मत्सम्प्रदायशुद्धानां प्रामाण्यत:-प्रामाण्याभ्युपगमेन तवापदो नोदिता: ? अपि तूदिता एव, अभ्युपगमसिद्धान्तस्वीकारे स्वतन्त्रसिद्धान्तभङ्गप्रसङ्गात्, अजां निष्काशयतः क्रमेलकागमन्यायापातात्।
तथोक्तं चतुर्थाध्ययने प्रान्ते → 'अत्र चतुर्थाध्ययने बहवः सैद्धान्तिकाः केचिदालापकान सम्यक् श्रद्दधत्येव । तैरश्रद्धानैरस्माकमपि न सम्यक् श्रद्धानमित्याह हरिभद्रसूरिः, न पुनः सर्वमेवेदं चतुर्थाध्ययनं, अन्यानि वाध्ययनानि, अस्यैव कतिपयैः परिमितैरालापकैरश्रद्धानमित्यर्थः । यतः स्थानसमवायजीवाभिगमप्रज्ञापनादिषु न किञ्चिदेवमाख्यातं, यथा प्रतिसन्तापकस्थानमस्ति तद्हावासिनश्च मनुजाः। तत्र च परमाधार्मिकाणां पुनः पुनः सप्ताष्टवारान् यावदुपपातः, तेषां च तैर्दारुणैर्वज्रशिलाघरट्टसम्पुटगतगोलिकानां(सम्पुटैर्गिलितानां पाठा.) બીજાની ઉત્કૃષ્ટ વાણીને પ્રમાણતરીકે સ્વીકારતા તને શું આપત્તિ નથી આવતી? અર્થાત્ અવશ્ય આવે છે.
પૂર્વપક્ષ - તમે મહાનિશીથના પાઠની શું સાક્ષી આપો છો? આ ગ્રંથ તો તમારા પૂર્વાચાર્યોને પણ સંમત
નથી.
ઉત્તરપક્ષ - શું એટલા માત્રથી તમે પણ આ ગ્રંથને પ્રમાણભૂત માનતા નથી? પૂર્વપક્ષ - હા. તમારા પૂર્વાચાર્યોની ઉક્તિને અનુસારે અમે પણ આ ગ્રંથને પ્રમાણભૂત તરીકે સ્વીકારતા
નથી.
ઉત્તર૫ક્ષ - અહીં જ તમારે ફસાવાનું છે! અમારા જે પૂર્વાચાર્યોએ અપ્રમાણતા માની છે, તે પૂર્વાચાર્યોએ પણ માત્ર ચતુર્થ અધ્યયનના કેટલાક આલાપકોઅંગે જ પોતાની અશ્રદ્ધા વ્યક્ત કરી છે. બાકીના આલાપકો અને અધ્યયનો તો એમને પણ માન્ય જ છે. વળી વૃદ્ધ સંપ્રદાય તો એવો જ છે કે, “આ મહાનિશીથ ગ્રંથ મહાપ્રભાવિક છે. અને ગંભીર અર્થોથી સભર છે. તેથી આ ગ્રંથના કોઇ પણ શબ્દપર અપ્રમાણ તરીકે આશંકા કરવી જોઇએ નહિ.' તેથી જો તમે અમારા પૂર્વાચાર્યોના સંપ્રદાયશુદ્ધ ઉત્કૃષ્ટ વચનોને આધારે જ પ્રામાણ્ય-અપ્રામાણ્યનો સ્વીકાર કરતા હો, તો તમારે મહાનિશીથ ગ્રંથને પ્રમાણભૂત જ માનવો પડશે અને તો, પૂર્વે દર્શાવ્યું તેમ, દ્રવ્યસ્તવપર પણ આદર કરવો પડશે. આમ અભ્યપગમસિદ્ધાંત સ્વીકારવાથી તમારા સિદ્ધાંતને બાધ આવશે. તેથી તમારે તો “બકરું કાઢતાં ઊંટ પેઠું' એ ઉક્તિ ચરિતાર્થ થાય છે.
મહાનિશીથના ચતુર્થ અધ્યયનના વચનો મહાનિશીથના ચતુર્થઅધ્યયને અંતે રહેલા શબ્દો –
ઘણા સૈદ્ધાંતિકો આ ચતુર્થ અધ્યયનના કેટલાક આલાપકોની સભ્યશ્રદ્ધા કરતા નથી. તેઓની અશ્રદ્ધા હોવાથી અમારી પણ સભ્યશ્રદ્ધા નથી એમ શ્રીહરિભદ્રસૂરિજી કહે છે. પરંતુ સમગ્ર ચતુર્થ અધ્યયન કે બીજા અધ્યયનોપર અશ્રદ્ધા નથી. (અર્થાત્ શ્રદ્ધા છે જ.) પણ આ(ચતુર્થ અધ્યયન)ના કેટલાક જ આલાપકોપર અશ્રદ્ધા છે, એવો ભાવ છે. (આ અશ્રદ્ધાનું કારણ) કારણ કે સ્થાનાંગ, સમવાયાંગ, જીવાભિગમ, પ્રશાપના વગેરે ગ્રંથોમાં આ પ્રમાણે (કે જે આ આલાપકોમાં કહ્યું છે) કહ્યું નથી કે, “પ્રતિસંતાપક” નામનું કોઇક સ્થાન છે. તેની ગુફાઓમાં મનુષ્યો રહે છે. ત્યાં પરમાવામિક દેવો સતત સાત આઠ વાર ઉત્પન્ન થાય છે. તથા તેઓ (રત્નદ્વીપના વણિકો) વડે વજમશિલાની ઘંટીના પડમાં દળાતા આ રત્નગોળીધારક પરમધાર્મિકો એક વર્ષ સુધી પીડાવા છતાં મોત પામતા નથી.” અહીં વૃદ્ધવાદ આ પ્રમાણે છે, “આ મહાનિશીથ ગ્રંથ આર્ષ(=પૂર્વધરરચિત)સૂત્ર છે. આ