________________
સાવઘાચાર્યનું દૃષ્ટાંત
229
श्रीवज्रसूरयस्तेषां निदर्शनेन दृष्टान्तेन सुमुनेः सुसाधोर्यात्रानिषेधो हत:-निराकृतः। यतस्तत्र ग्रन्थे स्वाच्छन्द्येनआज्ञारहिततया गुरुभिश्चन्द्रप्रभस्य-चन्द्रप्रभस्वामिन आनतिर्निषिद्धा, महोत्तरं सङ्घयात्रोत्सवनिवृत्त्यनन्तरं पुनरियं चन्द्रप्रभयात्रा तैराचार्यैः स्वशिष्यैः सह प्रत्यज्ञायि कर्तव्येति प्रतिज्ञाविषयीकृता। अत्राप्यविधियात्रानिषेधमेवोपश्रुत्य यात्रामात्रं मूलैर्निषिद्धं, तदूषितं तात्पर्यज्ञैरिति बोध्यम् ॥ अत्र सावधाचार्यवज्राचार्यसम्बन्धौ श्रोतृणामुपकाराय महानिशीथगतौ अभिधीयते। तथा हि →
___ से भयवं! कयरे णं से सावज्जायरिए ? किं वा तेणं पावियं ? गो० ! णं इओ य उसभादितित्थंकरचउवीसिगाए अणंतेणं कालेणं जा अतीता अन्ना चउवीसिगा, तीए जारिसो अहयं तारिसो चेव सत्तरयणीपमाणेणं जगच्छेरयभूओ देविंदविंदवंदिओ पवरवरधम्मसिरिनामंचरमधम्मतित्थंकरो अहेसि। तस्सय तित्थे सत्त अच्छेरगे पभूए। अहऽनया परिनिव्वुडस्स णं तस्स तित्थंकरस्स कालक्कमेणं असंजयाणं सक्कारकारवणे णामऽच्छेरगे वहिउमारद्धे । तत्थ णं लोगाणुवत्तीए मिच्छत्तोवहयं असंजयपूयाणुरयं बहुजनसमूह ति वियाणिऊण तेणं कालेणं तेणं समएणं अमुणियसमयसम्भावेहिं तिगारवमइरामोहिएहिंणाममेत्तआयरियमहत्तरेहिं(मयहरेहिं पाठा.) सह्वाइणं सयासाओ दविणजायं पडिग्गहियथंभसहस्सूसिए सकसके ममत्तिए चेइयालगे काराविऊणं (आसईए) ते चेव दुरंतपंतलक्खणाहमाहमेहिं आसाइए ते चेव चेइयालगे नीसीय(मासीय पाठा.) गोविऊणंच बलवीरियपुरिसकार
શ્રી વજઆર્યએ જિનાજ્ઞાથી રહિતપણે થતી ચંદ્રપ્રભસ્વામીની યાત્રાનો જ નિષેધ કર્યો હતો, નહિ કે સર્વથા કારણ કે તે જ વખતે પોતાના શિષ્યો સાથે સંઘયાત્રામહોત્સવ પત્યા પછી ચંદ્રપ્રભસ્વામીની આ યાત્રા કરવાની પ્રતિજ્ઞા કરી હતી, આદૃષ્ટાંતનાશ્રવણથી તાત્પર્યને નહિ સમજનારા અજ્ઞોએમ કહેવાબેસે કે “શ્રી વજઆર્યના દૃષ્ટાંતથી મહાનિશીથમાં તીર્થયાત્રાનો સર્વથાનિષેધ છે. તો તેમને મૂઢજ સમજવા, કારણ કે તેઓ “માત્ર અવિધિથી થતી યાત્રાનો જ નિષેધ છે, સર્વથા નહિ એવા તાત્પર્યને સમજવામાં થાપ ખાઇ ગયા છે. તેથી તાત્પર્યને સમજતા સુજ્ઞપુરુષો અજ્ઞોની આ પ્રરૂપણાને દોષયુક્ત જ જાહેર કરે છે.
સાવધાચાર્યનું દૃષ્ટાંત પ્રસ્તુતમાં શ્રોતાઓના ઉપકારાર્થે મહાનિશીથમાંથી ઉદ્ધત કરી સાવધાચાર્ય અને વજઆર્યના દષ્ટાંત દર્શાવે છે. (ગુજરાતીમાં મૂળ શબ્દોને આશ્રયી ભાવાર્થ પ્રગટ કરાય છે.) પ્રથમ સાવધાચાર્યનું હૃદયસ્પર્શી દષ્ટાંત રજુ કરે છે –
હે ભદંત! એ સાવલાચાર્ય કોણ હતા? તેણે શું પ્રાપ્ત કર્યું? હે ગૌતમ! સાંભળ... શ્રી ઋષભદેવથી માંડીને પસાર થયેલી આ ચોવિસીની અનંતકાળ પૂર્વે આવી જ તીર્થકરચોવિસી થઇ હતી. તેચોવિસીના ચરમ તીર્થપતિ હતા શ્રીધર્મશ્રી ભગવાન. આ તીર્થકર મારી(=શ્રીપ્રભુ મહાવીરસ્વામી) જેમ સાત હાથ ઊંચા હતા. જગત માટે પરમઆશ્ચર્યના નિધાન હતા. દેવેન્દ્રોથી પૂજાયેલા હતા. શ્રેષ્ઠતમ હતા. આ પરમાત્માના શાસનમાં સાત અચ્છેરા (=આશ્ચર્યકારી ઘટના) થયા હતા. આ સર્વજીવવત્સલ પ્રભુ પરમપદને પામ્યા પછી કાળક્રમે અસંતોની પૂજાસત્કારરૂપ અચ્છેરું પ્રગટ થયું. તે વખતનો મોટો લોકસમુદાય લોકપ્રવાહમાં તણાયેલો હતો, મિથ્યાત્વથી હણાયેલો હતો, અસંયતોની પૂજાના ભાવથી રંગાયેલો હતો. આ ગાડરિયાપ્રવાહને જોઇ શાસ્ત્રસિદ્ધાંતના જ્ઞાનપ્રકાશથી વંચિત, ત્રણ ગારવ(ઋદ્ધિ-રસ-શાતા)રૂપી મદિરાથી મત્ત અને નામમાત્રથી આચાર્ય મહત્તર બની બેઠેલા સંયતોની બુદ્ધિ બગડી. લોકસંજ્ઞાથી વાસિત તેઓએ શ્રાવકો પાસેથી દ્રવ્ય પ્રાપ્ત કરી હજારો થાંભલાઓવાળા પોતપોતાના મમત્વવાળા