________________
સાવદ્યાચાર્યનું દૃષ્ટાંત
235
तुम पि ताव मूलगुणहीणो, जाव णं संभरसु तं जंतदिवसं तीए अज्जाए तुझं वंदणगं दाउकामाए पाए उत्तिमंगेणं पुढे'। ताहे इहलोइगायसभीरू खरमच्छरी(सत्थरी पाठा.)हुओ, गो० ! सो सावज्जायरियो चिंतिओ, जहा जं मम सावजायरियाभिहाणं कयं इमेहि, तहा तं किं पि संपर्य काहिंति, जे णं तु सव्वलोए अपुज्जो भविस्सं। ता किमेत्थं परिहारगं दाहामि ? त्ति चिंतमाणेणं संभरियं तित्थयरवयणं। जहा
'णजे केइ आयरिए इ वा मयहरए इ वा गच्छाहिवई सुयहरे भवेज्जा, सेणं जं किंचि सव्वन्नुणंतनाणीहिं पावट्ठाणं पडिसेहियं, तं सव्वं सुयाणुसारेणं विन्नाय सव्वहा सव्वपयारेहिंणं णो समायरेज्जा, नो णं समायराविज्जा, समायरंतं वा न समणुजाणिज्जा। से कोहेण वा, माणेण वा, मायाए वा, लोभेण वा, भएण वा, हासेण वा, गारवेण वा, दप्पेण वा, पमाएण वा, असई चुक्कखलिएण वा, दिया वा, राओ वा, एगओ वा, परिसागओ वा, सुत्ते वा, जागरमाणे वा, तिविहं तिविहेणं मणेणं वायाए काएणं एतेसिमेव पयाणं जे केई विराहगे भवेज्जा से णं भिक्खू भुज्जो २ निंदणिज्जे, गरहणिजे, खिंसणिज्जे, दुगुंछणिज्जे, सव्वलोगपरिभूए बहुवाहिवेयणापरिगयसरीरे उक्कोसठिईए अणंतसंसारसागरंपरिभमेज्जा, तत्थ णं परिभममाणे खणमेक्कं पिन कहिंचि कयाइ निव्वुइंसंपावेज्जा'। તો હવે શું કરું? શું સૂત્રના અર્થની અન્યથા પ્રરૂપણા કરું?નાના.. એમાં તો ભગવાનની મોટી આશાતના થાય. તો પછી મારે કરવું શું? શું આ ગાથા કહું કે ગપચાવી જાઉં? કે ગાથાને જ અન્યથારૂપે બોલું? અરેરે ! આ બન્ને વાત તો ભારે ભયંકર છે, આત્માર્થી માટે અત્યંત ગહણીય છે, કારણ કે સૂત્રનો અભિપ્રાય આ પ્રમાણે છે... “પોતાની ભૂલચક, અલના, પ્રમાદ કે આશંકા વગેરેના ભયથી જે ભિક્ષુક દ્વાદશાંગ ગ્રુતજ્ઞાનના પદ-અક્ષર-માત્રા કે બિંદુને પણ છુપાવે છે, અન્યથા પ્રરૂપે છે, અથવા સૂત્ર અને અર્થની પ્રરૂપણા સંદિગ્ધ કરે છે, અવિધિથી કરે છે, કે અયોગ્ય આગળ કરે છે, તે ભિક્ષુક અનંતકાળ સંસારમાં રખડે છે. તેથી અહીં વિચારવાથી સર્યું. “જે થવાનું હોય, તે થાઓ” ગુરુના ઉપદેશપ્રમાણે યથાવસ્થિત સૂત્રાર્થની જ પ્રરૂપણા કરીશ. આ પ્રમાણે વિચાર કરી (એ ગાથાની) સર્વાગશુદ્ધ પ્રરૂપણા કરી. ત્યારે જાણે તકની જ રાહ જોતા હોય, તેમ તરત જ પેલા લિંગજીવીઓ કુદી પડ્યા અને એકદમ બોલી ઉઠ્યા... “તો પછી તું પણ મૂળગુણથી રહિત છે.... યાદ કર... તે દિવસે તને વંદન કરવાની ઇચ્છાવાળી તે સાધ્વી તારા પગને મસ્તકથી અડી હતી.” આ સાંભળી આલોકની બેઆબરૂના ભયથી એ સાવધાચાર્યઠઠરી ઉઠ્યા. મોં ફિક્કુ પડી ગયું. મનમાં અત્યંત મત્સરને ધારણ કર્યો. ‘હવે અહીં આપત્તિનું નિવારણ શાનાથી કરું ? આ લોકોએ બતાવેલા દોષોનો પરિહાર શી રીતે કરું?” ભારે વિમાસણમાં પડી ગયા. આત્મા અને મનનું રામ-રાવણ યુદ્ધ શરુ થઇ ગયું. આત્મા પરલોકની સલામતી ઝંખે છે. મનને આલોકની આબરુની સલામતીની ચિંતા છે. ત્યાં હદયના પટપર તીર્થકરના આ વચનોનું સ્મરણ થઇ આવ્યું....
અનંતજ્ઞાની સર્વજ્ઞ ભગવંતોએ જે પાપસ્થાનોનો પ્રતિષેધ કર્યો છે, તે પાપસ્થાનોનું જ્ઞાન આચાર્ય, મહત્તર, ગચ્છાધિપતિ કે શ્રતધરે શ્રતના અનુસાર મેળવી લેવું અને તે પાપસ્થાનોને સર્વથા ક્યારેય સ્વયં આચરવું નહીં, બીજા પાસે આચરાવવું નહીં અને અન્ય આચરનારની અનુમોદના કરવી નહીં. જે ભિક્ષુક ક્રોધ, માન, માયા, લોભ, ભય, હાસ્ય, ગારવ, દર્પ, પ્રમાદ અથવા વારંવાર ચૂક કે અલનાથી દિવસે કે રાતે, એકાંતમાં કે જાહેરમાં, સૂતેલાકે જાગૃત, મન વચન કે કાયાથી, કરણ કરાવણ કે અનુમોદનદ્વારા એ પાપસ્થાનોમાંથી કોઇ પણ પાપસ્થાનને સેવે છે, તે ભિક્ષુક વારંવાર નિંદનીય છે, ગહણીય છે, જુગુપ્સનીય છે, ઠપકાપાત્ર છે, આ ભિક્ષુક આખા જગતમાં બધે જ પરાભવ પામે છે, તથા બહુવ્યાધિ અને વેદનાથી ઘેરાયેલા શરીરવાળો થઇ ઉત્કૃષ્ટકાળમાટે અનંતસંસારસાગરમાં રખડે છે. અને આ સંસારસાગરમાં ભ્રમણ કરતા તે ક્ષણમાત્ર પણ સુખશાંતિને પામી શકતો નથી.”