________________
(222
પ્રતિમાશતક કાવ્ય-૪૧) (दंडान्वयः→ यद्दानादिचतुष्कतुल्यफलतासङ्कीर्तनं या पुनः श्राद्धस्य द्वौ मुनेः परः स्तव इति व्यक्ता विभागप्रथा। यच्च स्वर्णजिनौकसः समधिको प्रोक्तौ तप:संयमौ तत्सर्वं किमु प्रतिमार्चनस्य प्राग्धर्मता ख्यापकम्
ને ?)
'यद्'इति। यद्दानादिचतुष्कस्य दानादिचतुष्टयस्य तुल्यफलतायाः सङ्कीर्तनम्। या पुनः द्वौ द्रव्यस्तवभावस्तवौ श्राद्धस्योचितौ, पर:=भावस्तव एक एव मुने:-साधोरिति व्यक्ता विभागस्य प्रथा विस्तारः। यच्च स्वर्णजिनौकसः-सुवर्णजिनभवनकारणोत्कृष्टद्रव्यस्तवादपि तप:संयमौ समधिको प्रोक्तौ, तत्सर्वं प्रतिमार्चनस्य किमु प्राग्धर्मताया:=भावस्तवेनान्वाचीयमानधर्मतायाः ख्यापकं सूचकंन ? अपितुख्यापकमेवोत्कृष्टतमावधेरुत्कृष्टतरस्यैव युक्तत्वात्। हिनावधिकोत्कर्षोक्तेरस्तुतित्वात्। न हि सामान्यजनादाधिक्यवर्णनं चक्रवर्तिनः स्तुतिरपि तु महानरपतेरिति । अक्षराणि च → भावच्चणमुग्गविहारया य, दव्वच्चणं तु जिणपूआ। पढमा जईण, दुण्णि वि गिहीण, पढम च्चिय पसत्था'॥ १॥ कंचणमणिसोवाणे थंभसहस्सूसिए सुवन्नतले। जो कारवेज जिणहरे, तओ वि तवसंजमो अहिओ (अणंतगुणो) ॥२॥ तवसंजमेण बहुभवसमज्जिअंपावकम्ममलपवह (मललेवं पाठा.)। निट्ठवि(निद्धोवि पाठा.)उणं अइरा सासय(अणंत पाठा.)सुक्खं वए मुक्खं ॥३॥ काउंपि जिणाययणेहिं
કાવ્યાર્થ:- ‘દાનવગેરે ચાર તુલ્યફળવાળા છે એવું જે કહ્યું છે, તથા “શ્રાવકનેદ્રવ્યસ્તવ-ભાવસ્તવ આવે સ્તવ ઉચિત છે અને મુનિને પર(ભાવ)સ્તવ છે' એવો જે સ્પષ્ટ વિભાગ બતાવ્યો છે. તથા “સોનાના દેરાસર કરતા પણ તપ અને સંયમ અધિક ચડિયાતા છે એવું જે કહ્યું છે, આ બધું પ્રતિમાપૂજન એ પૂર્વધર્મ છે, એમ શું દર્શાવતું નથી?
ઉત્કૃષ્ટની અપેક્ષાએ જ ઉત્કૃષ્ટતરની પ્રશંસા ચોગ્ય ‘સુવર્ણમય દેરાસર બનાવવું વગેરેરૂપ ઉત્કૃષ્ટ દ્રવ્યસ્તવ કરતાં પણ તપઃસંયમ વગેરે ભાવસ્તવ કંઇક ગુણા ચડિયાતા છે. આ વચનથી એટલો ખ્યાલ તો સ્પષ્ટ આવે કે, દ્રવ્યસ્તવ ભાવસ્તવની અપેક્ષાએ ગૌણરૂપે પણ ધર્મતો છે જ, કારણ કે તપ-સંયમ વગેરે ભાવસ્તવને ઉત્કૃષ્ટતર બતાવવો હોય, તો બીજા ઉત્કૃષ્ટસ્તવની અપેક્ષાએ જ બતાવવો યોગ્ય છે. હીન વસ્તુની અપેક્ષાએ ઉત્કૃષ્ટતર બતાવવામાં તો ફારસ જ થાય. કોઇ માણસ ચક્રવર્તીની સ્તુતિ કરતાં કહે કે “અમારા ચક્રવર્તી રાજા તો ભિખારી કરતાં પણ ચડિયાતા છે!” તો સ્તુતિને બદલે નિંદા ન થાય અને બદલામાં ઇનામ તરીકે ફાંસી જ મળે. એને બદલે એમસ્તુતિ કરે કે “દુનિયાના ભલભલા ચમરબંધી રાજાઓ કરતાં પણ અમારા ચક્રવર્તી રાજા “ચાર ચાંદ ચડે એવા છે.” તો એ સ્તુતિ કહેવાય અને પુરસ્કાર મળે. એમ જો ‘સોનાનું દેરાસર બંધાવવું વગેરેદ્રવ્યસ્તવ પાપરૂપ હોવાથી હીન હોય, તો તેના કરતાં તપ-સંયમને અધિક બતાવવામાં હકીકતમાં તો તપ-સંયમની હાંસી જ થાય. પણ ભગવાનને તપ-સંયમની હાંસી નથી ઊડાવવી, પણ મહાનતા બતાવવાદ્વારા પ્રશંસા કરવી છે. તેથી એમનું તાત્પર્ય એ જ છે – “સોનાના દેરાસર બંધાવવા વગેરેગ્રુપદ્રવ્યસ્તવ ઘણો સારો છે, પણ તેના કરતાં પણ તપસંયમ ચડી જાય.” મહાનિશીથના ત્રીજા અધ્યયનના અક્ષરો આ પ્રમાણે છે –
‘ઉગ્ર વિહારતા ભાવપૂજા છે. જિનપૂજા દ્રવ્યપૂજા છે. સાધુને ભાવપૂજા છે અને ગૃહસ્થને બન્ને છે; પ્રથમ જ પ્રશસ્ત છે.” /૧// “સોના-રત્નના પગથિયાવાળા તથા હજારો સ્તંભવાળા ઊંચા તથા સુર્વણમય છતવાળા દેરાસરો કોઇ બનાવે, તેના કરતાં પણ તપસંયમ અધિક (પાઠાંતરે અનંતગુણ) છે.” મેર // “તપ અને સંયમ દ્વારા બહુભવોથી ભેગા કરેલા પાપકર્મમળના લેપને (પાઠાંતરે “પ્રવાહને) ધોઇ નાખી શાશ્વત સુખવાળા (પાઠાંતરે અનંત સુખવાળા)