________________
220
પ્રતિમાશતક કાવ્ય-૪૦) बहुदोसनिवारणाउ जगगुरुणो। नागाइरक्खणे जह कड्ढणदोसेवि सुहजोगो' ॥१॥ 'खड्डातडमि विसमे इट्टसुयं (सं)पेच्छिऊण कीलंतं। तप्पच्चवायभीया तमाणणट्ठा गया जणणी'॥२॥ 'दिट्ठो अ तीए णागो तं पइ एंतो दुतो अखड्डाए। तो कहिओ तओ तह, पीडाएवि सुद्धभावाए'॥३॥[पञ्चाशक ७/३८-३९-४०] त्ति । उक्तानभ्युपगमे बाधामाह- 'इत्थं चैतदिहैष्टव्यमन्यथा देशनाप्यलम् । कुधर्मादिनिमित्तत्वाद्दोषायैव प्रसज्यते'। [अष्टक २८/८] कुधर्माः=शाक्यादिकुप्रवचनानि आदिर्येषां श्रुतचारित्रप्रत्यनीकत्वादिभावानां तेषां निमित्तत्वात् हेतुत्वाज्जिनदेशनापि हि नयशतसमाकुला। नयाश्च कुप्रवचनालम्बनभूता दोषायैव ॥३९॥महानिशीथाक्षराणि तत्प्रामाण्यज्ञापनपूर्वं दर्शयति
किं योग्यत्वमकृत्स्नसंयमवतां पूजासु पूज्या जगुः,
श्राद्धानां न महानिशीथसमये भक्त्या त्रिलोकीगुरोः। नन्दीदर्शितसूत्रवृन्दविदितप्रामाण्यमुद्राभृतो,
निद्राणेषु पतन्ति डिण्डिमडमत्कारा इवैता गिरः॥४०॥ (दंडान्वयः→ किं अकृत्स्नसंयमवतां श्राद्धानां भक्त्या त्रिलोकीगुरो: पूजासुयोग्यत्वं पूज्या महानिशीथसमये न जगुः ? नन्दीदर्शितसूत्रवृन्दविदितप्रामाण्यमुद्राभृत एता: गिर: निद्राणेषु डिण्डिमडमत्कारा इव पतन्ति॥)
___'किं योग्यत्वम् इति । किमकृत्स्नसंयमवता देशविरतानां श्राद्धानां भक्त्या अतिशयितरागेण त्रिलोकीगुरो:-त्रिभुवनधर्माचार्यस्य पूजासु-पुष्पादिनाऽर्चनेषु पूज्या:= गणधरा महानिशीथसमये महानिशीथसिद्धान्ते
શંકા - ભગવાન થોડો દોષ સેવી રક્ષણ કરે, તેના કરતાં જરા પણ દોષ ન લાગે એવી રીતે રક્ષણ કેમ કરતા નથી?
સમાધાનઃ- “અન્યથાસંભવા....” આ વચન સૂચવે છે કે, જરા પણ દોષ ન રહે, અનર્થન થાય, એવા પ્રકારના રક્ષણનો માર્ગ અસંભવિત હોવાથી જ, ભગવાને “અલ્પદોષ અને બહુલાભનો આ માર્ગ લીધો છે. કશું જ છે” “ત્યાં(રાજ્યપ્રદાનવગેરેમાં) જગકુરનો પ્રધાનઅંશ છે બહુદોષનું નિવારણ. જેમકેનાગવગેરેના રક્ષણમાં ખેંચવા વગેરેનો દોષ હોવા છતાં એ શુભયોગ છે.” “ખાડાના વિષમ તટ પાસે પોતાના ઇષ્ટ પુત્રને રમતો જોઇ તેને અપાય થવાના ભયથી તેને લેવા માટે માતા ગઇ. ત્યાં તેણીએ ખાડામાં પુત્ર તરફ જલ્દીથી આવતો નાગ જોયો. તેથી ખાડામાંથી જલ્દીથી પુત્રને ખેચ્યો. એમાં પીડા થવા છતાં ભાવ વિશુદ્ધ છે.” II ૧-૨-૩ |
જો આ વાત નહિ સ્વીકારો તો, આવતી બાધા બતાવે છે- “આ પ્રમાણે જ સ્વીકારવું જોઇએ, નહિતર તો દેશના(=ઉપદેશ) દેવાથી પણ સર્યું કારણ કે કુધર્મ(શાક્યવગેરે કુધર્મો. આદિ પદથી શ્રત અને ચારિત્રના પ્રત્યેનીક વગેરે સમજવા)માં હેતુ બનતી હોવાથી એ પણ દોષરૂપ માનવાનો પ્રસંગ છે.” uદા ભગવાનની દેશના સેંકડો નયોથી સભર છે, કે જે નયો જ કુદર્શનો માટે આલંબનભૂત બને છે. તેથી દોષનો સંભવ પાકો છે. પણ આ વાત ઇષ્ટ નથી, કારણ કે ઘણા ભવ્ય જીવોપર ઉપકાર દેશનાથી જ થાય. તેથી ઉપરોક્ત દોષ ઉપેક્ષણીય છે. તે જ પ્રમાણે વિવાહ વગેરેમાં અને દ્રવ્યસ્તવ વગેરેમાં પણ સમજી લેવું. . ૩૯
મહાનિશીથના અક્ષરો પ્રમાણભૂત છે, એમ બતાવવા પૂર્વક એ અક્ષરો બતાવે છે–
કાવ્યાર્થ- અકૃત્નસંયમવાળા=દેશવિરત શ્રાવકો ભક્તિથી ત્રણ લોકના ગુરુની પૂજાના વિષયમાં યોગ્ય= અધિકારી છે, એમ પૂજ્ય-ગણધરોએ મહાનિશીથ શાસ્ત્રમાં શું કહ્યું નથી? (કહ્યું જ છે.) નંદિસૂત્રમાં નિરૂપેલા