________________
200
પ્રતિમાશતક કાવ્ય-૩૬
नो नद्युत्तरणे मुनेर्नियमनाद्वैषम्यमिष्टं यतः, ____ पुष्टालम्बनकं न तन्नियमितं किन्तु श्रुते रागजम् । अस्मिन् सत्त्ववधे वदन्ति किल येऽशक्यप्रतीकारतां,
નામિ વિવામિ રાજ્જ રૂતિ દિચાય: hતાર્થઃ તાઃ રૂદા. (दंडान्वयः→ मुनेन॑द्युत्तरणे नियमनाद् वैषम्यमिष्टं इति नो, यतः श्रुते पुष्टालम्बनकं तन्न नियमितं किन्तु रागजम् । अस्मिन् सत्त्ववधे ये किलाशक्यप्रतीकारतां वदन्ति तैः ‘अम्भो निन्दामि पिबामि च' इति न्यायः कृतार्थः
ત: II)
___ 'नो नद्युत्तरणे' इति । मुनेः नद्युत्तरणे नियमनात्-सङ्ख्यानियमाभिधानात्, श्राद्धस्य पूजायां तदभावाद्वैषम्यमिष्टमिति नो-नैव वाच्यम् । यतस्तन्नद्युत्तरणं पुष्टालम्बनकंज्ञानादिलाभकारणं न नियमितं, किन्तु श्रुते सिद्धान्ते रागज रागप्राप्तम्। इत्थमेव नखनिर्दलनप्राप्तोपघातनिषेधार्थं प्रोक्षणविधेरिव रागप्राप्तनद्युत्तरणनिषेधार्थं प्रकृतस्य नियमविधित्वोपपत्तेः। द्रव्यस्तवविधिस्तुगृहिणोऽपूर्व एवेति साम्यायोगात्। पुष्टालम्बने तु वर्षास्वपि ग्रामानुग्रामविहारकरणमप्यनुज्ञातमिति कस्तत्र सङ्ख्यानियमः? तथा च स्थानाङ्गसूत्रं → 'वासावासं पज्जोसवियाणं णो
કાવ્યાર્થઃ- “મુનિને નદી ઉતરવામાં સંખ્યા નિયમ છે જ્યારે શ્રાવકને પૂજા કરવામાં તેમ નથી. તેથી બન્ને વચ્ચે) આ વિષમતા છે.” આમ કહેવું નહિ, કારણ કે સિદ્ધાંતમાં (નદી ઉતરવાઅંગે) પુષ્ટ આલંબને સંખ્યાનિયમ નથી કર્યો, પણ રાગથી નદી ઉતરવાઅંગે જ સંખ્યાનિયમ કર્યો છે. “નદી ઉતરવામાં જીવહિંસા અશક્યપરિહારરૂપ છે એમ કહેનારાઓએ પાણીને નિંદુ છું અને પીઉં છું આ ન્યાયને સાર્થક કર્યો છે.
પ્રતિમાલપકઃ-મુનિને શાસ્ત્રમાં કહેલી સંખ્યાથી વધુવાર નદી ઉતરવાનો નિષેધ છે. આમ નદી ઉતરવામાં સંખ્યા નિયમ છે. જ્યારે શ્રાવકને પૂજાઅંગે આવો સંખ્યાનિયમ દેખાડ્યો નથી. જો અપવાદપદે પૂજા કરવાની હોત, તો અવશ્ય સંખ્યા નિયમ બતાવવાપૂર્વક તેનો નિર્દેશ કર્યો હોત. પણ તેવો નિર્દેશ જોવા મળતો નથી. આમ પૂજા નદીઉતરણની જેમ આપવાદિક આચરણારૂપ પણ નથી. તેથી હેય છે.
ઉત્તરપક્ષ - આ તો તમે “અર્ધજરતીય ન્યાય લગાડ્યો. સિદ્ધાંતમાં નદી ઉત્તરણ અંગે જે સંખ્યાનિયમ દર્શાવ્યો છે, તે રાગથી નદી ઉતરવાઅંગે છે, રાગ વિનાના પુષ્ટાલંબનજન્ય નદીઉતરણમાં સંખ્યાનિયમ નથી. જેમ નખના નિર્દલન(=ઉખેડવા-તોડવા)માં રહેલા આત્મોપઘાતના નિષેધમાટે નખ કાપવાની વિધિ શાસ્ત્રમાં બતાવી છે, તેમ રાગથી નદી ઉતરવાની ક્રિયાના નિષેધમાટે જ સિદ્ધાંતમાં બતાવેલી નદી ઉતરવાઅંગે સંખ્યાનિયમની વિધિ ઉપપન્ન થાય છે. (અપવાદપદે પણ નદી ઉતરવાની છુટનો લાભ ઉઠાવી અપવાદના ઓઠા હેઠળ અલ્પકારણે પણ સાધુ વારંવાર નદીન ઉતરે તે હેતુથી જ નદીઉત્તરણના અપવાદમાં પણ સંખ્યાનિયમદ્વારા વધુ નિયંત્રણ કરવું સંગત છે. અનુકૂળતાનો રાગ અનાદિસિદ્ધ છે. અનુકૂળતાના કારણે નદી ઉતરવી રાગ પ્રાપ્ત છે.) જિનપૂજા સહજ નથી, તથા અનુકૂળતાઆદિ રાગથી પ્રાપ્ત પણ નથી અને ધર્મના આદિકાળ સુધી જીવને પ્રાયઃ રુચતી પણ નથી. તેથી જ આ જિનપૂજાદિ દ્રવ્યસ્તવ ગૃહસ્થમાટે અપૂર્વ છે, તેથી જ ઘણી પ્રેરણા પછી ગૃહસ્થ માંડ પૂજા શરુ કરે છે. તેથી પૂજાની બાબતમાં સંખ્યાનિયમને અવકાશ જ નથી. આમ નદીઉતરણ અને પૂજામાં અપવાદરૂપ સામ્ય જ નથી. તેથી સંખ્યા નિયમના બળપર વૈષમ્ય બતાવવું યોગ્ય નથી. વળી રાપ્રાપ્ત ન હોય અને પુષ્ટ આલંબન હોય, તેવા પ્રસંગોએ તો સાધુને ચોમાસામાં પણ વિહારની છુટ આપી છે. પછી ત્યાં સંખ્યાનિયમને અવકાશ જ ક્યાં છે? આ અંગે સ્થાનાંગમાં આ સૂત્ર છે –