________________
જિનપૂજામાં ભાવાપરિનિવારણ ગુણ
205
सम्यग्दृष्टिरयोगतो भगवतां सर्वत्र भावापदं,
भेत्तुं तद्भवने तदर्चनविधिं कुर्वन्न दुष्टो भवेत् । वाहिन्युत्तरणोद्यतो मुनिरिव द्रव्यापदं निस्तरन्,
__ वैषम्यं किमिहेति हेतुविकल: शून्यं परं पश्यतु ॥ ३५॥ (दंडान्वयः→ सम्यग्दृष्टिभगवतामयोगत: सर्वत्र भावापदं भेत्तुं तद्भवने तदर्चनविधिं कुर्वन् द्रव्यापदं निस्तरन् वाहिन्युत्तरणोद्यतो मुनिरिव दुष्टो न भवेत् । इह किं वैषम्यम् ? इति हेतुविकलः परं शून्यं पश्यतु ॥)
'सम्यग्दृष्टिः' इति । सम्यग्दृष्टि भगवतां तीर्थकृतामयोगत:-विरहात्सर्वत्र सर्वस्थाने भावापदं भेत्तुं तद्भवने भगवदायतने च तदर्चनविधिं विहितां भगवत्पूजां कुर्वन दुष्टो-न दोषवान्भवेत्। क इव ? द्रव्यापदमन्यतो विहारायोगरूपां निस्तरन् निस्तरणकामो वाहिन्या: नद्या उत्तरणे उद्यत:-कृतोद्यमो मुनिरिव। इहोक्तस्थानयोः किं वैषम्यम् ? अल्पव्ययबहुलाभयोराज्ञायोगस्य तत्तदधिका?चित्यस्य च तुल्यत्वात्। एकत्र नित्यत्वं कारणनित्यत्वात्, अन्यत्र नैमित्तिकत्वंच निमित्तमात्रापेक्षणादित्यस्योपपत्तेरिति पर्यनुयोगे हेतुविकल:-प्रत्युत्तरदानासमर्थः परं केवलं शून्यं पश्यतु-दिङ्गूढस्तिष्ठत्वित्यर्थः॥ ३५॥ वैषम्यहेतुमाशङ्कय निराकरोति- .
જિનપૂજામાં ભાવાપરિનિવારણ ગુણ ભાવઆપત્તિ દૂર કરવાના ગુણ - ઉપકારને કારણે કરાયેલી સ્થાપનાને જ દ્રઢ કરતા કવિ કહે છે–
કાવ્યર્થ - ભગવાનના વિરહમાં સર્વત્ર ભાવઆપત્તિ છે. આ ભાવઆપત્તિને ભેદવા જ સમ્યગ્દષ્ટિ જીવ જિનપ્રતિમાની પૂજા કરે છે. માટે તે સમ્યગ્દષ્ટિ જીવ દુષ્ટ(=હિંસાદિદોષયુક્ત) ઠરતો નથી. દા.ત. દ્રવ્યાપત્તિને દૂર કરવાનદી ઉતરવા ઉદ્યત થયેલો સાધુ. અહીં(ભાવાપદ્વિવારકપૂજામાં અનેદ્રવ્યાપદ્ધિવારકનદીઉત્તરણમાં) શું વિષમતાતફાવત છે? આ તફાવત દર્શાવવાના હેતુ-કારણોથી રહિત (ઉત્તર આપવામાં અસમર્થ) પ્રતિમાલપક માત્ર શૂન્યને નીરખ્યા કરે, અર્થાત્ દિમૂઢ બની ઊભો રહે.
પિતાની ગેરહાજરીમાં પિતાની છબીની પૂજા-ભક્તિ કરતા પિતૃભક્ત પુત્રપ્રત્યે પ્રાજ્ઞ પુરુષો પ્રશંસાના પુષ્પો પાથરે છે. તેમ સમ્યગ્દષ્ટિ જીવ પ્રભુની ગેરહાજરીમાં પ્રભુનો પ્રાસાદ બનાવી તેમાં પ્રભુની પ્રતિમા પધરાવી પૂજા કરવાદ્વારા પ્રભુના વિરહની પીડા હળવી બનાવે, તેમાં ખોટું શું કરે છે? ભગવાનના વિહરૂપ ભાવઆપદાને ટાળવા આનાથી રૂડું બીજું કયું સાધન ગૃહસ્થમાટે હોઇ શકે? અન્ય સ્થળથી વિહારનો અસંભવઆદિરૂપ દ્રવ્યઆપદાને ટાળવા નદી ઊતરતો સાધુ દોષપાત્ર નથી એ તો પ્રતિમાલીપકને પણ સંમત છે. આમ દ્રવ્યાપ દૂર કરવા સાધુ નદી ઉતરે છે, તો ભાવઆપ દૂર કરવા ગૃહસ્થ જિનપૂજા કરે છે. બંને સ્થળે (૧) અલ્પવ્યય બહુલાભ (૨) આજ્ઞાયોગ અને (૩) તે-તે ક્રિયાના અધિકારીની ઉચિતતા તુલ્યરૂપે છે. જિનવિહરૂપ ભાવઆપત્તિ નિત્ય હોવાથી પૂજાકૃત્ય નિત્ય છે. અન્યતઃ વિહારના અસંભવરૂપ દ્રવ્ય આપત્તિ ક્વચિત્ હોવાથી તનિમિત્તક નદીઉતરણ પણ ક્વચિત્ છે - તેથી વિષમતા નથી. તેથી આ બેમાં વિષમતા=ફેર શો છે? અહીં બન્ને વચ્ચે તફાવત બતાવવામાં અસમર્થ બનેલો પ્રતિમાલોપક દિગૂઢ થયા વગર રહે નહીં. એ ૩૫ .
રાગા નદીઉત્તરણમાં સંખ્યાનિયમ ભેદના હેતુની આશંકા કરી તે આશંકા દૂર કરે છે–