________________
પુિષ્પાદિ સચિત્તસાધન પૂજામાં આવશ્યક
2 सामायिकच्छेदोपस्थापनीयादिचारित्रस्यातिचारलक्षणं मालिन्यं माभूदित्यभिप्रायादित्यर्थः। तथा चैर्यापथिकास्थानं सामायिकादिव्रतान्येव, न पुनरानुषङ्गिकपृथिव्याद्यारम्भवद्धर्मानुष्ठानमात्रम् । अन्यथाऽभिगमनादावपि तदभिधानप्रसङ्गात् । अत एव कृतसामायिको मुनिरिव श्रावकोऽपि पुष्पादिभिर्जिनपूजां न करोतीति जिनाज्ञा, न पुनरितरोऽपि, कृतसामायिकस्य तदवाप्तिपूर्तिकालं यावत्सचित्तादिस्पर्शरहितस्यैव व्रतपालकत्वात्। जिनपूजां चिकीर्षुस्तु सचित्तपुष्पादिवस्तून्युपादायैव तां करोति, तद्विना पूजाया एवासम्भवात्, प्रतिकार्य कारणस्य भिन्नत्वादिति बोध्यम्। लोकेऽपि हि यथा गृहप्रवेशेऽभ्युक्षणंनापणप्रवेशे' तथा लोकोत्तरेऽपि सामायिके यर्या न तथा मुनिदानादौ' इति भावः। 'अपडिक्वंताए इरियावहियाए न कप्पइ चेव काउं किंचि'॥ [महानिशीथ अ. ३, सू. २६/११] સાધુને સામે લેવા જવું વગેરે ક્રિયાઓમાં પણ ઈર્યાવહિયાનું વિધાન મળત. વળી, સામાયિકવગેરેમાં સચિત્તના સંસર્ગવગેરે સ્થળે પણ ઈર્યાવહિયા બતાવી હોવાથી જ “સામાયિકઆદિમાં રહેલા શ્રાવકે પણ સાધુની જેમ પૂજા નહીં કરવી” એવી ભગવાનની આજ્ઞા છે, કારણ કે સામાયિક લીધેલી વ્યક્તિ સામાયિકના સમાપ્તિકાળ સુધી સચિત્તાદિનો સ્પર્શન કરે, તો જ સામાયિક વ્રતનો પાલક થાય. પૂજામાટે આવશ્યક પુષ્પાદિનો સ્પર્શ કરવામાં આ વ્રતનું પાલન ન થાય.
પુષ્પાદિ સચિત્તસાધન પૂજામાં આવશ્યક શંકા - સચિત્તના ઉપયોગ વિના પૂજા કરવામાં શો વાંધો છે?
સમાધાન - પુષ્પાદિ સચિત્તના ઉપયોગ વિના પૂજા સંભવતી જ નથી. ભગવાને સામાયિકઆદિમાં રહેલા શ્રાવકને પૂજાનો નિષેધ કર્યો, તેના બે તાત્પર્ય મળી શકે (૧) સામાયિકઆદિમાં નહિ રહેલા શ્રાવકે અવશ્ય જિનપૂજા કરવી અને (૨) જિનપૂજા પુષ્પાદિ સચિત્તના ઉપયોગથી જ સંભવી શકે, અન્યથા નહિ. જો પ્રથમ તાત્પર્ય ન હોત, તો તમામ શ્રાવકોને (સામાયિકમાં ન રહેલાં પણ) પૂજાનો નિષેધ કરત. બીજું તાત્પર્ય ન સ્વીકારીએ તો સામાયિકમાં પૂજાના નિષેધનો પણ અર્થન રહેત.
પૂર્વપક્ષ:- સચિત્ત વસ્તુ વિનાજો સામાયિક થઇ શકતું હોય, તો પૂજા કેમ ન થાય? બન્ને ધર્માનુષ્ઠાન તરીકે તો સમાન જ છે.
ઉત્તરપક્ષ - વાહ! તમારે હિસાબે તો ઘડારૂપે સમાન હોવાથી જેમ માટીનો ઘડો માટીમાંથી બને છે, તેમ સોનાનો ઘડો પણ માટીમાંથી બનવો જોઇએ. પણ અમે તેમ માનતા નથી. “કાર્યત્વ' જાતિથી સમાન દેખાતા કાર્યો વ્યક્તિરૂપે ભિન્ન ભિન્ન પ્રકારના છે. તેમની આ ભિન્નતા કારણોની ભિન્નતા વિના સંભવે નહિ. સામાયિક એ ભિન્ન કાર્ય છે અને પૂજા એ ભિન્ન કાર્ય છે. તેથી બન્ને સમાન કારણવાળા જ હોય તેવો આગ્રહ યોગ્ય નથી. લોકોમાં કહેવત છે કે “ઘપ્રવેશ વખતે અભ્યક્ષણ(=જળ છંટકાવ) હોય, નહિ કે દુકાનપ્રવેશ વખતે. બસ આ જ પ્રમાણે લોકોત્તર ધર્મમાં પણ સામાયિકવગેરેમાં ઈર્યાવહિયા હોય, મુનિદાનવગેરેમાં ન હોય. એ અસંગત નથી. (અહીં પૂજાના બદલે મુનિદાનને આગળ કરવાનું કારણ એ જ છે કે પ્રતિમાલોપકો પણ સામાયિકવખતે ઈર્યાવહિયાની જેમ મુનિદાનવખતે ઈર્યાવહિયા કરતાં નથી અને મુનિદાનને પણ ધર્મરૂપ તો માને જ છે.)
:- મહાનિશીથમાં કહ્યું છે કે – “ઈવહિપ્રતિક્રમણ કર્યા વિના કશું કરવું કહ્યું નહિ. પૂજાવગેરેમાં ઈર્યાવહિયા કરવાની નથી. તેથી પૂજા પણ અકથ્ય કેમ ન બને?
ઉત્તરઃ-મહાનિશીથના આ પાઠમાં ‘ન કિંચિત્'(=કશું કરવું નકલ્પ) એ વાત વિશેષસૂચક છે, કારણ કે આ પાઠના અનુસંધાનમાં જ ‘ચિઇવંદન સર્જાય( શૈત્યવંદન સ્વાધ્યાય) વગેરે વિશેષસ્થાનોનું સૂચન કર્યું છે.