________________
20મ
પ્રતિમાશતક કાવ્ય-૩૪) देवताचैतन्यसिद्धौ देवतात्वेन्द्रत्वचन्द्रत्वजातेरदृष्टविशेषोपगृहीतत्वस्य चानुगतत्वात्। ईश्वरे च देवतात्वे मानाभावादीशानादेः कर्मफलभोक्तुर्जीवभूतस्यैव देवतात्वात्। 'ईश्वरीयाहुतिश्रुतेरपीशानपरत्वादाकाशाहुतिश्रुतिरपि तदधिष्ठातृदेवपरा' इति न्यायमालायाम्।
अदृष्टविशेषोपग्रहो देवगतिनामकर्मोदयो देवताव्यवहारप्रयोजकः। तीर्थकरनामकर्मोदयश्च देवाधिदेवव्यवहारप्रयोजक उपासनाफलप्रयोजकश्च । मन्त्रमयदेवतानयश्च समभिरूढनयभेदस्तदुपजीव्युपचारो वा, यमादाय संयतानामपि देवतानमस्कारौचित्यमित्ययं सम्प्रदायाविरुद्धोऽस्माकं मनीषोन्मेषः, तत्सिद्धमेतद् ‘वीतरागोद्देशेन द्रव्यस्तवोऽपि भावयज्ञ एव' इति ॥ ३४॥ भावापद्विनिवारणगुणेन कृतां स्थापनामेव द्रढयतिજેમકે બાળપણ વગેરેથી ભિન્ન થયેલા શરીરોમાં રહેલું ચૈત્રત્વ. (એકના એક ચિત્ર વ્યક્તિના બાળપણ આદિભેદથી અનેક શરીરો હોય છે. તેમ દેવતાને ચેતન માનવાથી તેઓના પણ અનંત શરીરો માનવારૂપ આપત્તિ છે. તેવો આશય છે.)
ઉત્તરપક્ષ - શરીરોનું અનંતપણું હોય તો પણ, એકવાર દેવોનું ચૈતન્ય સિદ્ધ થઇ ગયા પછી, તે ગૌરવ ફળમુખ હોવાથી દોષરૂપ નથી. વળી અષ્ટવિશેષથી ઉપકૃત દેવતાત્વ, ચંદ્રત્વ, ઇત્વ વગેરે જાતિઓ અનુગત હોવાથી ગૌરવ નહિ ડે (શરીરો અનંત હોવા છતાં તે બધા શરીરોમાં એકરૂપે રહેલી જાતિઓની કલ્પનાથી ગૌરવ નથી – એવો ભાવ છે.) ઈશ્વરને દેવતા માનવામાં કોઇ પ્રમાણ નથી; કારણ કે વેદવગેરેમાં પણ જ્યાં ઈશાન આદિ પદો છે, ત્યાં કર્મફળ ભોગવતા જીવ રૂપ જ દેવતા ઇષ્ટ છે. - જીવાત્મારૂપ જ દેવતા ઇષ્ટ છે. તેથી ન્યાયમાળામાં કહ્યું છે કે - “ઈશ્વર સંબંધી આહુતિની શ્રુતિ ઈશાન(=કર્મફળભોક્તાઇવરૂપદેવતા) પરક છે, અને આકાશ સંબંધી આહુતિની શ્રુતિ પણ આકાશના અધિષ્ઠાયક દેવપક જ છે.”
દેવાધિદેવ ઉપાસનાફળપ્રયોજક દેવતાત્વ વગેરે અનુગતજાતિઓ અષ્ટવિશેષથી ઉપકૃત છે, તેમ જે કહ્યું, તેમાં દેવતા તરીકેના વ્યવહારમાં પ્રયોજકદેવગતિનામકર્મના ઉદયને જ “અષ્ટવિશેષોપગ્રહ તરીકે સમજવાનું છે. તાત્પર્ય દેવગતિનામકર્મના ઉદયથી દેવભવમાં રહેલો જીવ દેવતાતરીકે ઓળખાય છે.) અને દેવાધિદેવ વ્યવહારમાં પ્રયોજક તથા ઉપાસનાના ફળમાં પ્રયોજક તરીકે તીર્થકર નામકર્મનો ઉદય માન્ય છે. અર્થાત્ તીર્થંકરનામકર્મના ઉદયવાળા જિનેશ્વરો દેવાધિદેવ' કહેવાય છે. એમના આ ઉત્કૃષ્ટતમ તીર્થકર નામકર્મના ઉદયનો પ્રભાવ જ એવો છે કે તીર્થકરની ઉપાસના કરનારાને વિશિષ્ટ ફળની પ્રાપ્તિ થાય છે. મંત્રમયદેવતા સ્વીકારતો નય સમભિરૂઢનયનો એક ભેદ છે, અથવા તેનાપર અવલંબિત ઉપચારવિશેષ છે. (મનન કરાતા દેવાધિદેવ કુવાસના, કષાય, કર્મ અને કુગતિથી ત્રાતા=રક્ષણ કરતા હોવાથી અને પર્યાયવાચી શબ્દોને નહીં માનતો સમભિરૂઢનય શબ્દની વ્યુત્પત્તિને પ્રધાન કરતો હોવાથી આનયમને મંત્રમયદેવતા ગણી શકાય. ‘નમોદેવાધિદેવાય” ઇત્યાદિ મંત્રોમાં દેવાધિદેવ આદિ પદો મંત્રમય દેવતારૂપ છે ઇત્યાદિ તાત્પર્ય લાગે છે.) આ નયનો સ્વીકાર કરીને સંયતો પણ દેવતાને નમસ્કાર કરે તે ઔચિત્યસભર જ છે. સંપ્રદાય(=સુવિહિત પરંપરા)ની સાથે વિરોધ ન આવે તે પ્રમાણેની આ વિચારણા અમારી પ્રતિભામાં ખુરી છે, તેમ પુ. ઉપાધ્યાયજી મ. કહે છે. (એન ઇત્યાદિસ્થળે શ્રુતદેવતાવગેરેના મંત્રમયસ્વરૂપને જ આગળ કરી સાધુઓ નમસ્કારપૂર્વક જાપ કરે છે, તેથી સર્વવિરતદ્વારા અવિરત દેવોને નમસ્કાર કે તેઓનો જાપ શી રીતે થઇ શકે? તેવી શંકાને અવકાશ રહેતો નથી. સમભિરૂઢનય વ્યુત્પત્તિભેદથી પર્યાયવાચી શબ્દોમાં ભેદ માને છે. મંત્રોમાં પણ જે વર્ણમય મંત્ર હોય, તેથી ભિન્ન સમાનાર્થી પણ વર્ણાદિ માન્ય હોતા નથી. દેવોનું જેમ ભોગાદિ કે અવિરતત્વસ્વરૂપ છે, તેમ મંત્રમય સ્વરૂપ પણ છે. સાધુઓ મનનથી ત્રાતૃત્વાદિ મંત્રાદિરૂપ વ્યુત્પત્તિદ્વારા તેરૂપે દેવને અન્યરૂપે દેવથી ભિન્ન ગણી શકે. આમ દેવતાનાં મંત્રજાપ-નમસ્કાર થવા છતાં અવિરતવગેરેને નમસ્કારાદિની આપત્તિ રહેતી નથી. આવો આશય સંભવતો લાગે છે.) આમ સિદ્ધ થાય છે કે, “વીતરાગના ઉદ્દેશથી કરાતો દ્રવ્યસ્તવ પણ ભાવયજ્ઞ જ છે.' ૩૪