________________
202
પ્રતિમાશતક કાવ્ય-૩૪) स्वनिष्ठफलोद्देशेन, 'शिवाय गां दद्यात्' इत्यादौ तूद्देश्यत्वे भाक्ता चतुर्थी, ददातिस्त्यागमात्रपर इति नानुपपत्तिरित्याह। तदसत् चतुर्थ्यन्तपदस्य देवतात्वे मानाभावात्, चतुर्थी विनापि ‘इन्द्रो देवता' इति व्यवहारात्। ‘अग्नये कव्यवाहाय.' इत्यादौ देवताद्वयप्रसङ्गात्। 'इन्द्रः सहस्राक्ष' इत्यर्थवादस्य ‘इन्द्रमुपासीत' इति विधिशेषतया स्वर्गार्थिवादवत्प्रामाण्यात् । इन्द्रायेत्यादौ श्रुतपदेनैव त्यागस्य फलहेतुताया वचनसिद्धत्वात्। 'तिर्यक्पङ्गुवित्र्यायदेवतानामधिकार' इति जैमिनीयसूत्रस्यैव देवताचैतन्यसाधकत्वाच्च, अचैतन्येऽधिकाराप्रसक्त्या तनिषेधानौचित्यात्। सूत्रार्थश्चैवम्-तिरश्चां विशिष्टान्त:संज्ञाविरहात्, पङ्गो:=प्रचरणाभावात्, तिस्रः दृष्टिश्रुतिवाच:
અને આ સ્વામિપણું દેવતાને ચૈતન્યયુક્ત માનવાથી જ ઉપપન્ન થાય છે.
સમાધાન - સ્વામિનાની સિદ્ધિ દેવતાના ચૈતન્યની કલ્પનામાટે પ્રયોજક નથી=સમર્થ નથી. અર્થાત્ અચેતનમાં પણ સ્વામિતા હોય તેમ માનવામાં કોઇ બાધક નથી. અથવા દેવતાના ઉદ્દેશથી કરાતો ત્યાગ દેવતામાં કશુંક ઉત્પન્ન કરે જ તેવો નિયમ નથી. ત્યાગ કરનારને ભલે ત્યાગનું ફળ મળે, પણ જેના ઉદ્દેશથી ત્યાગ કરાય, તેને તે મળે જ, તેનું તેમાં સ્વામિપણું ઉત્પન્ન થાય જ, એવો નિયમ નથી. કારણ કે જેને ઉદ્દેશીને ત્યાગ કરાયો હોય, તેને એત્યાગનો ખ્યાલ ન હોય, તો પોતાને તે ત્યાગેલી વસ્તુના સ્વામી તરીકે શી રીતે કલ્પી શકે? વળી આ ત્યાગમાં જેને ઉદ્દેશીને ત્યાગ કરાય છે, તેનામાં આ ત્યાગથી કશુંક ઉત્પન્ન કરવા ત્યાગ કરાય એ ઉપાધિ છે. અર્થાત્ ત્યાગ કરનારો, ત્યાગના ઉદ્દેશ્યમાં સ્વામિત્વ ઉત્પન્ન કરવાની બુદ્ધિથી ત્યાગ કરતો હોય, તો જ તે ત્યાગ તે ઉદ્દેશ્યમાં “સ્વામિત્વ' ઉત્પન્ન કરી શકે, અન્યથા નહિ. અર્થાત્ બધા જ ત્યાગ ઉદ્દેશ્યમાં કંઇક ઉત્પન્ન કરવાની બુદ્ધિથી થાય છે, તેવો નિયમ નથી. જે ત્યાગ ઉદ્દેશ્યમાં કંઇક ઉત્પન્ન કરવાની બુદ્ધિથી થાય, તે જ ત્યાગથી ઉદ્દેશ્યમાં “સ્વામિત્વ' આદિ કંઇક ઉત્પન્ન થાય. યજ્ઞમાં હોમ કરનારો કંઇ દેવતામાં ત્યાગનું ફળ ઉત્પન્ન કરવા ત્યાગ નથી કરતો, પરંતુ પોતાનામાં ફળ ઉત્પન્ન થાય તે માટે ત્યાગ કરે છે. માટે આ ત્યાગના બળપર દેવતામાં સ્વામિત્વ અને તેથી ચૈતન્ય સિદ્ધ થતું નથી. ‘શિવાય નાં દદ્યા'(=શિવને ગાય આપવી જોઇએ) ઇત્યાદિ સ્થળે અલબત્ત, શિવવગેરેમાં ગાયવગેરેની સ્વામિના ઉત્પન્ન કરવા ત્યાગ કરાય છે, પરંતુ ત્યાં દેશનાદેશિત ચતુર્થી નથી, પરંતુ ગણ ચતુર્થી છે. (‘દા' ધાતુના ઉપપદથી પ્રાપ્ત ચતુર્થી છે.) અને અહીં ‘દા” ધાતુ માત્ર ત્યાગઅર્થક જ છે. તેથી અનુપપત્તિ નથી.
મીમાંસકમતનિરાસ મીમાંસકોની આ વાત પાયા વિનાની છે. ચતુર્થીવિભક્તિવાળું પદ જ દેવતા હોય તેમ માનવામાં કોઇ પ્રમાણ નથી. કારણ કે ચતુર્થીવિભક્તિ વિના પણ ઇન્દ્રો દેવતા' ઇત્યાદિ વ્યવહાર થાય જ છે. વળી શબ્દમયદેવતા માનશો, તો ‘અગ્નયે કચૅવાહાય' ઇત્યાદિ સ્થળે બે શબ્દ હોવાથી બે દેવતા માનવાનો પ્રસંગ આવશે. વાસ્તવમાં તો ત્યાં અગ્નિરૂપ એક દેવતા જ માન્ય છે. વળી “ઇન્દ્રની ઉપાસના કરવી જોઇએ' એ વિધિના શેષ તરીકે “સ્વર્ગના અર્થીએ' એવોઅર્થવાદ પ્રમાણભૂત ગણાય છે. તેથી “સ્વર્ગના ઇચ્છુકે ઇન્દ્રની ઉપાસના કરવી જોઇએ તેવાતાત્પર્યનો બોધ થાય છે. આ અર્થવાદ જેમ માન્ય છે, તેમ “ઇન્દ્રસહસ્ત્રાક્ષ છે'(=હજાર આંખવાળો) એવો અર્થવાદ પણ માન્ય છે. (અર્થવાદ સ્તુતિ કે નિંદારૂપ હોય અને વિધિ કે નિષેધમાં પ્રયોજક બને.) આ અર્થવાદ તો જ સિદ્ધ થાય, જો “ઇન્દ્ર અને સહસ્રાક્ષ આ બે પદથી એક જ વાચ્ય બને. જો શબ્દમય જ દેવતા હોય, તો આ બન્ને પદથી બે ભિન્ન દેવતા જ સિદ્ધ થાય, કારણ કે પદરૂપે તે બન્ને ભિન્ન છે અને તો ઉપરોક્ત અર્થવાદ અસંગત કરે. વળી ‘ઇન્દ્રાય' ઇત્યાદિ પ્રયોગમાં ઇન્દ્રાય' એવા શ્રુતિપદથી જ ઉદ્દેશ્યમાં સ્વામિત્વફળને ઉત્પન્ન કરવામાં ત્યાગ હેતુ છે તેમ સૂચિત થઇ જાય છે. આમ તે વચનસિદ્ધ છે. (જૈમિનીએ જ શ્રુતિ-લિંગ વગેરેમાં પૂર્વ પૂર્વને ઉત્તર ઉત્તર કરતાં બળવત્તર બતાવ્યા છે.) તેથી મીમાંસકે